બ્રેકિંગ ન્યુઝ
VTV / Fashion & Beauty / Your skin can also worsen with the use of phones overnight
તાજેતરમાં મોબાઇલ ફોનનો ઉપયોગ લતમાં બદલાઇ ગયો છે. દિવસ હોય કે રાત જમતી વખતે, લોકોની સાથે બેઠા હોય ત્યારે, સુતી વખતે પણ લોકો ફોનનો ઉપયોગ બંધ કરતા નથી. તમારા મુરઝાયેલા ચહેરા પાછળ ફોનનો બહુ મોટો હાથ છે.
ADVERTISEMENT
તમારી આંખો ઉપર સમય કરતા પહેલા લાઇનિંગ, આંખોની નીચે કાળ ધબ્બા, ચહેરા પર ખીલ થઇ ચુક્યા હોય તો આખો દિવસ ફોન જોવાથી તેનાથી પણ ખરાબ સમય આવી શકે છે. એટલું જ નહીં આખો દિવસ ફોન સામે ચિપકી રહેવાથી આ મુસીબત 20 વર્ષની ઉંમરમા જ શરુ થઇ જાય છે.
શું કરવુ
ફોનનો ઉપયોગ ઘટાડો. સાથે સાથે થોડા થોડા સમયનો બ્રેક લો. ચહેરા પર એલોવીરા જેલ લગાવો. એલોવીરા જેલ લગાવીને 15 મિનિટ એમજ રાખીને ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો.
ADVERTISEMENT

ખીલ-ફોડલીઓ
તમારી આસપાસના બેક્ટેરિયા તમારા ફોનની સ્ક્રીન પર આવે છે. ફોન બેક્ટેરિયા માટે એક ચુંબકની જેમ કામ કરે છે. જ્યારે તમે તમારો ફોન ઉઠાવો છો અને તમારી ત્વચા પર રાખો છો ત્યારે બેક્ટેરિયા તમારી ત્વચા પર સ્થાનાંતરિત થાય છે.
ADVERTISEMENT
શું કરશો
ફોન કોલ લેવા માટે હેડફોન વાપરો. ફોનને હંમેશા માઇક્રોફાઇબરથી સાફ કરો. દિવસમાં એક વાપ તમે તેમ કરી શકો છો. બેંજોઇલ પેરોક્સાઇડ અને સૈલિસિલિક એસિડ જેવા ખીલ વિરોધી ઉત્પાદનોથી તમારો ચહેરો સાફ કરો.

ADVERTISEMENT
પીળી કે ભુરી ત્વચા
પીળી ત્વચાનો મતલબ એ ત્વચા સાથે છે જેણે પોતાનો પ્રાકૃતિક રંગ ગુમાવી દીધો છે. તેનાથી તમારી ત્વચા ભુરી કે પીળી દેખાય છે. ત્વચા ઢીલી પડવી ઉંમર વધવાનો સંકેત નથી. તમારા ફોનની સાથે વધુ સમય વિતાવવો તમને સુસ્ત બનાવી શકે છે અને તમારી ત્વચાને ભુરી બનાવે છે.
શું કરશો
સુવાના બે કલાક પહેલા સ્ક્રીનનો ઉપયોગ ન કરો અને આખો દિવસ તમારી જાતને સારી રીતે હાઇડ્રેડ કરતા રહો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.