બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / You can withdraw money from PF account at home, know the step by step process

તમારા કામનું / તમે ઘરે બેઠા PF ખાતામાંથી ઉપાડી શકશો રૂપિયા, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Vishal Dave

Last Updated: 06:21 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો નોકરી કરે છે તેમના પગારમાંથી PF કપાય છે, આ પૈસાને કેટલાક ઈમરજન્સી કારણોસર પુરેપુરા પણ ઉપાડી શકાય છે. જેના માટે તમે ઓનલાઈન અરજીથી પણ ક્લેમ કરી શકો છો.

PFને કોઈ ઈમરજન્સી સીચુએશનમાં વિડ્રો કરી શકાય છે. કેટલીક સ્થિતિમાં તમે તમારા EPF એકાઉન્ટમાંથી પુરેપુરા પૈસા પણ ઉપાડી શકો છો. આ પૈસા તમે ઓનલાઈન ઘરે બેઠા પણ વિડ્રો માટે ક્લેમ કરી શકો છો. મોટાભાગે PFનો એક હિસ્સો જ ઉપાડી શકાય છે પરંતુ જો તમે રિટાયર થઈ ચૂક્યા છો, 8કે પછી 2 મહિના કરતા વધુ સમય માટે બેરોજગાર છો તો તમે આ પૈસા પુરેપુરા ઉપાડી શકો છો.

આ કામ માટે પૈસા ઉપાડી શકો છો

EPFના પૈસા મેડિકલ ટ્રીટમેન્ટ, ઘર બનાવવા, ઘરના રિનોવેશન, પ્રિ-રિટાયરમેન્ટ, બાળકોના લગ્ન કે ભણતર માટે ઉપાડી શકાય છે. 

 કેટલા પૈસા કપાય છે પગારમાંથી ?

જે લોકો નોકરી કરે છે તેમની સેલરીનો એક હિસ્સો PF ફંડમાં જમા થાય છે. જેમાં તેના બેસિક પેના 12 ટકા જમા થાય છે. તો સરકાર દર વર્ષે જમા રકમ પર 8.25 ટકા વ્યાજ આપે છે. એમ્પ્લોયર તરફથી એમ્પ્લોઈના ખાતામાંથી કપાયેલા પૈસાનો 8.33 ટકા ભાગ EPSમાં જમા થાય છે તથા 3.67 ટકા હિસ્સો EPFમાં જમા થાય છે. જેને તમે જરૂર મુજબ વિડ્રો કરી શકો છો. આ પૈસા ઓનલાઈન પણ અરજી કરી ઉપાડી શકો છો.

આ પણ વાંચોઃ શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા, સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો ઘટાડો

આવી રીતે કરો ઓનલાઈન વિડ્રો માટે ક્લેમ

  •  UAN પોર્ટલ પર UAN નંબર અને પાસવર્ડ નાખવો
  •  તમારા આધાર સાથે જે મોબાઈલ નંબર હશે તેની પર OTP મળશે
  •  OTP અને કેપ્ચા ભરો
  •   તમારી પ્રોફાઈલ ખૂલ્યા બાદ ઉપરની સાઈડ ઓનલાઈન સુવિધાઓ મળશે
  •   નીચે સ્ક્રોલ કરી ક્લેમ ઓપ્શનને પસંદ કરવું
  •  EPFOમાં જે બેંક એકાઉન્ટ હોય તેનો નંબર નાખી, ડિટેઈલ્સ વેરિફાઈ કરવી
  •  બાદમાં સ્ક્રિન પર સર્ટિફિકેટ ઓફ અન્ડરટેકિંગ દેખાશે
  •  તેમા લખેલા નિયમો અને શરતોમાં હા પર ક્લિક કરવુ
  •  ઓનલાઈન ક્લેમના આગળના સ્ટેપ ખુલશે
  •  નવુ સેક્સન ખુલશે, જેમા તમારે બીજી ડિટેલ્સ ભરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, આ ઓનલાઈન પ્રોસેસ કરતા પહેલા તમારી પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર, ઓળખપત્ર, બેંક એકાઉન્ટ નંબર અને એક કેંસલ ચેક હોવો જરુરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ