બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 20 lakh discount in Mercedes' If someone says so don't rush to buy, see what happened in Ahmedabad

ભારે કરી / મર્સિડીઝમાં 20 લાખનું ડિસ્કાઉન્ટ' કોઈ આવું કહે તો ખરીદવા ન દોડતા, જુઓ અમદાવાદમાં કેવું થયું

Mehul

Last Updated: 06:23 PM, 25 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મર્સિડીઝ કારમાં વીસ લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ ‌ અપાવવાની લાલચ આપીને વેપારી પાસેથી 45 લાખ રૂપિયાની છેતર‌િપંડી કરનાર જામનગરની એક વ્યકિત વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ

  • મર્સિડીઝમાં 20 લાખનું ડિસ્કાઉન્ટ કહી 45લાખનો ચૂનો 
  • ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી   
  • વોટ્સએપ ગ્રૂપમાં  મોટું ડિસ્કાઉન્ટ જાણી વેપારી ફસાયા

મર્સિડીઝ કારમાં વીસ લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ ‌ અપાવવાની લાલચ આપીને વેપારી પાસેથી 45 લાખ રૂપિયાની છેતર‌િપંડી કરનાર જામનગરની એક વ્યકિત વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે. 76 લાખ રૂપિયાની કાર 57 લાખ રૂપિયામાં અપાવવાની લોભામણી સ્કીમ બતાવીને વેપારી પાસેથી ઠગ ટોળકીએ 58 લાખ રૂપિયા પડાવ્યા હતા, જેમાં 45 લાખ જામનગરના રહીશે લીધા હતા અને બીજા રૂપિયા કીર્તન રાવ નામના યુવકે રાખ્યા હતા. વેપારીએ ફરિયાદ કરવાની ધમકી આપતાં કીર્તન રાવ નામના યુવકે 11 લાખ રૂપિયા પરત આપી દેતાં માત્ર જામનગરના ઠગ વિરુદ્ધમાં ફરિયાદ થઇ છે.   

અમદાવાદના નાગરિક સાથે ઘટના 

શીલજ ખાતે આવેલા આર્યમાન બંગલોઝમાં રહેતા અને ચાંગોદર ખાતે આવેલા પંચરત્ન એસ્ટેટમાં મશીનરી બનાવવાની ફેક્ટરી ધરાવતા ભગવતભાઇ શાહે ક્રાઇમ બ્રાંચમાં જામનગરની દિલીપસિંહ જાડેજા નામની વ્યકિત વિરુદ્ધ ચિટીંગની ફરિયાદ નોંધાવી છે. ભગવતભાઇને પોતાના મોટાભાઇ રાજેશભાઇ શાહને મર્સિડીઝ કાર આપવાની હોવાથી તેમણે તેમના મિત્ર અને વકીલ શૌરીનભાઇને વાત કરી હતી. ગુજરાત હાઇકોર્ટ લોયર નામના વોટ્સએપ ગ્રૂપમાં એડ્વોકેટ વિશાલ ઠક્કરે 76 લાખ રૂપિયાની મર્સિડીઝ કાર વીસ લાખ ‌ડિસ્કાઉન્ટમાં મળતી હોવાની ચેટ કરી હતી. વિશાલ ઠક્કરે કરેલી આ ચેટ શૌરીનભાઇએ ભગવતભાઇને બતાવી હતી. ત્યારબાદ ભગવતભાઇએ વિશાલ ઠક્કરનો સંપર્ક કર્યો હતો અને કાર ખરીદવાની તૈયારી બતાવી હતી, જેમાં વિશાલ ઠક્કરે તેમને જણાવ્યું હતું કે તેમના મિત્ર એડ્વોકેટ ભરતભાઇ રાવનો પુત્ર કીર્તન રાવ (રહે. થલતેજ) કોઇ દિલીપસિંહ ભારાણી પાસેથી મોંઘી કાર ડિસ્કાઉન્ટથી લાવી આપે છે. 

બધી પ્રક્રિયા બાદ ડિલીવરી

ભગવતભાઇએ શૌરીનભાઇની થલતેજ ખાતે આવેલા કલેવોલ ‌બિલ્ડિંગની ઓફિસ નંબર-501માં વિશાલ ઠક્કર અને કીર્તન રાવ સાથે ‌મ‌િટંગ રાખી હતી. ‌મ‌િટંગમાં કીર્તને દિલીપસિંહ ભારાણી સાથે વાતચીત કરાવી હતી, જેમાં દિલીપસિંહે ભગવતભાઇને આખી સ્કીમ સમજાવી હતી. સ્કીમ પ્રમાણે દિલીપસિંહ ડાયરેક્ટ કંપનીમાં પેમેન્ટ કરીને ગ્રાહકને ડીલર પાસેથી ગાડી અપાવે છે. દિલીપસિંહ ડાયરેક્ટ કંપનીમાં પેમેન્ટ જમા કરાવી, ત્યારબાદ ડીલરના ત્યાં બુ‌િકંગ નાખવાનું કપનીમાં કહે છે, જેથી અમે ડીલરમાં બુકિંગ નાખી અને ગ્રાહકને ‌ર‌િસપ્ટ આપીશું. ડીલરના ત્યાં કારનું બુકિંગ થઇ ગયા બાદ રેગ્યુલર કિંમતનું ‌બિલીંગ થઇ આરટીઓ પાસિંગ, ઇન્સ્યોરન્સ, રોડ ટેક્સ ભરીને કારની ‌ડ‌િલવરી ગ્રાહકને આપવામાં આવે છે.

57.76  લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા 
   
દિલીપસિંહ ભારાણીની વાતોમાં આવી જઇને ભગવતભાઇએ કીર્તન રાવની કંપનીમાં મર્સિડીઝ ઇ ક્લાસ બુક કરાવી હતી, જેના પેટે 57.76  લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. કીર્તને તેની કંપનીના લેટરપેડ ઉપર ભગવતભાઇને પેમેન્ટ મળ્યાની પહોંચ તથા ‌ડ‌િલવરી કન્ફર્મેશન લખીને આપ્યું હતું. આ ઉપરાંત બાંયધરી પેટે કીર્તને શૌરીનભાઇ મહેતાના બેન્ક ખાતાનો 57 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. ચાર-પાંચ દિવસ બાદ ભગવતભાઇને બુકિંગનું કન્ફર્મેશન ન મળતાં તેમણે દિલીપસિંહને ફોન કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે 23 જૂનના રોજ સિલ્વર એરો ઓટોમોબાઇલ્સ પ્રાઇવેટ ‌િલ‌િમટેડની રૂપિયા એક લાખની કાર બુકિંગની રાજેશ શાહ નામની પહોંચ આપી છે. 

ફોન કરતા ધમકી ભર્યો અવાજ 

29 જૂનના રોજ કીર્તને ભગવતભાઇને ફોન કર્યો હતો અને ચાર લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું, જેથી ડીલર કારની ‌ડ‌િલવરી સમયસર આપી શકે. ભગવતભાઇએ તરત જ ચાર લાખ રૂપિયા કીર્તનના ખાતામાં જમા કરાવી દીધા હતા. ત્યારબાદ કીર્તને રાજેશ શાહ નામની પહોંચ ભગવતભાઇને આપી હતી. કારની ‌ડ‌િલવરી ન આવતાં ભગવતભાઇએ કીર્તનને પૂછ્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે તમારા પૈસા દિલીપસિંહ ભારાણીના કહેવાથી મારા ખાતામાં લીધા હતા અને ત્યારબાદ દિલીપસિંહના ખાતામાં 45 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. ભગવતભાઇએ દિલીપસિંહને ફોન કર્યો હતો, જેમાં તેમને ધમકીભર્યા ટોનમાં કહ્યું હતું કે તમારી કાર એક અઠવાડિયામાં આવી જશે. કાર ન આવતાં ભગવતભાઇ કીર્તનને મળ્યા હતા, જ્યાં તેને 7.76 લાખ રૂપિયા અને કંપનીમાં કાર બુકિંગ માટે જમા કરેલા એક લાખ રૂપિયા અને ચાર લાખ રૂપિયા તેમના ખાતામાં જમા કરી દીધા હતા. 

...પછી ફોન ઉપાડવા જ બંધ 

ત્યારબાદ દિલીપસિંહ ભારાણીએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં ભગવતભાઇએ તેને વોટ્સએપ મેસેજ કર્યા હતા, જ્યાં તેણે કાર આવી જશે તેવી બાંયધરી આપી હતી, જોકે કારની ‌ડ‌િલવરી ન આવતાં તેમણે તરત જ ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કર્યો હતો. ક્રાઇમ બ્રાંચે આ મામલે દિલીપસિંહ ભારાણી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. વીસ લાખ રૂપિયાનું ‌િડસ્કાઉન્ટ આપવાની બાંયધરી આપીને 45 લાખ રૂપિયા પડાવી લેવાના ચકચારી કિસ્સામાં ક્રાઇમ બ્રાંચે દિલીપસિંહ ભારાણીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ