બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પાસપોર્ટ, આધાર કાર્ડ, LPG... એક જુલાઈથી બદલાઈ રહ્યા છે ઘણા નિયમ
Last Updated: 08:00 PM, 27 June 2026
1 જુલાઈ 2026 થી અનેક નિયમમાં બદલાવ થવાના છે. જેમાં સામાન્ય લોકોના ખિસ્સા પર પણ અસર થવાની છે. જેમાં પાસપોર્ટની પ્રોસેસ વધુ ખર્ચાળ બનશે. આધાર કાર્ડનો પણ નિયમ બદલાશે. આ નિયમોનું ઉલ્લંઘન કરવાથી દંડ પણ વધુ થશે. ચલોપ તેના વિષે જાણીએ.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે પાસપોર્ટ નિયમો 1980 માં સુધારો કર્યો છે, જેના કારણે 1 જુલાઈ 2026 થી પાસપોર્ટ પ્રક્રિયા વધુ ખર્ચાળ બનશે. જેમાં લોકોએ નવા કે ફરીથી ઇસ્યુ કરાયેલ પાસપોર્ટ માટે 1500 ને બદલે 2500 રૂપિયા ખર્ચ કરવા પડશે. તત્કાલ પાસપોર્ટ ફી 3500 રૂપિયા થી વધારીને 5000 રૂપિયા કરવામાં આવી છે. આ ફી માળખું 36 પાનાના પાસપોર્ટ પર લાગુ પડે છે. નવો 60 પાનાનો પાસપોર્ટ ફરીથી ઇસ્યુ કરવા માટે 2000 રૂપિયાને બદલે 3500 રૂપિયા ખર્ચ થશે. તત્કાલ પાસપોર્ટ માટે ફી 4000 રૂપિયા ને બદલે 6000 રૂપિયા હશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો તમે પણ તમારા આધાર કાર્ડ ઇમેઇલ સરનામાંને અપડેટ કરવા માંગતા હોવ તો 1 જુલાઈ સુધી રાહ જુઓ. અત્યારે તમારે GST સહિત 75 રુપોયા ચૂકવવા પડશે. જોકે આ સેવા 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધી ફ્રી રહેશે. આ મફત સર્વિસ ફક્ત મોબાઇલ એપ્લિકેશન પર જ ઉપલબ્ધ રહેશે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે ઘણા રેલવે નિયમોમાં સુધારો કર્યો છે. નવા નિયમો મુજબ દંડ હવે 250 રૂપિયાને બદલે 500 રૂપિયા થશે. ટ્રેન દ્વારા ખતરનાક માલનું પરિવહન કરવા પર 10,000 રૂપિયા સુધીનો દંડ થશે. ગંભીર કિસ્સાઓમાં કેદની પણ શક્યતા છે. સરકારે 1 જુલાઈથી લાઇસન્સ વગર માલ વેચનારાઓ પર 2000 રૂપિયા દંડ લગાવ્યો છે. મહિલા કોચમાં મુસાફરી કરતા કોઈપણ વ્યક્તિને 2500 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
ADVERTISEMENT
1 જુલાઈ 2026 થી HDFC Bank Regalia Gold સંબંધિત અમુક નિયમો બદલાયા છે. ગ્રાહકોએ હવે એક ક્વાર્ટરમાં ઓછામાં ઓછા 60,000 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ લીમીટ સુધી પહોંચ્યા બાદ જ ગ્રાહકોને આગામી ક્વોર્ટરમાં ફ્રી એરપોર્ટ લાઉન્જ ઍક્સેસ મળશે.
ADVERTISEMENT
જો તમે હજુ સુધી તમારું ITR ફાઇલ કર્યું નથી તો આગામી થોડા દિવસો મહત્વના રહેશે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે. આથી કોઈપણ સમસ્યા ટાળવા માટે તમારે લાસ્ટ ડેટની રાહ જોવી જોઈએ નહીં.
વધુ વાંચો :
CNG, PNG અને ATF ભાવ 1 જુલાઈ 2026 થી સુધારવામાં આવી શકે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા બાદ દરોમાં કોઈ ફેરફાર થશે કે કેમ તે જોવાનું બાકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.