બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Zarkhand godda leaving laborer husband nurse wife marries boyfriend in delhi

ભારે કરી! / અઢી લાખની લોન લીધી, ફીસ ભરી નર્સ બનાવી... કોલેજ પૂરી થતાં જ શ્રમિક પતિને છોડી પ્રેમી સંગ ભાગી ગઈ પત્ની

Arohi

Last Updated: 01:48 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Nurse Wife Marries Boyfriend: શ્રમિક પતિએ પોતાની પત્નીને ભણાવવા માટે શહેરના એક નર્સિંગ કોલેજમાં એડમિશન કરાવ્યું હતું. અભ્યાસના છેલ્લા વર્ષમાં જ પત્ની પોતાના બોયફ્રેન્ડ સાથે ફરાર થઈ ગઈ અને દિલ્હીમાં આવીને લગ્ન કરી લીધા.

  • પત્નીને ભણાવવા પતિએ લીધી લોન 
  • નર્સિંગ કોલેજમાં કરાવ્યું એડમિશન 
  • અભ્યાસ પતાવી બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ પત્ની

ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં 'પતિ-પત્ની અને વો'નો અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. પોતાની જીવથી વ્હાલી પત્ની પ્રિયા કુમારીને શ્રમિક પતિએ 2.5 લાખ રૂપિયાનું દેવુ લઈને નર્સનો અભ્યાસ કરાવ્યો જેથી પત્ની અને તેના પરિવારનું ભવિષ્ય સુધરી શકે. નર્સિંગના અભ્યાસ બાદ તેની પત્નીએ પોતાના શ્રમિક પતિ સાથે બેવફાઈ કરી. 

નર્સિંગના અંતિમ વર્ષમાં પહોંચીને પત્ની પ્રિયા કુમારીએ પતિને દગો આપ્યો અને બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ. બોયફ્રેન્ડ સાથે દિલ્હીના એક મંદિરમાં લગ્ન કરી લીધા. લગ્નના ફોટો તેણે અલગ અલગ લોકોના માધ્યમથી પોતાના પતિ ટિંકૂ યાદવ સુધી પહોંચાડ્યા. 

પત્ની પ્રિયા કુમારીના તેના બોયફ્રેન્ડ દિલખુશ રાઉત સાથે લગ્નના ફોટો જોઈને પીડિત પતિ ટિંકૂ કુમાર યાદવના પગ તળેથી જમીન ખસી ગઈ. પતિ ટિંકૂ કુમાર યાદવને વિશ્વાસ ન થયો કે જે પત્નીને શિક્ષિત બનાવવા માટે તેણે લાખો રૂપિયાનું દેવું કર્યું તે પત્નીએ દગો આપીને બોયફ્રેન્ડ સાથે ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા. 

પીડિત પતિએ પોલીસમાં દાખલ કર્યો કેસ 
આ સંમગ્ર મામલા પર પીડિત પતિ ટિંકૂ કુમાર યાદવે જણાવ્યું કે 19 સપ્ટેમ્બરે તેમની પત્ની ઘરેથી ગુમ થઈ ગતી. કોઈ અનહોની થવાની આશંકાને જોતા ગોડ્ડા જિલ્લાના નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો. તપાસ કરતા જાણકારી મળી કે તેની પત્ની પ્રિયા કુમારી કોઈ દિલખુશ રાઉત નામના યુવક સાથે ભાગી ગઈ છે. 

પત્નીના અભ્યાસમાં ખર્ચ કરેલા પૈસાની વાપસીની માંગ 
ટિંકૂને ખબર પડી કે બન્ને ભાગીને દિલ્હી પહોંચી ગયા છે. ત્યાંના કોઈ મંદિરમાં લગ્ન કરી લીધા છે. તેના ફોટો સોશિયલ મીડિયાની સાથે સાથે અન્ય સ્ત્રોતથી ટિંકૂ સુધી પહોંચાડ્યા. ત્યાર બાદ પીડિત પતિ ટિંકૂ યાદવે પોલીસની પાસે પહોંચીને ન્યાયની અપીલ કરી. સાથે જ પીડિત પતિએ ફ્રોડ પત્ની પાસેથી અભ્યાસમાં ખર્ચ થયેલા લાખો રૂપિયા પરત આપવાની માંગ કરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ