ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Yuvraj Singh Jadeja on Department of Energy, Recruitment Scam
ADVERTISEMENT
ADVERTISEMENT
આગામી સમયમાં ઊર્જા વિભાગની ભરતીમાં કથિત કૌભાંડ મુદ્દે આંદોલન ઉગ્ર બની શકે છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ અંગે CBI તપાસની માગણી કરી છે. યુવરાજસિંહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખતા કહ્યું છે કે ઉર્જા વિભાગમાં ભરતી માલમે CBI તપાસ કરવામાં આવે, એટલું જ નહીં યુવરાજસિંહે આગામી કાર્યક્રમો પણ જાહેર કર્યા છે. જે અંતર્ગત તેઓ 14મી જાન્યુઆરીએ બેરોજગાર યુવા પતંગ મહોત્સવ ઉજવશે, સાથે જ ગુજરાતના યુવાનો સાથે મળીને વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખશે.
AAP નેતા યુવરાજસિંહે CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
ADVERTISEMENT
CBI તપાસની માંગ કરતા યુવરાજસિંહે જણાવ્યું છે કે ઊર્જા વિભાગમાં કૌભાંડની તપાસ ઉર્જા વિભાગના અધિકારીઓને જ આપવામાં આવી છે. જેથી નિષ્પક્ષ તપાસ થાય તે માટે અમે CBI તપાસની માગ કરી છે. આ ઉપરાંત યુવરાજસિંહે 2014 પછી થયેલી તમામ ભરતીમાં થયેલા કૌભાંડના આક્ષેપ મુદ્દે પણ CBI તપાસની માગણી કરી છે. યુવરાજસિંહે કહ્યું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ન થાય તે માટે CBI તપાસ થવી જોઈએ. તેના માટે તેમણે પંચાયતથી પાર્લામેન્ટ સુધી રજૂઆતની પણ તૈયારી દર્શાવી છે.
ઉર્જા વિભાગમાં ભરતી મામલે CBI તપાસની માંગ કરી
ADVERTISEMENT
ગઈ કાલે પણ સ્પર્ધાત્ક પરીક્ષા અંગે AAP નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા મોટું નિેવેદન આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે એવું કહ્યું કે ઉર્જા વિભાગની ભરતીમાં પરિવારવાદ અને સગાવાદનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમા ઈટલા પ્રાથમિક શાળાના 3 વ્યક્તિઓ મુખ્ય હોવાની તેમણે વાત કરી છે. જેને લઈને હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ઓળખાણ વાદથી લોકો નોકરીએ લાગ્યા: યુવરાજસિંહ જાડેજા
ADVERTISEMENT
શિક્ષક દિલીપ પટેલના સગા વિજય પટેલની ભરતી કરવામાં આવી તેવા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા છે. સાથેજ તેમણે એવું નામ સાતે ઉલ્લેખ કરતા કહ્યું કે શ્વેત પટેલ વચેટીયાની ભૂમિકામાં છે ઉપરાંત કૃપલબેન અને હેતશી પટેલ પણ ઓળખાણ વાદથી લાગેલા છે. વધુંમાં તેમણે શિખા પટેલ જેટકોમાં નોકરી કરે છે તે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
દિલીપ પટેલ અને અરવિંદ પટેલ મુખ્ય સૂત્રધાર
ADVERTISEMENT
સમગ્ર મામલે દિલીપ પટેલ અને અરવિંદ પટેલ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. જેઓ ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે સેટિંગ કરવા છે. સાથેજ તેમણે કહ્યું કે અધિકારીઓના નામ પણ મળ્યા છે પરંતુ તેઓ ક્રોસ વેરિફાઈડ કરીને નામ જાહેર કરશે. એમડી સહિતની પોસ્ટ પર રહેલા કુલ 108 લોકોના નામ સામે આવ્યા છે કે જેઓ ખોટી રીતે નોકરીએ લાગ્યા છે.
45 સગાઓને નોકરીએ લગાવ્યા
ADVERTISEMENT
યુવરાજ સિંહ જાડેજાના કહેવા પ્રમાણે દિલીપ પટેલના બે સગા થર્મલ સ્ટેશનમાં જોબ કરે છે. સમગ્ર મામલે તેમણે એવા ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે તેમણે 45 જેટલા સગાઓને નોકરી લગાવ્યા છે. સાથેજ તેમણે ભરતી કૌભાંડ મામલે મહત્વની ભૂમિકા ભજવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
ઓનલાઈન પરિક્ષામાં પણ સેટીંગનો ઉલ્લેખ
મહેન્દ્ર ઉર્ફે મયો ના નામ સાથે ઉલ્લેખ કરીને કહ્યું કે તે વહીવટી તરીકે કામ કરે છે. સાથેજ એકજ વ્યક્તિના ઓળખાણ પર દરેક લોકોને નોકરી આપવામાં આવે છે અને ખોટી રીતે ભરતી કરવામાં આવી રહી છે તે વાતનો તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે ઓનલાઈન એક્ઝામમાં પણ સેટિંગ થતા હોય છે.
એક વ્યક્તિ 5 ફોર્મ ભરે છે
યુવરાજ સિંહે લગાવેલા આક્ષેપો પ્રમાણે એક વ્યક્તિ 5 ફોર્મ ભરે છે અને જ્યા સેટિંગ થાય ત્યા જઈને તે પરીક્ષા આપતો હોય છે. અરવિંદ પટેલના નામનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમણે પોતાના 45 સગાઓને નોકરી અપાવી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે મે જેમના જેના નામ આપ્યા છે તેના પુરાવાઓ પણ મારી પાસે છે.
મુખ્યમંત્રીને તપાસ કરવા અપીલ
સમગ્ર મામલે તેમણે એવું કહ્યું કે નામ, નોકરી સ્થળ, ઓડિયો ક્લીપ તેમજ કેટલા રૂપિયાની લેણદેણ થઈ તે તમામ વિગતો મારી પાસે છે જેથી તેમણે આ મામલે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીને તપાસ કરાવવા અપીલ કરી છે. જેમા તપાસ એજન્સીની રચના કરીને તપાસ કરાવાની વાત કરવામાં આવી છે.
8 કરોડની સંપત્તીની તપાસ કરવા માગ
યુવરાજસિંહે દિલીપ ભાઈ ડાહ્યા પાસે જે સંપત્તી છે તેની તપાસ કરવાની માગ કરી છે. કુલ 8 કરોડની સંપત્તિ તેમની પાસે ક્યાંથી આવી તેની ખાસ તપાસ કરવાંમાં આવે. હેડ ક્લાર્ક પરિક્ષામાં પણ પિનાકીન બારોટનું નામ આવ્યુ હતું જેથી તેમણે કહ્યું કે પિનાકીન બારોટ પણ ઉર્જા વિભાગના ભરતી કૌભાંડ સાથે સંકળાયેલા હતા.
આંગડિયા મારફતે 15 લાખ આપવામાં આવ્યા
યુવરાજ સિંહે સમગ્ર મામલે એવું પણ કહ્યું કે MGVCLની ભરતીમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમા વડોદરા ખાતે 8 લાખ રૂપિયા લઈને જેટકોની ભરતીમાં નોકરી અપાવવાની વાત કરી હતી. જે બાબતની તેમની પાસે વોટ્સએપ ચેટ અને નાણાકીય લેવડ દેવડના પણ પુરાવાઓ છે. આંગડીયા મારફતે 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા તે વાતનો પણ યુવરાજ સિંહે ઉલ્લેખ કર્યો છે.
જે સમાજના નામ લીધા તેમની માફી માગી
યુવરાજ સિંહ જાડેજાએ માફી માગતા કહ્યું કે મે જે પણ સમાજના નામ લીધા હતા તેમની હુ માફી માગું છું સાથેજ તેમણે કહ્યું કે મારો કોઈ સમાજને બદનામ કરવાનો હેતુ ન હતો. તેમણે કહ્યું કે સરકારને યોગ્ય પગલા લેવા અપીલ કરવી જોઈએ અને બધાએ સાથે મળીને લાભ લેવી જોઈએ કારણકે ઉપર સુધી રૂપિયા પહોચે છે.
જે એજન્સીને કામ સોંપાય છે ત્યાજ કૌભાંડ થયું
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે યુવરાજ સિંહે એવા આક્ષેપ લગાવ્યા છે કે જે એજન્સીને કામ સોંપાય છે ત્યાજ કૌભાંડ થઈ રહ્યું છે. સાથેજ તેમણે કહ્યું કે કોમ્યુટરો જપ્ત કરાયા હોત તો પુરાવા મળી શકતા હાલ કમ્યુટર સેટિંગના સીધા પુરાવાઓ નથી મળ્યા. વધુમાં તેમણે કહ્યું કે સેટિંગ કરેલા ઉમેદવારના કમ્પ્યુટરમાં ચીપ લગાવેલી હોય છે. સમગ્ર મુદ્દે તેમણે સીબીઆઈની ટીમ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ કરીછે. સાથેજ તેમણે કહ્યું આયકર વિભાગની ટીમે પણ કુલ સંપત્તિની તપાસ કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ