બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / સુરત / 2 more youths died of heart attack in Gujarat

દુઃખદ / ગુજરાતમાં વધુ 2 યુવકોના હાર્ટ એટેકથી મોત: એકનું સારવાર મળે એ પહેલાં જ નિધન, બીજાને પાવાગઢના દર્શન અધૂરા રહ્યાં

Vishal Khamar

Last Updated: 12:52 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાવાગઢ ખાતે દર્શન કરવા આવેલા 22 વર્ષીય યુવાનનું મોત નિપજતા મિત્રો તેમજ પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે પાવાગઢ પોલીસે ગુનો નોંધી પીએમ કરી મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.

  • પાવાગઢ ખાતે દર્શન કરવા આવેલા યુવકનું હાર્ટ એટેકથી મોત
  • વિપુલ પટેલ નામનાં 22 વર્ષીય યુવકનું થયું મોત
  • પાવાગઢના દર્શન પહેલા જ અચાનક હાર્ટ એટેકથી થયું મોત

 મૂળ ભરૂચ જીલ્લાનાં ઝઘડિયા ખાતે રહેતા બે મિત્રો દર્શન કરવા પાવાગઢ આવ્યા હતા. ત્યારે રાત્રી દરમ્યાન બંને મિત્રો હોટલમાં રોકાયા હતા. અચાનક જ 22 વર્ષીય વિપુલ પટેલ નામનાં યુવકને રાત્રીનાં સમયે અચાનક હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. પાવાગઢ દર્શન પહેલા જ અચાનક હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પાવાગઢ પોલીસે મૃતદેહને પીએમ કરી પરિવારજનોને સોંપ્યો હતો. 

રવિ મોહન (મૃતક યુવક)

પાંડેસરામાં 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
સુરતનાં પાંડેસરામાં 28 વર્ષીય યુવનું હાર્ટ એટેકથી મોત થયું હતું. વડોદ ગામમાં રહેતા રવિ મોહનને છાતીમાં દુઃખાવો થયો હતો. સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સારવાર મળે તે પહેલાં જ તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી. 

હાર્ટ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ 
હાર્ટ આપણા શરીરનું સૌથી મહાવપૂર્ણ અંગ હોય છે. આપણા દિલનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. જો દિલની ગતિમાં થોડો પણ ફેરફાર થાય છે, તો આપણે ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. દર્દીને શરૂઆતમાં કેલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો થાય છે અને પછી આ સમસ્યાઓ હાર્ટ એટેકનો ખતરો વધારી દે છે. જાણી લો કે જો તમે હાર્ટની બીમારીથી પીડિત છો તો તમારે હાર્ટ એટેકનાં આ લક્ષણો વિશે જરૂર જાણી લેવું જોઈએ. 

શું છે હાર્ટ એટેક?
જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો. 

હાર્ટ એટેકનાં લક્ષણો 
ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ