ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિયોન્ડ વીડિયોઝ / young man from Surat made a unique car, watch the viral video

Video / જોરદાર જુગાડ! સુરતના યુવકે બનાવી અનોખી કાર, જુઓ વાયરલ વીડિયો

Published By: Vidhata

Last Updated: 02:53 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર જુગાડ અને ઇનોવેશન સાથે સંકળાયેલો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકોએ કર્યું જ એવું છે કે જેને જોઇને તમે તો શું મોટા-મોટા કાર ડિઝાઈનર પણ ચોંકી જશે. કારણ કે આ વ્યક્તિએ ઝુંપડા જેવી કાર બનાવીને તેને રસ્તા પર એવી રીતે ચલાવી કે હાઈવે પર હાજર લોકો તેને જોતા જ રહી ગયા.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર જુગાડ અને ઇનોવેશન વાળા એવા ઘણાય વીડિયોમાં અવારનવાર વાયરલ થતા હોય છે, જેને જોઇને લોકો મોટાભાગે એવું જ કહેતા હોય છે કે 'ઇન્ડિયા ઈઝ નોટ ફોર બિગિનર્સ'. જેનો અર્થ છે કે ભારત નવા નિશાળિયાઓ માટે નથી. અહીં ગલીએ-ગલીએ એવા ટેલેન્ટેડ લોકો છે કે જેને જોઇને દરેક દંગ રહી જાય છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઇને તમે ચોક્કસથી જ દંગ રહી જશો.

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર જુગાડ અને ઇનોવેશન સાથે સંકળાયેલો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકોએ કર્યું જ એવું છે કે જેને જોઇને તમે તો શું મોટા-મોટા કાર ડિઝાઈનર પણ ચોંકી જશે. કારણ કે આ વ્યક્તિએ ઝુંપડા જેવી કાર બનાવીને તેને રસ્તા પર એવી રીતે ચલાવી કે હાઈવે પર હાજર લોકો તેને જોતા જ રહી ગયા.  વીડિયોમાં દેખાઈ રહેલી આ બેટરીથી ચાલતી ઝૂંપડી જેવી દેખાતી કાર લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. 

વધુ વાંચો: પેટના દુખાવાથી પીડિત દર્દીએ કૃમિનાશક દવા ખાતા પેટમાંથી નીકળ્યા જીવતા કીડા! ફાર્માસિસ્ટનો દાવો, જુઓ viral video 

વાયરલ થઈ રહેલો આ વીડિયો સુરતનો હોવાનું કહેવાઈ રહ્યું છે. અહીં એક વ્યક્તિએ પોતાની કારને એકદમ ઝૂંપડીની ડિઝાઇનમાં તૈયાર કરી છે અને એ રસ્તા પર નોર્મલ કારની જેમ જ ભાગી રહી છે. આ વાયરલ વીડિયોને જોઇને એવું લાગી રહ્યું છે કે જાણે રસ્તા પર કોઈ ઝૂંપડી ચાલી રહી હોય! ઘણા લોકોને તો આ વીડિયો જોઇને અજય દેવગણની ફિલ્મ 'ટારઝન: ધ વન્ડર કાર'ની યાદ આવી ગઈ છે.  આ વીડિયોને અત્યાર સુધીમાં કરોડો લોકો જોઈ ચુક્યા છે અને લાખો લોકોએ લાઈક કર્યો છે. આની પણ ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું કે આ કાર તો ઉર્ફી જાવેદની લક્ઝરી કાર લાગી રહી છે અને આ એના માટે જ છે. જયારે અન્ય એક યુઝરે લખ્યું કે આને તમે જુગાડ અને ટેકનોલોજીનો કોમ્બો કહી શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Surat News tarzan viral video જુગાડ વાયરલ વીડિયો Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ