બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 19 september 2021 3 shubh muhurt for ganesh puja and pratima visarjan 10 easy steps for ganesh puja on anant chaturdashi

ધર્મ / અનંત ચતુર્દશીઃ ગણેશ પૂજન અને પ્રતિમાના વિસર્જનના આ છે શુભ મૂહૂર્ત, જાણો ઘરે વિસર્જન કરવાના ખાસ સ્ટેપ્સ

Published By: Bhushita

Last Updated: 08:29 AM, 19 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અનંત ચતુર્દશીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, આ દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાય છે અને સાથે તેમને ઘરમાં વિસર્જિત કરવા માટે કયા ખાસ મૂહૂર્ત છે તે પણ જાણી લેવું જરૂરી છે.

  • આજે અનંત ચતુર્દશી
  • આ ખાસ મૂહૂર્તમાં કરો ગણેશજીને વિદાય
  • આ સરળ રીતે કરી શકશો ગણેશજીની પૂજા અને વિસર્જન

જાણીતા જ્યોતિષાચાર્યના અનુસાર આઝે એટલે કે રવિવારે ગણેશ પ્રતિમાના વિસર્જન કરવા માટેના 3 ખાસ મૂહૂર્ત છે. 

  • સવારે - 9થી 12 વાગ્યા સુધી
  • બપોરે - 1.30થી 3 વાગ્યા સુધી
  • સાંજે - 6 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી

ધ્યાન રાખો કે તમે ગણેશજીને સૂર્યાસ્ત પહેલા વિસર્જિત કરી શકો. જો સૂર્યાસ્ત સુધી પ્રતિમા વિસર્જિત ન થઈ શકે તો બીજા દિવસે તેને વિસર્જિત કરી લેવી. વિસર્જન પહેલા ગણેશજીનું વિધિવત પૂજન કરવું જરૂરી છે.  

પૂજન માટે આ વસ્તુઓ રહેશે જરૂરી

  • તાંબાનો લોટો
  • ગંગાજળ
  • પંચામૃત
  • મૌલી
  • વસ્ત્ર
  • ચંદન
  • ચોખા
  • જનોઈ
  • અબીલ
  • ગુલાલ
  • કંકુ
  • અષ્ટગંધા
  • હળદર
  • મહેંદી
  • અત્તર
  • હાર- ફૂલ
  • દુર્વા
  • ઘીનો દીવો
  • ધૂપ બત્તી
  • સિઝનલ ફ્રૂટ
  • ગોળ
  • મોદક, લાડુ કે કોઈ મિઠાઈ
  • ડ્રાયફ્રૂટ્સ
  • પાન
  • લવિંગ - એલચી

આ રીતે સરળ રીતે કરો ગણેશજીની પૂજા

 

  • અનંત ચતુર્દશીના દિવસે સ્નાન કરીને ઘરના મંદિરમાં ગણેશજીની સામે પૂજા કરવાનો સંકલ્પ કરો. 
  • સંકલ્પ બાદ ભગવાન ગણેશને ગંગાજળ ચઢાવો. જનોઈ પહેરાવો અને વસ્ત્ર, લાલ દોરો અર્પણ કરો. 
  • અબીલ, ગુલાલ અને કંકુની સાથે ચંદન, સિંદુર, અત્તર, ફળ અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો. 
  • ગણેશ મંત્ર શ્રી ગણેશાય નમઃ બોલવાની સાથે દુર્વાની 21 ગાંઠને ભગવાનને ચઢાવો. મોદક, લાડુ અને અન્ય મિઠાઈનો ભોગ લગાવો.
  • કપૂર સળગાવો. દીવો અને અગરબત્તી કરીને ભગવાનની આરતી કરો. 
  • ભગવાની પૂજામાં ગણેશ ઉત્સવમાં અજાણતા થયેલી ભૂલો માટે માફી માંગો અને પૂજા બાદ પ્રસાદને વહેંચી દો. 
  • આ રીતે ગણેશ પૂજા બાદ સાફ પાણી ભરો. 
  • જળમાં દરેક તીર્થના અને પવિત્ર નદીના આહ્વાહન કરો. તેમાં ફૂલ, ચોખા, કંકુ ઉમેરો. આ પછી ગણેશજીનો  મંત્ર બોલવાની સાથે ગણેશજીની પ્રતિમાને જળમાં વિસર્જિત કરો.
  • પાણીમાં માટીની પ્રતિમા ઓગળી જાય તો તે માટી ઘરના કુંડામાં મિક્સ કરી લો, તેમાં કોઈ પણ છોડ લગાવી શકો છો. 
  • અનંત ચતુર્દશીએ જરૂરિયાત વાળા લોકોને ધન અને ભોજનનું દાન કરો. આ પછી સ્વયં ભોજન ગ્રહણ કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

Dharma Ganesh Visarjan Ganesh puja Shubh muhurat anant chaturdashi અનંત ચતુર્દશી ગણેશજી પૂજા મૂહૂર્ત વિસર્જન ganesh puja on anant chaturdashi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ