બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / Stock market panic, investors lose 5 lakh crores, Sensex falls by more than 800 points

સ્ટોક માર્કેટ / શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા, સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો ઘટાડો

Ajit Jadeja

Last Updated: 04:29 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે સેન્સેક્સ 1.14 ટકા નીચો આવી 845.12 પોઈન્ટ ઘટીને 73,399.78 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 1.10 ટકા એટલે 246.90 પોઈન્ટના ઘટાડા સાથે 22,272.50 પર બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે મોટા ઘટાડા સાથે બંધ થયું હતું.  બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 1.14 ટકા નીચો આવી 845.12 પોઇન્ટ ઘટીને 73,399.78 પર બંધ રહ્યો હતો. બજાર બંધ સમયે, સેન્સેક્સ પેકના 30 શેરોમાંથી 27 શેર લાલ નિશાન પર અને 3 શેર લીલા નિશાન પર હતા. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી સોમવારે 1.10 ટકા નીચો રહી 246.90 પોઇન્ટના ઘટાડા સાથે 22,272.50 પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટી પેકના 50 શેરોમાંથી 6 શેર લીલા નિશાન પર અને 44 શેર લાલ નિશાન પર હતા.

અહીં સૌથી મોટો ઘટાડો હતો

નિફ્ટી પેક શેર્સમાં આજે સૌથી મોટો ઘટાડો શ્રીરામ ફાઇનાન્સમાં 3.12 ટકા, વિપ્રોમાં 2.60 ટકા, ICICI બેન્કમાં 2.43 ટકા, બજાજ ફાઇનાન્સમાં 2.28 ટકા અને બજાજ ફિનસર્વમાં 2.22 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે, નિફ્ટી પેકમાં સૌથી વધુ વધારો ONGCમાં 5.80 ટકા, હિન્દાલ્કોમાં 2.40 ટકા, મારુતિમાં 1.17 ટકા, નેસ્લે ઈન્ડિયામાં 0.83 ટકા અને બ્રિટાનિયામાં 0.38 ટકાનો વધારો નોંધાયો હતો.

ક્ષેત્રીય સૂચકાંકોની સ્થિતિ

ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો આજે એક નિફ્ટી તેલ અને ગેસ (+0.41%) સિવાય બાકીના બધા લાલ નિશાનમાં બંધ થયા છે. સૌથી મોટો ઘટાડો નિફ્ટી મીડિયામાં 2.23 ટકા નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી બેન્કમાં 1.63 ટકા, નિફ્ટી ઓટોમાં 0.78 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 1.75 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.98 ટકા, નિફ્ટી આઇટીમાં 1.58 ટકા, નિફ્ટી મેટલમાં 0.58 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.91 ટકા, નિફ્ટી 1.91 ટકા. નિફ્ટી પીએસયુ બેન્ક 1.98 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક 1.66 ટકા, નિફ્ટી રિયલ્ટી 1.09 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 1.37 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.32 ટકા અને નિફ્ટી મિડસ્કોલ હેલ્થકેયર 1.24 ટકા ઘટ્યા છે.

ઘટાડા પાછળના કારણો

- ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને કારણે મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે. ભારતીય બજારમાં આજના ઘટાડાનું મુખ્ય કારણ આ છે.

- મજબૂત યુએસ ડૉલર : ભૌગોલિક રાજકીય તણાવને કારણે યુએસ ડૉલર મજબૂત થયો છે. સાથે જ રૂપિયો પણ નબળો પડ્યો છે. સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો છ પૈસા ઘટીને 83.44 પર બંધ થયો હતો. જેના કારણે બજારનો મૂડ પણ બગડ્યો છે.

- વૈશ્વિક બજારોમાં વેચાણ: મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે વૈશ્વિક બજારોમાં વેચાણનું પ્રભુત્વ છે. શુક્રવારે યુએસ શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સોમવારે વહેલી સવારના સત્રમાં એશિયન બજારો જેવા કે નિક્કી, હેંગસેંગ, કોસ્પી વગેરે દબાણ હેઠળ ટ્રેડ થઈ રહ્યા છે. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી છે.

- વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીઃ વિશ્વમાં વધતા તણાવને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે. શુક્રવારે FPIએ રૂ. 8,027 કરોડ પાછા ખેચ્યા હતું. આ વલણ આગળ પણ ચાલુ રહી શકે છે. તેની અસર બજારમાં પણ જોવા મળી રહી છે.

- ભારત-મોરેશિયસ ટેક્સ સંધિમાં ફેરફારો: ભારત અને મોરેશિયસે બંને દેશો વચ્ચેના ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટમાં સુધારો કર્યો છે. આ પછી હવે મોરેશિયસ મારફતે ભારતમાં આવતા રોકાણ પર બારીકાઈથી નજર રાખવામાં આવશે. આના કારણે વિદેશી રોકાણને અસર થવાની સંભાવના છે. તેની અસર બજારમાં પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ શેર બજારમાંથી રૂપિયા કમાવવા હોય તો આ શેર પર લક અજમાવજો, 1250 પર જશે તેવો દાવો

- ક્રૂડના ભાવમાં વધારોઃ ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે તેલની કિંમતો પર તેની અસર થવાની શક્યતા છે. જો બંને દેશો વચ્ચે યુદ્ધ થાય છે તો બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી શકે છે. અત્યારે તે લગભગ $90 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ