બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Adequate sleep essential stay healthy Do you know these 10 things sleep

તમારા કામનું / સ્વસ્થ્ય રહેવા માટે પુરતી ઊંઘ જરૂરી...શું તમે ઊંઘ વિશે આ 10 વાતો જાણો છો?

Ajit Jadeja

Last Updated: 12:04 AM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઊંઘ દરમિયાન આપણું મગજ કેવી રીતે કામ કરે છે આપણને સપના શા માટે આવે છે અને તે સપનાનો અર્થ શું છે

સ્વસ્થ રહેવા માટે આહારની સાથે સાથે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે. પુરતી ઊંઘ લેવામાં ન આવે તો તેની અસર સ્વાસ્થ્ય પર થઇ શકે છે. ઊંઘનું વિજ્ઞાન પોતાનામાં ખૂબ જ રસપ્રદ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં જ ઊંઘના રહસ્યો સામે આવી રહ્યા છે. તો ઘણાને પુરતી ઊંઘ નહી આવતી હોવાની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. પરંતુ ઊંઘ નહી આવવાનું અથવા ગાઢ નિદ્રા આવવાનું ઠોસ કારણ હજુ સુધી શોધી શકાયું નથી.

ઊંઘ વિશે ઘણી રસપ્રદ બાબતો

ઊંઘ દરમિયાન આપણું મગજ કેવી રીતે કામ કરે છે આપણને સપના શા માટે આવે છે અને તે સપનાનો અર્થ શું છે. આજ સુધી વૈજ્ઞાનિકોએ શોધી શક્યા નથી.આમ છતાં ઊંઘ વિશે ઘણી રસપ્રદ બાબતો સામે આવી છે. આવી જ 10 રસપ્રદ અને મહત્વપૂર્ણ બાબતો જાણવા જેવી છે.

- નિદ્રા લેવાનો સમય: સૂવા માટે નિદ્રા લેવાનો કુદરતી સમય બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે હોવો જોઈએ. જે તમારામાં રચનાત્મકતા વધારે છે. આ સમયે લીધેલી ઊંઘ તમારી ઊર્જાને ઝડપથી રીસ્ટોર કરે છે.

- ઊંઘ માટે સમય કેટલો : તાજેતરમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યુ કે જીન મ્યુટેશનને કારણે જે લોકોમાં DEC2 જનીન હોય છે, તેમના માટે માત્ર ચાર કલાકની ઊંઘ પૂરતી છે. માત્રા આટલી ઊંઘ પછી પણ તેઓ આખો દિવસ ભરપુર ઊર્જા સાથે કામ કરી શકે  છે. આવુ દરેક વ્યક્તિમા હોતુ નથી એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. આપણે આપણા શરીર અને તેની ઊંઘની પેટર્નને સમજવી જોઈએ.

- મોટે ભાગે આઠ કલાકની ઊંઘ જરૂરી : માત્ર 5 ટકા લોકો જ કુદરતી રીતે ઓછી ઊંઘ લે છે. મોટાભાગના લોકોને દરરોજ આઠ કલાકની ઊંઘની જરૂર હોય છે. પરંતુ આપણામાંના 30 ટકા લોકોને રાત્રે છ કલાકથી ઓછી ઊંઘ મળે છે.

- પરિચિત સુગંધ: જો સૂતી વખતે આસપાસ કોઈ પરિચિત સુગંધ હોય તો આ સમયગાળા દરમિયાન તમારી યાદશક્તિમાં સુધારો થાય છે. કોઈપણ કામ શીખવાની તમારી વૃત્તિ વધુ સારી છે.

- શરીરનો ધ્રુજારી: તે લોકો માટે સામાન્ય છે જેમનું શરીર ગાઢ નિંદ્રા દરમિયાન સતત ધ્રૂજતું હોય અથવા ધક્કો મારતો હોય. આને હિપનિક જર્ક કહેવામાં આવે છે અને તેનાથી કોઈ નુકસાન થતું નથી.

- ડીગેરીડુ સાથે સારી ઉંઘઃ એક અભ્યાસ મુજબ જો ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ ડીગેરીડુ વગાડે તો શ્વાસ લેવાની સ્નાયુઓ મજબૂત બને છે અને આ વગાળવા વાળાને સારી રીતે ઊંઘ આવી જાય છે તેવું કહેવાય છે.

- યાદશક્તિને વ્યવસ્થિત કરવાનો સમય: ઊંઘ અંગેનો એક સિદ્ધાંત એ છે કે ઊંઘ દરમિયાન આપણું મગજ યાદશક્તિને યોગ્ય રીતે ગોઠવે છે. કદાચ ઊંઘ આપણને કડવા અનુભવોનો સામનો કરવામાં પણ મદદ કરે છે.

- ડ્રીમ વિડિયો: કેટલાક નિષ્ણાતોએ તેમના મગજની પ્રવૃત્તિના આધારે લોકો દ્વારા જોયેલા YouTube વીડિયોનું રીકન્સટ્રક્ટ કર્યું. એવું માનવામાં આવે છે કે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક દિવસ આપણા સપનાઓનું પણ પુનર્નિર્માણ થઈ શકે છે.

- ઓછી ઉંઘનો ઉપાયઃ મિલિટરી રિસર્ચ મુજબ જો તમે પહેલાથી થોડી વધારે ઊંઘ લો છો તો પછી ઓછી ઊંઘ તમારા પર વધારે અસર નહીં કરે.

આ પણ વાંચોઃ શરીરમાંથી કોલેસ્ટ્રોલનો ખાતમો બોલાવતું ચમત્કારિક ફળ, 4 મહિના ખાઓ ઘટી જશે LDL લેવલ

- પુરતી ઊંઘ જરૂરીઃ તમે સતત 12 રાત સુધી 6 કલાકથી ઓછો સમય ઊંઘ લઇ રહ્યા છો. તો તમારામાં ચુસ્તી અને ચેતના તમારા લોહીમાં 0.1 ટકા આલ્કોહોલ હોય એટલી જ હશે. તમારુ સંતુલન ખોરવાયેલુ રહેશે, યાદશક્તિ પણ કમજોર થઇ જશે. સ્પષ્ટ બોલી શકશો નહી. બીજા શબ્દોમાં કહીએ તો તમારુ સ્વાસ્થ્ય લથડી જશે અને નશામાં હોય તેવુ થશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Healthy health tips tips for good sleep આપણું મગજ ગાઢ નિંદ્રા નિદ્રા લેવાનો સમય GOOD SLEEP
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ