બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / your shampoo genuine or fake These four tricks will help you
Ajit Jadeja
Last Updated: 05:08 PM, 12 April 2024
શેમ્પૂનો મુખ્ય ઉપયોગ માથુ ધોવા માટે થાય છે. પરંતુ ભૂલથી પણ ખોટો વિકલ્પ પસંદ કરવાથી ટાલ પડવાથી લઈને ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને જો શેમ્પૂ નકલી હોય તો તેનાથી નુકસાન ચોક્કસ થાય છે. માથાના હેરને સ્વચ્છ રાખવવા માટે અને તેને ખરતા અટકાવવા માટે આપણે વિવિધ પ્રકારના શેમ્પૂનો ઉપયોગ કરીએ છીએ. લોકો તેને વિવિધ જરૂરિયાતો અનુસાર પસંદ કરતા હોય છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરીયાત અનુસાર શેમ્પૂની પ્રોડક્ટને પસંદ કરે છે. પરંતુ આ પ્રોડક્ટ અસલી નહી હોય તો તમે ઇચ્છો એવું રીઝલ્ટ તમને નહી મળે અને શરીરમાં વાળને નુકશાન પણ થઇ શકે છે. તે ઉત્પાદન અસલી ન હોય તો તેઓ ઇચ્છિત પરિણામો મેળવી નહી શકો. આના કારણે ત્વચાને નુકસાન થાય છે, તો ડૉક્ટર પાસે જવાની જરૂર પડી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
શેમ્પૂ એક એવી વસ્તુ છે, જેમાં હાજર ઘટકો વાળ અને માથાની ચામડીને વધુ અસર કરે છે. શેમ્પૂનો આમ તો મુખ્ય ઉપયોગ માથુ ધોવા માટે થાય છે. પરંતુ ભૂલથી પણ ખોટો વિકલ્પ પસંદ કરવાથી ટાલ પડવાથી લઈને ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને જો શેમ્પૂ નકલી હોય તો તેનાથી નુકસાન ચોક્કસ થાય છે. આ વાત એટલા માટે કે તેની બનાવટ સમયે શું વપરાયુ છે. તે કેટલુ સુરક્ષિત છે. આ બધી વસ્તુ સમજવી નકલી પ્રોડક્ટમાં વધુ સરળ નથી. આ જ કારણને લઇને ખાસ ધ્યાન રાખવું પડે છે કે તમે જે શેમ્પૂ લઇ રહ્યા છો તે અસલી છે કે નકલી. વાસ્તવિક અને નકલી વચ્ચેના તફાવતને સમજવા માટે કેટલીક પદ્ધતિઓ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
નકલી પ્રોડક્ટનું ઉત્પાદન કરનારાઓ ગમે તેટલી સારી નકલ કરવા લાગે પરંતુ અસલી અને નકલીના પેકેજિંગમાં અંતર રહી જતુ હોય છે. અને આ તફાવતથી તમે અસલી પ્રોડક્ટને ઓળખી શકો છો. જેમ કે ફોન્ટમાં તફાવત, ઘટકોની વિગતો યોગ્ય રીતે છાપવામાં ન આવવી, સ્ટીકર વાંકાચૂકા લગાવવા, પ્રોડક્ટના લોગોના કદ અને આકારમાં તફાવત વગેરે પરથી તમે પ્રોડક્ટને ઓળખી શકો છો. જ્યારે તમે નવી પ્રોડક્ટ ખરીદો છો, ત્યારે તેના પેકેજિંગને ખૂબ જ ધ્યાનથી જુઓ. અને તે અસલી છે કે નકલી તે પારખી શકો છો.
જેન્યુઅલ કંપનીઓ હંમેશા તેમના ઉત્પાદનો માટે સારી ગુણવત્તાની બોટલ પસંદ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ડુપ્લીકેટ માલ બનાવનારાઓ એટલુ ધ્યાન આપતા નથી. આ જ કારણ છે કે તેના ફિનિશિંગથી લઈને જાડાઈ અને વજનમાં યોગ્ય ધ્યાન આપવામાં નથી આવતું. તમે તમારા હાથમાં બોટલ ઉપાડતા જ તમને તફાવત સ્પષ્ટપણે અનુભવાશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.