બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 2,000 rupees of 12th installment will be deposited in the account till September 5, government announced

જરુરી મદદ / ખેડૂતો આનંદો ! 5 સપ્ટેમ્બર સુધી ખાતામાં જમા થઈ જશે 12મા હપ્તાના 2,000 રુપિયા, સરકારે કર્યું જાહેર

Last Updated: 07:02 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતોને કિસાન સન્માન નિધિના 12મા હપ્તાના 2000 રુપિયા 5 સપ્ટેમ્બર સુધીમાં મળશે તેવું પ્રમુખ સચિવ ડોક્ટર અરુણ કુમાર મહેતાએ જણાવ્યું છે.

  • 5 સપ્ટેમ્બર સુધીમાં સરકાર ખેડૂતોના ખાતામાં જમા કરશે 2,000 રુપિયા
  • પ્રમુખ સચિવ ડોક્ટર અરુણ કુમાર મહેતાએ કહ્યું 
  • કેવાયસી પૂર્ણ હોય ફક્ત તેવા ખેડૂતોને મળશે પૈસા 

કિસાન સન્માન નિધિના 12મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે હવે 2000 રુપિયા જમા થવાની તારીખ આવી છે. સરકાર કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોને 11 હપ્તાની રકમ આપી ચૂકી છે અને હવે ટૂંક સમયમાં 12મા હપ્તાની રકમ પણ ખેડૂતોના ખાતામાં જમા થઈ રહી છે. પ્રમુખ સચિવ ડોક્ટર અરુણ કુમાર મહેતાએ એવું જણાવ્યું કે આધાર સાથે જોડાયેલા એકાઉન્ટમાં 2000 રુપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. તેમણે કહ્યું કે 5 સપ્ટેમ્બર સુધી તમામ ખેડૂતોના ખાતામાં પૈસા આવવાની આશા છે. તેમણે કહ્યું કે હાલના સમયે સરકારનો હેતુ અપાત્ર લાભાર્થીઓને મળનાર પૈસા બંધ કરવાનું છે. 

કિસાન સન્માન નિધિ ખેડૂતોને સપોર્ટ કરતી સરકારની મોટી યોજના 
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ભારત સરકારની મહત્વની યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ સરકાર નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે. આ સરકારની યોજના છે, જેમાં ખેડૂતોના ખાતામાં સીધા પૈસા મોકલવામાં આવે છે. દરેક ખેડૂતના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકાર આ પૈસા 3 સરખા હપ્તામાં મોકલે છે, એટલે કે કેન્દ્ર સરકાર દરેક હપ્તામાં 2000 હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે.

ઈ-કેવાયસી પૂર્ણ હોય ફક્ત તેવા ખેડૂતોને મળશે પૈસા 
ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ઈ-કેવાયસી અનિવાર્ય કરવામાં આવ્યું છે. ઇ-કેવાયસીની છેલ્લી તારીખ 31 જુલાઇથી વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી હતી, જેમાં શરત રાખવામાં આવી હતી કે આ તારીખ સુધીમાં લાભ લેનારા તમામ ખેડૂતો ઇ-કેવાયસી સંબંધિત જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરે જો નહીં કરે તો તેમને 2000 રુપિયાની સહાય નહીં મળે. 

સંકળાયેલા મુદ્દાઓ

PM Kisan Yojana news pm kisan samman nidhi yojana pm kisan scheme પીએમ કિસાન નિધિ પીએમ કિસાન નિધિ યોજના PM Kisan Yojana news
Hiralal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ