આ વખતે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીએ ઉજવાશે કે 15 જાન્યુઆરીએ તેને લઇ અમુક લોકો દુવિધામાં છે. આ તહેવાર સૂર્યની ગતિ સાથે સીધો સંબંધ ધરાવે છે આથી તેની તારીખ થોડી બદલાય છે. પણ જ્યોતિષીય ગણતરીઓ અને પંચાંગનું સચોટ મૂલ્યાંકન આ મૂંઝવણ દૂર કરી શકે છે. ચાલો જાણીએ કે વર્ષ 2026 માં મકરસંક્રાંતિ ક્યારે ઉજવાશે અને તેની પાછળનું કારણ શું છે.
- 2026માં મકરસંક્રાંતિની તારીખ
પંચાંગ અને જ્યોતિષીય ગણતરીઓ મુજબ મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી, બુધવારના રોજ ઉજવાશે. સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં ગોચરને 'મકરસંક્રાંતિ' કહેવાય છે. સૂર્ય 14 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરે છે આથી આ દિવસે મકરસંક્રાંતિ ઉજવવી એ શાસ્ત્રો અનુસાર છે. કેલેન્ડર મુજબ મકરસંક્રાંતિ બુધવાર 14 જાન્યુઆરી 2026 ના રોજ ઉજવાશે.
- પુણ્ય કાલ અને મહા પુણ્ય કાલ
મકરસંક્રાંતિના દિવસે સ્નાન, દાન અને પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. પુણ્ય કાલ અને મહા પુણ્ય કાલ દરમિયાન આ કાર્યો કરવાથી અનેક ગણા વધુ લાભ મળે છે.
- પુણ્ય કાલ સમય અવધિ
મકરસંક્રાંતિ પુણ્ય કાલ: 2 કલાક અને 32 મિનિટ, બપોરે 3:13 થી 5:45 વાગ્યા સુધી રહેશે.
- મકરસંક્રાંતિ મહા પુણ્ય કાલ
1 કલાક અને 45 મિનિટ, બપોરે 3:13 થી 4:58 વાગ્યા સુધી રહેશે. મહા પુણ્ય કાલ સૌથી શુભ સમય છે તે દરમિયાન સ્નાન, દાન, તર્પણ અને પૂજા કરવી ખૂબ જ ફળદાયી મનાય છે.
- મકરસંક્રાંતિનું ધાર્મિક મહત્વ
મકરસંક્રાંતિનો તહેવાર સૂર્ય દેવને સમર્પિત છે. એવી માન્યતા છે કે, આ દિવસે સૂર્ય દેવ તેમના પુત્ર શનિદેવને તેમના ઘરે (મકર) મુલાકાત લેવા જાય છે. આથી આ દિવસ પિતા અને પુત્રના મિલનનું પ્રતીક પણ મનાય છે.
- ઉત્તરાયણની શરૂઆત
આ દિવસથી સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં જાય છે. ઉત્તરાયણને દેવતાઓનો દિવસ માનવામાં આવે છે, જેમાં શુભ કાર્યોની શરૂઆત થાય છે.

- સ્નાન અને દાનનું મહત્વ
આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દાન કરવાથી જીવનમાં મોક્ષ અને સુખ અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે તલ, ગોળ, ખીચડી અને ધાબળાનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
- પતંગ ઉત્સવ
ગુજરાતમાં આ દિવસને 'ઉત્તરાયણ' પણ કહેવામાં આવે છે અને પતંગ ઉડાડવાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. બીજા રાજ્યોમાં પતંગ ઉડાવવામાં આવે છે.
- તારીખને લઇ મૂંઝવણ કેમ?
અમુક વાર મકરસંક્રાંતિની તારીખ અંગે મૂંઝવણ ઊભી થાય છે કેમ કે સૂર્ય લગભગ દર વર્ષે 14 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરે છે. પણ દર ચાર વર્ષે એકવાર સૂર્યનો પ્રવેશ મોડી સાંજે અથવા રાત્રે થાય છે આથી મકરસંક્રાંતિ બીજા દિવસે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. પણ વર્ષ 2026માં સૂર્યનું ગોચર 14 જાન્યુઆરીએ થશે આથી તે દિવસે જ મકરસંક્રાંતિ ઉજવવામાં આવશે.
(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદાર vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ