ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
જોકે, આ રાજદ્વારીઓને અસ્થાયીરૂપે અથવા કાયમી ધોરણે પાકિસ્તાન છોડી દીધું છે કે કેમ તે હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. તે જ સમયે, પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાને પણ પાકિસ્તાને ભારત પરત જવા કહ્યું હતું.
ADVERTISEMENT
દ્વિપક્ષીય વ્યાપાર પર લગાવી રોક
જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન છંછેડાયું છે. પાકિસ્તાને ભારત સાથેના રાજદ્વારી સંબંધોમાં ઘટાડો કર્યો છે. રાષ્ટ્રીય સુરક્ષ સમિતિ (NSC)ની બેઠક બાદ પાકિસ્તાને નિર્ણય કરતા ભારત સાથેના દ્વિપક્ષીય વ્યાપાર પર રોક લગાવી દીધી છે.
ADVERTISEMENT

આ સાથે પાકિસ્તાને ભારત સાથે તમામ વ્યાપારી સંબંધો તોડી નાંખ્યા છે. જ્યારે હવે પાકિસ્તાન ભારત સાથે દ્વિપક્ષીય સમજુતીની સમીક્ષા કરશે. સાથે જ કાશ્મીર મામલાને યૂએનમાં લઇ જવાની પાકિસ્તાને ધમકી આપી છે.ન્યૂઝ એજન્સી એએફપી મુજબ પાકિસ્તાને ભારતના રાજદૂતને નિષ્કાસિત કર્યા છે.
ADVERTISEMENT
સમજૌતા એક્સપ્રેસ પર પ્રતિબંધ લગાવી દીધો
જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન હલબલી ઉઠ્યું છે. પાકિસ્તાને હવે સમજૌતા એક્સપ્રેસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ જાણકારી પાકિસ્તાન મીડિયાના હવાલાથી આવી રહી છે. આ પહેલા પાકિસ્તાને ભારત સાથેના રાજનૈતિક સંબંધોમાં પણ ઘટાડો કરી દીધો છે.
ADVERTISEMENT
પાકિસ્તાને બંધ કર્યા વાયુમાર્ગ
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા સંવિધાનની કલમ 370ને ખતમ કરવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવગ્રસ્ત વાતાવરણ સર્જાઇ ગયા બાદ ઇસ્લામાબાદે ભારતીય વિમાનોને માટે 9 વાયુમાર્ગોમાંથી ત્રણ માર્ગ બંધ કરી દીધાં છે. પાકિસ્તાન દ્વારા આ વર્ષે બીજી વાર લેવામાં આવેલ નિર્ણયથી રાષ્ટ્રીય વિમાનની કંપની એર ઇન્ડીયાની યૂરોપ, અમેરિકા અને મધ્ય એશિયા સહિત અન્ય સ્થાનો પર જનારી ફ્લાઇટ પ્રભાવિત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT