બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Relationship / zodiac signs who make the most dominating partners

રિલેશનશીપ / આ રાશિઓના છોકરાઓ પોતાની પ્રેમિકા પર દેખાડે છે રૂઆબ

Krupa

Last Updated: 02:50 PM, 6 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક લોકાના રિલેશનશીપમાં બધુ યોગ્ય ચાલે એવું જરૂરી હોતું નથી. દરેક રિલેશનમાં ઊતાર ચઢાવ આવતા રહે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે સંબંધને સાચી રીતે આગળ વધારવા માટે પુરુષો ખોટું બોલે છે. તો ક્યારેક પોતાની પ્રેમિકા અને પત્ની પર હાવી રહે છે.

કોઇ પણ રિલેશનશિપમાં સફળ થવા માટે પાર્ટનરની વચ્ચેની કેમેસ્ટ્રી મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા પાર્ટનરનું સમ્માન કરો છો તો તમારી વચ્ચેના સંબંધ વધારે ગાઢ થાય છે. અમે અહીંયા તમને જણાવી રહ્યા છીએ કે કઇ રાશિના લોકો પોતાના પાર્ટનર પર કોઇના કોઇ રૂપે હાવી રહે છે. આ રાશિઓના લોકો રિલેશનશીપમાં પત્ની, પ્રેમિકા અને ગર્લફ્રેન્ડ પર રૂઆબ દેખાડે છે. 

સિંહ રાશિ
સિંહ રાશિના પુરુષો પોતાની પ્રેમિકા અને પાર્ટનર પર હાવી રહે છે. આ રાશિના લોકો બીજાનું ધ્યાન આકર્ષિત કરવામાં માહિર હોય છે. જો તમે પણ સિંહ રાશિના જાતક છો તો તમે તમારા રિલેશનશીપમાં તમારા પાર્ટનર અને ગર્લફ્રેન્ડ પર હાવી રહેશો. 

ધન રાશિ
આ રાશિના જાતક સ્વભાવથી ઘુમક્કડ હોય છે. આવા જાતક સ્વતંત્રતામાં માનનારા હોય છે. પરંતુ પ્રેમ અને સંબંધમાં આ રાશિના લોકો પોતાના પાર્ટનર પર હાવિ રહે છે. 

વૃશ્ચિક રાશિ
સિંહ અને ધન રાશિની જેમ વૃશ્ચિક રાશિના જાતક પણ પોતાના પાર્ટનર પર હાવી રહે છે. વૃશ્ચિક રાશિના લોકો પોતાના કામમાં આવનાર અને મદદ કરનાર લોકોને ક્યારેય ભૂલતા નથી. આ રાશિના લોકો પ્રેમ અને રિલેશનશીપમાં સાથીને નિયંત્રણ કરવાના પક્ષમાં રહે છે. આ જ કારણ છે કે ઘણી વખત આ રાશિના લોકોના રિલેશનશીપ વધારે ટકતા નથી. 

મકર રાશિ
મકર રાશિના લોકો અનુશાસન પ્રિય હોય છે. એવા લોકો પોતાના જીવનને પોતાની જ શૈલીમાં જીવવાનું પસંદ કરે છે. અનુશાસન પ્રિય હોવા છતાં પણ એમના પાર્ટનર અને પ્રેમિકા પર હાવી રહે છે. આ રાશિના લોકોને પ્રેમમાં પોતાના પાર્ટનરને નિયંત્રણ કરવાનું પસંદ હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle relationship zodiac signs રાશિ રિલેશનશીપ Relationship
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ