બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / Zomato gets show cause notice from GST department, the case is more than 400 crores, know what is the whole case

બિઝનેસ / Zomatoને મળી GST વિભાગની કારણ દર્શાવો નોટિસ, 400 કરોડથી વધુનો છે કેસ, જાણો શું છે સમગ્ર મામલો

Megha

Last Updated: 11:09 AM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફૂડ ડિલવરી પ્લેટફોર્મ ઝોમાટો (Zomato)ને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા, ઝોમાટોને જીએસટી (GST) તરફથી 400 કરોડ કરતાં પણ વધુની કારણ જણાવો નોટિસ ફટકારવામાં આવી છે.

  • ઝોમાટો (Zomato)ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 
  • Zomatoને GSTતરફથી કારણ જણાવો નોટિસ ફટકારવામાં આવી. 
  • ઝોમાટો પાસેથી રૂ. 402 કરોડના બાકી ટેક્સની માંગ અંગે જવાબ માંગ્યો. 

ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનો સમય આવે તો લગભગ લોકોના મનમાં સૌથી પહેલા ઝોમાટો (Zomato) એપ્લિકેશન આવે, એવામાં હવે આ ફૂડ ડિલવરી પ્લેટફોર્મને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઝોમાટો (Zomato)ને જીએસટી (GST) તરફથી કારણ જણાવો નોટિસ ફટકારવામાં આવી છે. જીએસટી (GST)ની આ નોટિસ 400 કરોડ કરતાં પણ વધુની છે. 

કંપનીએ કહ્યું કે તેને આ GST નોટિસ 26 ડિસેમ્બરે મળી હતી. નોટિસમાં ઝોમાટો પાસેથી રૂ. 402 કરોડના બાકી ટેક્સની માંગ અંગે જવાબ માંગવામાં આવ્યો છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી ફર્મે સ્ટોક એક્સચેન્જોને જાણ કરી છે કે તેને GSTની કલમ 74(1) હેઠળ કારણ બતાવો નોટિસ મળી છે. 

ઝોમાટોએ કહ્યું કે કારણ બતાવો નોટિસમાં, કંપનીએ સમજાવવું પડશે કે 29 ઓક્ટોબર, 2019 થી 31 માર્ચ, 2022ના સમયગાળા માટે વ્યાજ અને દંડ સાથે રૂ. 401.70 કરોડની કથિત કર જવાબદારીની માંગ કેમ ન કરવી જોઈએ. Zomatoએ કહ્યું કે તે કારણ બતાવો નોટિસનો યોગ્ય જવાબ ફાઇલ કરશે.

GST વિભાગ ફૂડ ડિલિવરી કંપનીઓ પાસેથી ફૂડ ડિલિવરી ચાર્જના નામે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા ચાર્જ પર ટેક્સની માંગ કરી રહ્યું છે, ટેની સામે Zomato માને છે કે તે ડિલિવરી ચાર્જ પર કોઈ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર નથી. આ કારણ છે કે ડિલિવરી ચાર્જ ડિલિવરી ભાગીદારો દ્વારા એકત્રિત કરવામાં આવે છે. 

ગયા મહિને એવી માહિતી મળી હતી કે ડાયરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) એ Zomato અને Swiggyને ડિમાન્ડ નોટિસ મોકલી છે. જેમાં ઝોમેટોને રૂ. 400 કરોડનો બાકી ટેક્સ ચૂકવવા અને સ્વિગીને રૂ. 350 કરોડનો બાકી ટેક્સ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. અંદાજિત GST માંગની ગણતરી દરેક ફૂડ ઓર્ડર પર બંને કંપનીઓ દ્વારા મેળવેલા ડિલિવરી ચાર્જના આધારે કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ