બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tips For Healthy Hair These things Mix With Shampoo

કારગર ઉપાય / શેમ્પૂ કરવાની આ રીત અપનાવી લેશો તો બિલ્કુલ વાળ નહીં ખરે, મૂળથી મજબૂત અને હેલ્ધી બનશે, જાણી લો

Noor

Last Updated: 01:22 PM, 20 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાળને એકદમ હેલ્ધી બનાવવા હોય તો શેમ્પૂમાં કેટલાક હેલ્ધી રસ મિક્સ કરીને વાળ ધોવાનું રાખો. જાણી લો રીત.

  • શેમ્પૂમાં રહેલા કેમિકલ્સ વાળને નુકસાન પહોંચાડે છે
  • આ ઉપાયથી વાળ સંબંધી પ્રોબ્લેમથી બચી શકાય છે
  • શેમ્પૂમાં ગ્રીન ટી મિક્સ કરીને લગાવવાથી વાળ ભરાવદાર બને છે

શેમ્પૂમાં રહેલા કેમિકલ્સ વાળને નુકસાન પહોંચાડે છે. આ નુકસાનકારક કેમિકલ્સની અસર ઓછી કરવા મધ, લીંબુનો રસ, ગુલાબજળ વગેરે નેચરલ વસ્તુઓ મિક્સ કરી શકો છો. તેનાથી વાળ સંબંધી પ્રોબ્લેમથી બચી શકાય છે. તેમજ વાળ ચમકદાર બને છે.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં એન્ટિ-ઓક્સિડેન્ટ્સ હોય છે જે ખરતા વાળ અટકાવે છે. શેમ્પૂમાં ગ્રીન ટી મિક્સ કરીને લગાવવાથી વાળ ભરાવદાર બને છે.

એલોવેરા જ્યૂસ

તેમાં નરિશિંગ પ્રોપર્ટી હોય છે. શેમ્પૂમાં એલોવેરા જ્યૂસ મિક્સ કરીને લગાવવાથી વાળમાં ખંજવાળની સમસ્યા દૂર થાય છે.

ઓલિવ ઓઇલ

તેમાં મોઇશ્ચરાઇઝિંગ પ્રોપર્ટી હોય છે જે વાળની ચમક વધારે છે. તેમજ શેમ્પૂમાં મિક્સ કરીને લગાવવાથી વાળ મજબૂત બને છે.

લીંબુનો રસ

તેમાં એન્ટિ-ઓક્સિડેન્ટ્સ અને વિટામિન સી હોય છે. શેમ્પૂમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે.

મધ

તેમાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને એમિનો એસિડ હોય છે. શેમ્પૂમાં મધ મિક્સ કરીને લગાવવાથી ખરતા વાળ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે.

આમળાનો રસ

તેમાં એન્ટિ-ઓક્સિડેન્ટ્સ અને વિટામિન સી હોય છે. તેને શેમ્પૂની સાથે મિક્સ કરીને લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે.

ગુલાબજળ

ગુલાબજળ એક બેસ્ટ કંડીશનર છે. શેમ્પૂમાં ગુલાબજળ મિક્સ કરીને લગાવવાથી વાળની ડ્રાયનેસ દૂર થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Healthy Hair Shampoo tips tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ