બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Young men and women tensed while taking selfies in Rajpipla, 3 missing in tractor accident in Valsad

સતર્કતા જરૂરી / રાજપીપળામાં સેલ્ફી લેતા યુવક-યુવતી તણાયા, વલસાડમાં ટ્રેક્ટરના ચક્કરમાં 3 જણા ગુમ

Priyakant

Last Updated: 10:30 AM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેમના 9 દરવાજા ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારોમાં પૂર, નદી કિનારે સેલ્ફી લેતા યુવક-યુવતી પાણીમાં તણાયા, વલસાડના ધરમપૂરના બોપી ગામે 4 લોકો તણાયા, એકનું રેસ્ક્યુ કરાયું, અન્ય ત્રણ વ્યક્તિઓની શોધખોળ

  • રાજપીપળાના કરજણ ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં પુરની સ્થિતિ
  • કરજણ નદી કિનારે સેલ્ફી લેતા યુવક-યુવતી પાણીમાં તણાયા-મંદિરનો ઓટલો ધરાશાયી 
  • વલસાડના ધરમપૂરના બોપી ગામે 4 લોકો તણાયા 
  • એકનું રેસ્ક્યુ કરાયું, અન્ય ત્રણ વ્યક્તિઓની શોધખોળ 

નર્મદા જિલ્લામાં ભારે વરસાદને લઇ રાજપીપળાના કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 9 દરવાજા ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે કાંઠા વિસ્તારોમાં પૂર આવ્યું છે. આ દરમ્યાન સેલ્ફી લેવાનો પ્રયાસ કરનારા યુવક-યુવતી પૂરમાં તણાયા છે. જેથી સ્થાનિક તંત્રએ બન્નેની શોધખોળ શરૂ કરી છે. આ સાથે જ પૂરના કારણે કરજણ નદી પાસે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ઘૂસ્યા છે. જેને કારણે ઓટલો અને નાનું મંદિર નદીમાં ધરાશાયી થયું છે. આ સાથે વલસાડના ધરમપૂરના બોપી ગામે 4 લોકો તણાયા બાદ એકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 

પૂરની સેલ્ફી લેતા યુવક-યુવતી પાણીમાં તણાયા

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે અનેક નદીઓમાં પૂર આવ્યા છે. આ તરફ પૂર નજીક પહોંચી સેલ્ફી લેતા યુવક-યુવતી પાણીમાં તણાયા હોવાની ઘટના સામે આવી છે. જોકે તંત્રને જાણ થતાં જ તાત્કાલિક બંનેની શોધખોળ હાથ ધરી હતી. 

કરજણ નદી નજીકના તડકેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ઘૂસ્યા 

ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે. આ તરફ કરજણ ડેમના 9 દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડાયુ હતું. જે બાદમાં કરજણ નદી નજીક આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ઘૂસ્યા હતા. આ સાથે મંદિરનો ઓટલો અને નાનું મંદિર ધરાશાઈ થયું હતું. 

રાજપીપળાના કરજણ ડેમમાંથી પાણી છોડાયુ

નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. આ તરફ હવે રાજપીપળાના કરજણ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે. કરજણ ડેમના 9 દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડાયુ હતું. જોકે પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ બની હતી. 

વલસાડના ધરમપૂરના બોપી ગામે 4 લોકો તણાયા 

વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે તારાજી સર્જાઇ છે. આ તરફ વલસાડના ધરમપુરના બોપી ગામે 4 લોકો તણાયા હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ સ્થાનિકો સહિતના એ બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક વિગતો મુઆજબ ટ્રેક્ટર રીપેર કરવા ગયેલા 4  લોકો તણાઇ ગયા હતા. જેમાંથી એક વ્યક્તિનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ તરફ હબે અન્ય ત્રણ લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.  

 

રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ 

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ભારે કહેર વર્તાવ્યો છે. ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે તમને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 245 તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ 21.5 ઈંચ વરસાદ ડેડિયાપાડામાં  ખાબક્યો છે. જ્યારે તિલકવાડામાં 20.5 ઇંચ, ઉમરપાડામાં 17.5 ઇંચ વરસાદ, સાગબારામાં 17 ઇંચ, કપરાડામાં 16 ઇંચ વરસાદ, જાંબુઘોડામાં 15.5 ઇંચ, ગરુડેશ્વરમાં 15 ઇંચ વરસાદ, નાંદોદમાં 14 ઇંચ, ડાંગમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે. તો સુબિરમાં 12 ઇંચ, ધરમપુરમાં 10 ઇંચ, ગોધરામાં 10 ઇંચ, ઉચ્છલમાં 9.5 ઇંચ વરસાદ, સોનગઢમાં 9 ઇંચ, માંગરોળમાં 8.25 ઇંચ, સંખેડામાં 7.5 ઇંચ, ઉમરગામમાં 7.5 ઇંચ, વઘઇમાં 7 ઇંચ અને નસવાડીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ