બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રિટાયરમેન્ટ માટે આખું પેન્શન લેવા EPFOનું આ ડોક્યુમેન્ટ ન ભૂલો
Last Updated: 12:30 AM, 28 June 2026
નોકરી બદલતી વખતે મોટાભાગના લોકો પીએફ ટ્રાન્સફર, ફૂલ એન્ડ ફાયનલ રીવીલીંગ લેટર પર ફોકસ કરે છે. પરંતુ એક નાનું EPFO ડોક્યુમેન્ટ છે જેને જો અવોઇડ કરવામાં આવે તો ભવિષ્યમાં તે મોંઘુ સાબિત થઈ શકે છે. તેને સ્કીમ સર્ટિફિકેટ કહેવામાં આવે છે. સ્કીમ સર્ટિફિકેટમાં પેન્શન સર્વિસનો રેકોર્ડ હોય છે. જેમાં રિટાયરમેન્ટ સમયે પેન્શન મેળવવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે ક્યારેય EPF માં યોગદાન આપ્યું હોય તો નોકરી છોડતા પહેલા આ ડોક્યુમેન્ટ વિશે જાણવાનું ભૂલશો નહીં.
ADVERTISEMENT
નોકરી છોડતી વખતે મોટાભાગના કર્મચારીઓ પીએફ બેલેન્સ ટ્રાન્સફર, ફૂલ એન્ડ ફાયનલ રીવીલીંગ અને એક્ઝિટ ઔપચારિકતાઓ પૂરી કરવામાં વ્યસ્ત હોય છે. ઘણા લોકો EPFO સ્કીમ સર્ટીફીકેટ વિશે વિચારતા પણ નથી. આ સર્ટીફીકેટ કર્મચારી પેન્શન યોજના (EPS) 1995 હેઠળ ઇસ્યુ કરવામાં આવે છે. તેમાં તમારા નામાંકિત પરિવારના સભ્યો વિશેની માહિતી સાથે તમારી પેન્શનયોગ્ય સર્વિસનો રેકોર્ડ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો તે તમારું પેન્શન રેકોર્ડ કાર્ડ હોય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આજકાલ લોકો તેમની કરિયર દરમિયાન ઘણી વખત નોકરી બદલે છે. જેમાં અમુક લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા કે EPF ન આપતી સંસ્થાઓમાં કામ કરવા માટે નોકરી અધવચ્ચે છોડી દે છે. આ સ્થિતિઓમાં ઘણા લોકો વિચારે છે કે માત્ર તેમના પ્રોવિડન્ટ ફંડ બેલેન્સને સુરક્ષિત રાખવું પૂરતું છે. પરંતુ સ્કીમ સર્ટિફિકેટ હોવું તમારી પાછલી પેન્શન સર્વિસને સુરક્ષિત રાખે છે. બાદમાં જ્યારે તમે EPF-કવરેડ કંપનીમાં ફરીથી જોડાઓ છો ત્યારે તમારી પાછલી સેવાને તમારી નવી સર્વિસ સાથે જોડી શકાય છે. તેનાથી તમને પેન્શન ગણતરીમાં ફાયદો થાય છે.
ADVERTISEMENT
લોકો ઘણીવાર વિચારે છે કે સ્કીમ સર્ટિફિકેટ માત્ર 10 વર્ષ કે તેથી વધુ સમય માટે કામ કરનારા કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ છે.પણ આ સંપૂર્ણપણે સાચું નથી. જો કોઈ કર્મચારીએ 10 વર્ષથી ઓછી પેન્શનપાત્ર સર્વિસ પૂરું કરી હોય તો તેઓ તેમની પેન્શન રકમ ઉપાડવાને બદલે સ્કીમ સર્ટિફિકેટ મેળવવાનું પસંદ કરી શકે છે. આ તેમની વર્તમાન સર્વિસનેસુરક્ષિત કરે છે અને ભવિષ્યમાં જ્યારે તેઓ EPF માં જોડાય છે ત્યારે તેમને ફાયદો થઈ શકે છે.
જે કર્મચારીઓએ 10 વર્ષ કે તેથી વધુ પેન્શનપાત્ર સર્વિસ પૂરી કરી છે અને 58 વર્ષની ઉંમર પહેલાં નોકરી છોડી દીધી છે તેમને સામાન્ય રીતે EPS નિયમો હેઠળ સ્કીમ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
ADVERTISEMENT
કર્મચારીઓ EPFO ના ઓનલાઈન સભ્ય પોર્ટલ પર ફોર્મ 10C દ્વારા સ્કીમ સર્ટિફિકેટ માટે અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ખાતરી કરો કે તમારી બધી વ્યક્તિગત અને પારિવારિક માહિતી સાચી છે. એકવાર તમને સર્ટિફિકેટ મળી જાય ત્યાર પછી તેને તમારા જૂના ડોક્યુમેન્ટ સાથે રાખવાનું ભૂલશો નહીં. તેની ડિજિટલ કોપી અને પ્રિન્ટ કોપી રાખો. રિટાયરમેન્ટ સમયે તમારા પેન્શનનો દાવો કરતી વખતે આ ડોક્યુમેન્ટ ઉપયોગી થશે.
ADVERTISEMENT
જો તમે તમારું સ્કીમ સર્ટિફિકેટ ખોવાઈ જાય તો તમારે ગભરાવાની જરૂર નથી. તમે EPFO નો સંપર્ક કરી શકો છો અને તમારા રેકોર્ડની ચકાસણી કર્યા બાદ ડુપ્લિકેટ સ્કીમ સર્ટિફિકેટ મેળવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.