ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 1-year-old girl dies due to corona in Palsan, Surat

કરૂણાંતિકા / નાના બાળકોના માતાપિતા માટે ચિંતાજનક કિસ્સો, માત્ર એક વર્ષની બાળકીનું કોરોનાનાં કારણે મોત થતાં હડકંપ

Published By: Ronak

Last Updated: 11:09 AM, 24 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં એક વર્ષની બાળકીનું કોરોનાને કારણે મોત થયું છે. બાળકીના માતાપિતા કોરોના સંક્રમિત થયા હતા. જેાના કારણે બાળકી પણ સંક્રમિત થઈ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું.

ADVERTISEMENT

  • સુરતમાં કોરોનાને કારણે બાળકીનું મોત 
  • એક વર્ષની બાળકીને થયો હતો કોરોના 
  • માતા પિતા સંક્રમિત થતા બાળકી સંક્રમિત થઈ હતી 

કોરોનાના કેસ સતત રાજ્યમાં વધી રહ્યા છે. તેમા પણ ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. જોકે હવે તો બાળકો પણ સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે જે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. સુરતમાં એક વર્ષની બાળકીને કોરોના થયો હતો અને કોરોનાને કારણે બાળકીનું મોત થયું છે. 

સારવાર દરમિયાન બાળકીનું મોત 

ઘરમાં બાળકીના મોતને લઈને પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે. બાળકીના માતા પિતાને કોરોના થયો હતો. જેના કારણે બાળકી પણ સંક્રમણની ઝપેટમાં આવી ગઈ હતી. બાળકી સંક્રમિત થતા તેને હોસ્પિટલમાં સારવારા અર્થે ખસેડાઈ હતી પરંતુ સારવાર દરમિયાન બાળકીનું મોત થયું. 

સતત વધી રહ્યા છે ગુજરાતમાં કોરોનાના કેસ 

રાજ્યમાં કોરોના કેસ કુદકેને ભૂસકે સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 23,150 કેસ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપ્યો છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 8,332 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં1876 કેસ તો રાજકોટ શહેરમાં 1707 કેસ, વડોદરા શહેરમાં 2823 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 547 કેસ, ભાવનગર શહેરમાં 401 કેસ સામે આવતા જાણે કોરોના કેસોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ પેદા થઈ ચૂકી છે. તો  કોરોનાને લીધે 15 લોકોના મોત થયા છે. જ્યારે 10103 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 1,29, 875 સંખ્યા સુધી પહોંચી ગઈ છે

જિલ્લામાં કોરોના કેસોમાં ધરખમ વધારો

જો જિલ્લા પ્રમાણે કોરોના કેસોની વાત કરીએ તો અમદાવાદ આજે કુલ 8332 કેસ, સુરતમાં 2488 કેસ, વડોદરામાં 3790 કેસ, રાજકોટમાં 2029 કેસ, જુનાગઢમાં 156 કેસ,ભાવનગરમાં 436 કેસ, જામનગરમાં 730  કેસ, ગાંધીનગરમાં 874  કેસ નવા કેસ, વલસાડમાં 359  કેસ, ભરૂચમાં 448 કેસ, નવસારીમાં 240 કેસ, મોરબીમાં 373 કેસ, મહેસાણા 238 કેસ, આણંદમાં 565 કેસ, બનાસરકાંઠામાં 253 કેસ, કચ્છમાં 462  કેસ, ખેડામાં 169 કેસ, પાટણમાં 236  કેસ, સુરેન્દ્રનગરમાં 144 કેસ, નર્મદામાં 46 કેસ, દાહોદમાં 81 કેસ, પોરબંદરમાં 51 કેસ, સાબરકાંઠામાં 186 કેસ, અમરેલીમાં 213 કેસ, દ્વારકામાં 73 કેસ, તાપીમાં 87 કેસ, પંચમહાલમાં 74 કેસ, ગીર સોમનાથમાં 35 કેસ, મહીસાગરમાં 20 કેસ, ડાંગમાં 8 કેસ, અરવલ્લી જિલ્લામાં 12 કેસ, બોટાદમાં 16 કેસ, છોટા ઉદેપુરમાં 8 કેસ નોંધાયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

1 year old girl 1 વર્ષની બાળકી Corona dead surat કોરોના મોત સુરત Corona in Surat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ