બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / you get gas your stomach during fasting try this home remedy

સ્વાસ્થ્ય / ઉપવાસ દરમિયાન પેટમાં ગેસ થાય તો અપનાવો આ ઘરગથ્થુ દેશી ઉપચાર, એસિડિટી પણ થઈ જશે ગાયબ

Ajit Jadeja

Last Updated: 11:29 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉપવાસ દરમિયાન ગેસ અને એસિડિટીથી બચવા માંગતા હોવ તો સવારે ઉઠતાની સાથે જ નારિયેળ પાણીનું સેવન કરો

Desi Home Remedies For Gastric Problem: ચૈત્રી નવરાત્રી દરમિયાન  મા શક્તિની ઉપાસના કરતા ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે. આ દિવસોમાં આહારમાં ફેરફારને કારણે ઘણી વખત શરીરનું મેટાબોલિઝમ પ્રભાવિત થાય છે અને પાચનક્રિયા ધીમી પડી જાય છે. જેના કારણે એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ ઉદભવી શકે છે. જો તમે પણ ઉપવાસ દરમિયાન પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યાથી પરેશાન છો, તો આ ઘરગથ્થુ ઉપચાર તમને રાહત આપી શકે છે. ખાવા-પીવાની બદલાતી આદત દરરોજની જીવનશૈલીમાં બેદરકારીના કારણે પાચનક્રિયા ધીમી પડી જાય છે અને ખોરાક યોગ્ય સમયે યોગ્ય રીતે પચતો નથી.

નારિયેળ પાણી

જો તમે ઉપવાસ દરમિયાન ગેસ અને એસિડિટીથી બચવા માંગતા હોવ તો સવારે ઉઠતાની સાથે જ નારિયેળ પાણીનું સેવન કરો. નાળિયેર પાણી પેટના એસિડિક પીએચને સંતુલિત કરવાની સાથે યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે. જેના કારણે ગેસ અને એસિડિટીની સાથે કબજિયાતની સમસ્યા પણ થતી નથી.

લીંબુ અને મધ

ચૈત્રી નવરાત્રીના વ્રત દરમિયાન ગેસની સમસ્યાને દૂર કરવા માટે તમે લીંબુ અને મધનો ઉપયોગ કરી શકો છો. આ ઉપાય કરવા માટે ગરમ પાણીમાં લીંબુ નીચોવી, તેમાં એક ચમચી મધ નાખીને પીવો. આ ઉપાય અપનાવવાથી તમને થોડા જ સમયમાં ગેસની સમસ્યામાંથી રાહત મળશે.

દહીં

ઉપવાસ દરમિયાન પેટમાં બનેલી એસિડિટી કે ગેસથી બચવા માટે દહીંનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દહીંમાં રહેલા પોષક તત્વો પેટમાં ઉત્પન્ન થતા ગેસ અને પાચન તંત્રને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.

ફુદીનો

પેપરમિન્ટ પેટના સ્નાયુઓને આરામ કરવામાં મદદ કરી શકે છે. આ ઉપાય કરવા માટે તમે ગરમ પાણીમાં તાજા અથવા સૂકા ફુદીનાના પાન નાખીને ફુદીનાની ચા બનાવી શકો છો અને તેને પી શકો છો. આમ કરવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે અને એસિડિટી ઓછી થાય છે.

આ પણ વાંચોઃ ટોયલેટમાં મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો ધ્યાન રાખજો, તમે બની શકો ખતરનાક ઈન્ફેક્શનનો શિકાર

લીંબુ પાણી

જો તમારી પાચનક્રિયા બરાબર કામ નથી કરતી અને સવારે શોચ ક્રિયામામાં મુશ્કેલી પડી રહી છે તો તમે દરરોજ ખાલી પેટે વિટામિન સી અને સાઇટ્રિક એસિડથી યુક્ચ લીંબુ પાણી પી શકો છો. ગેસ, એસિડિટી જેવી અનેક સમસ્યાઓમાં લીંબુ પાણી ખૂબ જ ફાયદાકારક છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ