બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / બિઝનેસ / zypp electric tsaw drones delivery airspace swiggy zomato online food order

સારું કહેવાય / વાહ જોરદાર! ઓનલાઈન ઓર્ડર કરશો તો ડ્રોનથી આવશે જમવાનું, આ 5 શહેરમાં તૈયારીઓ પુરજોશમાં

Premal

Last Updated: 06:20 PM, 10 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે સ્વિગી અથવા ઝોમેટોમાંથી ખાવાનુ ઓર્ડર કરો છો અને થોડા સમય બાદ તમારી બારી પર ડ્રોન દસ્તક આપે તો ચોંકશો નહીં. એટલું જ નહીં, કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોર પરથી તમે કોઈ સામાન ઓર્ડર કરશો તો તેને ઘરે પહોંચાડવા માટે ડ્રોન આવી શકે છે. ડ્રોન અંતિમ તબક્કા સુધી ડિલીવરી માટે કંપનીઓ પોતાની તૈયારી પૂર્ણ કરવામાં લાગી છે.

  • જો તમે ખાવાનુ મંગાવો અને ડ્રોનથી આવે તો ચિંતા ના કરતા
  • કંપની ડ્રોનને લોજિસ્ટિક્સ સેક્ટરમાં ઉતારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર
  • કંપની અત્યારે પહેલા તબક્કામાં 200 ડ્રોન માર્કેટમાં ઉતારશે

આ શહેરોમાં 200 ડ્રોન ઉતારી રહી છે આ કંપની

લાસ્ટ માઇલ ડિલીવરી કંપની Zypp Electric એ ગયા અઠવાડિયે જણાવ્યું કે તે ડ્રોન લોજિસ્ટિક્સ સેક્ટરમાં ઉતારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અત્યાર સુધી ઇલેક્ટ્રીકલ વ્હીકલ દ્વારા ડિલીવરી કરી રહેલી કંપનીએ ડ્રોનથી સામાન પહોંચાડવા માટે TSAW Dronesની સાથે હાથ મિલાવ્યો છે. કંપની અત્યારે પહેલા તબક્કામાં 200 ડ્રોન માર્કેટમાં ઉતારવાની છે. આ ડ્રોન અત્યારે દિલ્હી-એનસીઆર, બેંગલુરૂ, હૈદ્રાબાદ, મુંબઈ અને પુણેમાં ડિલીવરી કરશે. 

ડિલીવરીમાં ઉપયોગી થશે આ ડ્રોન

મહત્વનું છે કે, TSAW Drones ડિલીવરી કરનારા ડ્રોન ડેવલપ કરે છે.  કંપની પહેલા જ કેટલાક ડ્રોન તૈયાર કરી ચૂકી છે. જેને ખાસ કરીને ડિલીવરી માટે ડેવલપ કરવામાં આવ્યાં છે. કંપનીની વેબસાઈટ પર ડિલીવરી ડ્રોનના 2 મૉડલની માહિતી આપવામાં આવી છે. પહેલુ મૉડલ Maruthi 2.0 છે, જે થોડા અંતરની ડિલીવરી માટે છે. તો બીજુ ડ્રોન Adarnaની ડિલીવરી રેન્જ 110 કિલોમીટર સુધી છે. આ બંને મૉડલ 5 કિલો સુધી ભાર ઉઠાવી શકે છે.

ડિલીવરી ડ્રોનમાં લગાવેલુ હશે સ્માર્ટ લૉકર

Zypp Electric એ જણાવ્યું કે અત્યારે ડિલીવરીમાં જેટલા ડ્રોન ઉતારવામાં આવ્યાં છે. તે દરેકમાં સ્માર્ટ લોકર લગાવેલા હશે. ડિલીવરી મંગાવનારા ગ્રાહકની પાસે એક ઓટીપી આવશે. જેને નાખીને સ્માર્ટ લોકરને ખોલી શકાશે. જેનાથી ડિલીવરી થતા સામાનની સુરક્ષા નિશ્ચિત થશે. ડ્રોન દ્વારા ડિલીવરી શરૂ થતાં લોકોના સમયની બચત પણ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ