બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

logo

કેદારનાથમાં હેલિકોપ્ટરનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

logo

ધો. 12 સાયન્સ પછીના અભ્યાસક્રમમાં એન્ટ્રી માટેના રજિસ્ટ્રેશનની તારીખમાં ફેરફાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / careful you using mobile toilet you can become victim dangerous infection

ચેતજો / ટોયલેટમાં મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો ધ્યાન રાખજો, તમે બની શકો ખતરનાક ઈન્ફેક્શનનો શિકાર

Ajit Jadeja

Last Updated: 08:20 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શૌચાલયમાં મોબાઈલનો ઉપયોગ કરવાથી તમને પાઈલ્સ ની સમસ્યા થઈ શકે છે. વૃદ્ધોની સાથે-સાથે યુવાનોમાં પણ પાઇલ્સની સમસ્યા સામાન્ય બની ગઈ છે

ડિજિટલ સમયમાં મોબાઇલ દરેકના જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે. અત્યારે કોઇ પણ વ્યક્તિ જોડે મોબાઇલ તો હશે જ. પરંતુ આ મોબાઇલ તમારા માટે ઉપયોગી છે તેની સાથે નુકશાન કારક પણ છે જેની માહિતી તમને હોવી જોઇએ. ટોયલેટમાં તમે મોબાઇલ લઇને જતા હોય અને ઉપયોગ કરતા હોય તો તમારા માટે આ નુકશાન કારક બની શકે છે.

મોબાઈલ ફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. કેટલાક લોકો એવા હોય છે જે એક મિનિટ માટે પણ પોતાના મોબાઈલથી દૂર રહેવું પસંદ નથી કરતા. જો તેમની પાસે મોબાઈલ ન હોય તો તેઓ બેચેની થવા લાગે છે. કેટલાક લોકોને એવી પણ આદત હોય છે કે, તેઓ શૌચાલય માં બેસીને ફોનનો ઉપયોગ કરે છે પરંતુ આ આદત તેમને બિમાર કરી શકે છે. ઘણાં લોકો બાથરૂમમાં હોય કે શૌચાલયમાં હંમેશા તેઓ મોબાઈલ પોતાની પાસે રાખે છે. અત્યાર સુધી લોકો સમાચારપત્ર લઈને ટોઈલેટમાં જતા હતા, પરંતુ હવે તેઓ ફોનને બાથરૂમમાં પણ લઈ જાય છે. જો તમે પણ આ કરો છો તો સાવધાન! આ આદત તમને બીમાર કરી શકે છે. તમારી આ આદતને આજે જ બદલી નાંખો નહી તો તમે ખતરનાક ઇન્ફેક્શનનો શિકાર બની શકો છો.

પાઈલ્સની સમસ્યા?

શૌચાલયમાં મોબાઈલનો ઉપયોગ કરવાથી તમને પાઈલ્સ ની સમસ્યા થઈ શકે છે. વૃદ્ધોની સાથે-સાથે યુવાનોમાં પણ પાઇલ્સની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જ્યારે તમે શૌચાલયમાં મોબાઈલ લઈ જાઓ છો, ત્યારે તમે કમોડ પર લાંબો સમય બેસો છો અને તમને સમયની પણ ખબર નથી હોતી કારણ કે તમે મોબાઈલ માં એટલા વ્યસ્ત અને મશગુલ રહો છો. ઘણા લોકો ટોયલેટમાં કમોડ પર બેસીને મોબાઈલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, વીડિયો જોવે છે અને ચેટિંગ કરે છે. ટોઈલેટમાં કમોડ પર લાંબો સમય બેસી રહેવાથી ગુદામાર્ગ અને ગુદાના નીચેના ભાગના સ્નાયુઓ પર દબાણ વધે છે જેનાથી પાઈલ્સની સમસ્યા થાય છે.

બેક્ટેરિયા ફોન પર ચોટી જાય છે

શૌચાલયમાં મોબાઈલ રાખવાથી તમે બેક્ટેરિયાનો શિકાર પણ બની શકો છો. ટોયલેટમાં રહેલા બેક્ટેરિયા તમારા મોબાઈલમાં ચોંટી જાય છે. જ્યારે તમે ટોઇલેટમાંથી બહાર આવો છો ત્યારે તમે તમારા હાથ ધોઈ લો છો પરંતુ મોબાઈલમાં ચોંટેલા બેક્ટેરિયા તમારા હાથ પર પાછા આવી જાય છે. આ બેક્ટેરિયાના કારણે તમને ઈન્ફેક્શન પણ થઈ શકે છે.તમારા મોબાઈલના માધ્યમથી બેડ અને ડાઈનિંગ ટેબલ સુધી બેક્ટેરિયા આસાનીથી પહોંચી જાય છે.

વધુ વાંચો: સ્વસ્થ્ય રહેવા માટે પુરતી ઊંઘ જરૂરી...શું તમે ઊંઘ વિશે આ 10 વાતો જાણો છો?

આ બેક્ટેરિયા તમને કરે છે બિમાર

શૌચાલયમાં તમે સાથે મોબાઇલ લઇ જાવ છો પરંતુ મોબાઇલ પર બેક્ટેરિયા આવી ગયા હોય છે.  જે હાથથી મોબાઈલને ટચ કરો છો તે હાથથી જ જયારે તમે જમો છો તો કીટાણું પેટમાં જાય છે. જેનાથી ઝાડા, ઉલટી અને પાચનથી જોડાયેલી અનેક બીમારીઓથી પરેશાન થઈ શકો છો.ટોયલેટમાં  ફ્લશ કરવાથી બેક્ટેરિયા હાઈ-સ્પીડ પાણીમાંથી હવાના સંપર્કમાં આવે છે આ બાદ બાથરૂમમાં રાખેલી અન્ય વસ્તુઓ સુધી આ બેક્ટેરિયા સરળતાથી પહોચી જાય છે. ઇ-કોલી બેક્ટેરિયા ફ્લશમાં 6 કલાક સુધી રહે છે. આ બેક્ટેરિયાના સંપર્કમાં આવાથી તમે બીમાર પડી શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Mobile Piles Toilet watching movie ટોયલેટ શૌચાલય Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ