ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 2021 T20 world cup to be held in India

ગુડ ન્યૂઝ / ક્રિકેટ ચાહકો માટે ICCની મોટી જાહેરાત, આવતા વર્ષે T20 વર્લ્ડ કપ ભારતમાં જ યોજાશે

Published By: vtvAdmin

Last Updated: 08:26 PM, 7 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઑસ્ટ્રેલિયામાં થનારો 2020નો T-20 વર્લ્ડ કપ મુલતવી રાખવામાં આવ્યો છે અને સંભાવના એવી હતી કે ભારતમાં થનારો T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં આયોજિત થશે પરંતુ ICCએ અલગ નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

ઑસ્ટ્રેલિયામાં યોજાનારો 2020નો T-20 વર્લ્ડ કપ મુલતવી થયા બાદ સવાલ એ હતો કે આવતા વર્ષે T20 World Cup 2021 કયા દેશમાં યોજાશે? હવે આ સવાલનો જવાબ મળી ગયો છે.  શુક્રવારે મળેલી આઈસીસીની બેઠકમાં ભારતમાં 2021નો T-20 વર્લ્ડ કપ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. 

2022નો ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં યોજાશે. તે જ સમયે, 2023 વનડે વર્લ્ડ કપ ભારતમાં નક્કી કરેલા સમય મુજબ યોજવામાં આવશે. આ બેઠકમાં BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના વડા પણ ICCની આ બેઠકમાં સામેલ થયા હતા.

BCCI 2021માં T-20 વર્લ્ડ કપનું આયોજન કરશે અને તે માટે તેણે પોતાનું મન તૈયાર કરી લીધું હતું. ખરેખર, તે જાણતું હતું કે 2022 માં T-20 વર્લ્ડનું હોસ્ટિંગના માત્ર એક વર્ષમાં 50 ઓવર વર્લ્ડ કપનું હોસ્ટિંગ કરવું સહેલું નહોતું. આવી સ્થિતિમાં ભારતને 2021 T20 વર્લ્ડ કપનું હોસ્ટિંગ મળી ગયું છે અને હવે 2023 માં વનડે વર્લ્ડનું આયોજન કરવામાં પૂરતો સમય મળી ગયો છે.

વર્લ્ડ T-20 વર્લ્ડ કપ આ વર્ષે 18 ઓક્ટોબરથી ઑસ્ટ્રેલિયામાં યોજાવાનો હતો, પરંતુ કોવિડ -19 મહામારીને કારણે તે મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે આ T-20 વર્લ્ડ કપ 2022માં ઓસ્ટ્રેલિયામાં હશે.

આ સિવાય ICCએ મહિલાઓ વનડે વર્લ્ડ કપ 2021 રદ કર્યો છે. હવે આ ટુર્નામેન્ટ 2022 માં 6 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ન્યુઝીલેન્ડમાં રમાશે.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Cricket World Cup ICC T20 World Cup 2020 ICC World Cup T20 World Cup 2021 T20 World Cup 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ