આજકાલ દરેક માતાપિતાને તેમના બાળકના ભવિષ્યને લઈને ખાસ ચિંતા રહે છે. જો તમે તમારા બાળકના ભવિષ્યને સિક્યોર કરવા ઈચ્છો છો તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ખાસ રીતે રોકાણ કરી શકો છો. આ પ્લાનમાં રોકાણ કરવાથી બાળક 18 વર્ષની ઉંમરે પહોંચતા જ કરોડપતિ બની જાય છે. તો જાણો શું છે પ્લાન અને તેમાં કઈ રીતે કરી શકશો રોકાણ
બાળકના ભવિષ્યને લઈને ન કરો ચિંતા
આ ખાસ પ્લાનમાં રોકાણ કરવાથી થશે લાભ
18 વર્ષે જ બાળક બની જશે કરોડપતિ
આ ડોક્યુમેન્ટ્સની મદદથી કરી લો રોકાણ
બાળકના સિંગલ નામથી બાળક માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરી શકાય છે. આવા રોકાણમાં માતાપિતાનું નામ આવશ્યક છે. બાળકોના નામે મ્યુચ્યુઅલ ફંડ મેળવવા માટે બાળકના જન્મનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જો બાળક પાસે પાસપોર્ટ છે તો તે માન્ય છે. આ સાથે તેના પિતાના દસ્તાવેજોની પણ જરૂર રહે છે.
આ છે ખાસ પ્લાન અને કરશે તમારી મદદ
સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણનું સૌથી જાણીતું માધ્યમ છે. બાળકોના નામે વ્યવસ્થિત રોકાણ આ યોજનામાં કરવું સૌથી ફાયદાકારક સાબિત થઇ શકે છે. બાળકની ઉંમર 18 વર્ષ પછી તે રોકાણ કરી શકાતું નથી. જ્યારે તમારું બાળક 18 વર્ષનું થશે ત્યારે તમને તમામ રૂપિયા પાછા મળશે અને તે બાળકના નામે મળશે.
18 વર્ષની ઉંમરે જ બાળક બનશે કરોડપતિ
જો તમે ઇચ્છો છો કે તમારું બાળક 18 વર્ષના થાય ત્યાં સુધીમાં કરોડપતિ બને તો આ માટે તમે બાળકના જન્મમ સમયથી જ ઈન્વેસ્ટમેન્ટ શરૂ કરો. બાળકના જન્મ થતાં જ તેણે તેના નામે 5000 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કરવું પડશે. દર વર્ષે આ રોકાણમાં 15 ટકાનો વધારો કરવાનું ચાલુ રાખો. યાદ રાખો કે તમને આ રોકાણ પર દર વર્ષે 12% વળતર મળે છે, તો પણ તમારું બાળક 18 વર્ષમાં પહોંચે તો તે કરોડપતિ બની જશે.