બ્રેકિંગ ન્યુઝ
VTV / આરોગ્ય / You should drink lemon water like this every day, you will get 5 benefits from weight loss to increasing immunity
Megha
Last Updated: 05:34 PM, 11 September 2022
ADVERTISEMENT
એક ગ્લાસ લીંબુપાણી ગરમીમાં રાહત આપવાનું કામ કરે છે. સવારના સમયે નિયમિત રૂપે નવશેકું લીંબુ પાણી પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. લીંબુ કોઈ પણ ભોજનમાં સ્વાદ વધારવાનું કામ કરે છે. સ્વાદ વધારવાની સાથે લીંબુ સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદેમંદ છે અને તેમાં ઘણા વિટામિન અને મિનરલ પણ મળી રહે છે. લીંબુ સ્વાસ્થ્યને બીજી કઈ રીતે ફાયદો પંહોચાડે છે, ચાલો જાણીએ..
ADVERTISEMENT
વજન ઘટાડવામાં મદદ કરે
સવારે ખાલી પેટ પર એક ગ્લાસ નવશેકું લીંબુ પાણી પીવું જોઈએ. નવશેકું લીંબુ પાણી પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓ જેમ કે કબજિયાત અને પેટનું ફૂલવું વગેરેમાં રાહત મળે છે સાથે જ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે ખાલી પેટે લીંબુ પાણીનું સેવન કરવાથી મેટાબોલિઝમ ઝડપી બને છેઅને તે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
ગલોઇંગ ત્વચા મેળવવા માટે
લીંબુ પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. લીંબુમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. રોજ સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી ત્વચા ચમકદાર બનેછે. ગલોઇંગ ત્વચા મેળવવા માટે તમે રોજ લીંબુ પાણીનું સેવન કરી શકો છો.
ADVERTISEMENT
સોજો ઓછો કરે છે
લીંબુ પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણની સાથે સાથે તેમાં પોટેશિયમ, ફોલેટ, ફ્લેવોનોઈડ્સ અને વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં આવતો સોજાને રોકવાનું કામ કરે છે.
ADVERTISEMENT
ઇમ્યુનિટી વધારે છે
લીંબુ એ એસ્કોર્બિક એસિડનો સારો સ્ત્રોત છે. લીંબુ કુદરતી રીતે શરીરમાં ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. લીંબુમાં રહેલ વિટામિન સી તાવ અને શરદી સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.
એનર્જી ડ્રિંક
દિવસભર એનર્જી લેવલ જાળવી રાખવા માટે સવારે લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. લીંબુ પાણી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ખૂબ જ હેલ્ધી પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.