બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Yuvraj Singh got angry over KKR's Rinku Singh's batting, vents his anger on Twitter

IPL 2023 / KKRના રિંકુ સિંહની બેટિંગ પર ભડક્યો યુવરાજ સિંહ, ટ્વિટર પર ઠાલવ્યો ગુસ્સો

Megha

Last Updated: 01:37 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KKR માટે ખરાબ બેટિંગ કરતી વખતે રિંકુ સિંહ આઉટ થયા પછી યુવરાજ પોતાને કાબૂમાં રાખી શક્યો ન હતો અને તેને ટ્વિટ કરીને રિંકુની ક્લાસ લગાવી હતી.

  • KKRના રિંકુ સિંહ પાસે ચાહકોને ઘણી આશા હતી 
  • મેચના અંતમાં ચાહકોની આશાઓ પર પાણી ફરી વળ્યું
  • યુવરાજ સિંહે ટ્વિટ કરીને રિંકુની ક્લાસ લગાવી

આઈપીએલની 16 મી સિઝન ચાલી રહી છે એવામાં ગઇકાલે એટલે કે ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે લો સ્કોરિંગ રોમાંચક મેચ રમાઈ હતી અને આ મેચમાં દિલ્હી કેપિટલ્સે છેલ્લા બોલ પર મેચ જીતી લીધી હતી. મેચ વિશે વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા KKRએ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 127 રન બનાવ્યા હતા અને આ દરમિયાન KKRનો કોઈપણ બેટ્સમેન કંઈ ખાસ કમાલ બતાવી શક્યા નહતા. આ સાથે જ KKRની ઈનિંગ્સ ફિક્કી પડી રહી હતી ત્યારે ટીમના ચાહકોને ફરી એકવાર રિંકુ સિંહ પાસેથી ઘણી આશાઓ જાગી હતી પણ ચાહકોની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. 

ગઇકાલની એ મેચમાં રિંકુ સિંહ રન બનાવી શક્યો નહોતો અને રિંકુ ખરાબ શોટ રમતા અક્ષર પટેલના હાથે કેચ આઉટ થયો હતો. આ સાથે જ એ મેચમાં રિંકુની ઇનિંગ જોતાં ભૂતપૂર્વ ભારતીય ખેલાડી યુવરાજ સિંહે તેના પર ભડક્યો હતો. KKR માટે ખરાબ બેટિંગ કરતી વખતે રિંકુ સિંહ આઉટ થયા પછી યુવરાજ પોતાને કાબૂમાં રાખી શક્યો ન હતો અને તેને ટ્વિટ કરીને રિંકુની ક્લાસ લગાવી હતી. 

રિંકુ સિંહ સિવાય યુવરાજે મનદીપની પણ ક્લાસ લગાવી હતી. આ વિશે વાત કરતાં તેને ટ્વિટર પર લખ્યું હતું લે "આ સ્થિતિમાં મનદીપ અને રિંકુ સિંહ જે રીતે રમ્યા તેનાથી હું ખુશ નથી ભલે તમારો આત્મવિશ્વાસ ગમે તેટલો ઊંચો હોય પણ જ્યારે વિકેટો પડી રહી હોય ત્યારે ભાગીદારી દરેક જોખમને ઓછું કરી દે છે. તમારે ODIની જેમ 15 ઓવર સુધી બેટિંગ કરવાની જરૂર હતી. કારણ કે આખરે રસેલ બેટિંગ કરવા ઉતરવાનો હતો. ' યુવરાજના આ ટ્વીટથી સ્પષ્ટ છે કે તે રિંકુ સિંહની બેટિંગથી બિલકુલ ખુશ નથી.

ગઇકાલની એ મેચમાં દિલ્હી કેપિટલ્સ અને KKR વચ્ચે રમાયેલી મેચમાં ટોસ જીતીને દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પહેલા બેટિંગ કરતા કોલકાતાની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં તમામ 10 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. નોંધનીય છે કે બીજી ઇનિંગમાં આ લક્ષ્યનો પીછો કરતી વખતે દિલ્હી કેપિટલ્સની ટીમ મુશ્કેલીમાં જોવા મળી હતી પણ દિલ્હીએ છેલ્લી ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દિલ્હીની ટીમે 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 128 રન બનાવીને મેચ જીતી લીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ