બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Share Market news want to earn money from the stock market try your luck on this share
Last Updated: 12:22 PM, 14 April 2024
લગભગ લોકો રોકાણ માટે શેર માર્કેટમાં પૈસા રોકે છે પરંતુ આટલા શેર વચ્ચે કયો શેર ભવિષ્યમાં પૈસા કમાઈને આપશે એ વિશે ઘણા લોકોને અંદાજો હોતો નથી. આ માટે લોકો વધુ જાણકારી મેળવ્યા વિના એમની આસપાસના લોકોની સલાહ લઈને શેરમાર્કેટમાં પૈસા રોકી દે છે.
ADVERTISEMENT
હવે જે લોકો શેરમાર્કેટમાં રોકાણ કરે છે એમને ખબર હશે કે જો શેર પર 250 રૂપિયાનો નફો થાય છે તો તે મોટી વાત માનવામાં આવે છે. તે પણ, લાર્જ કેપ શેરમાંથી ખૂબ જ ટૂંકા ગાળામાં આટલું વળતર મેળવવું ખૂબ જ દુર્લભ છે. પરંતુ ટાટા મોટર્સ કદાચ આગામી કેટલાક મહિનામાં તેના રોકાણકારો માટે આ કામ કરી શકે છે.
ADVERTISEMENT
ઘણા બ્રોકરેજ આ શેરમાં તેજી જોવા મળે છે. તેમાંથી એકે તેની ટાર્ગેટ કિંમત 1200-1250 રૂપિયા સુધી આપી છે. હાલમાં આ શેરની કિંમત 1020 રૂપિયા છે. તેનો અર્થ એ કે રોકાણકારને દરેક શેર પર આશરે રૂ. 250 નો નફો થવાની અપેક્ષા છે.
ટાટાની માલિકીની લક્ઝરી કાર કંપની જગુઆર લેન્ડ રોવર (JLR) એ તાજેતરમાં તેના વેચાણના આંકડા જાહેર કર્યા હતા. ડેટા અનુસાર, કંપનીના વેચાણમાં વાર્ષિક ધોરણે 20 ટકાનો વધારો થયો છે. આ કારણોસર બ્રોકરેજ ટાટા મોટર્સ વિશે આશાવાદી લાગે છે. ઘણી બ્રોકરેજ ફર્મ્સ તેને ખરીદવાની સલાહ આપી છે અને ટાર્ગેટ કિંમત પણ આપી છે.
ટાટા મોટર્સના શેરને બાય રેટિંગ આપતી વખતે તેની કિંમત 1188 રૂપિયાની લક્ષ્યાંક આપ્યું છે અને એમ પણ માનવામાં આવે છે કે આગામી 6-12 મહિનામાં આ સ્ટોક રૂ. 1200 થી રૂ. 1250 સુધી પંહોચી શકે છે.
વધુ વાંચો: 1 રૂપિયાથી ઉપડ્યો અનિલ અંબાણીનો શેર, કરાવી બમ્પર કમાણી, 2300 ટકા રિટર્ન
ટાટા મોટર્સનો શેર 12 એપ્રિલે 0.64 ટકાના વધારા સાથે રૂ. 1020 પર બંધ થયો હતો. છેલ્લા 6 મહિનામાં આ શેર 53 ટકા વધ્યો છે. તે જ સમયે, એક વર્ષના ગાળામાં ટાટા મોટર્સના શેરે 116 ટકા વળતર આપ્યું છે. ટાટા મોટર્સની વર્તમાન માર્કેટ કેપ રૂ. 3.73 લાખ કરોડ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / અમેરિકાના શેર માર્કેટમાં હાહાકાર, 1000 પોઈન્ટનો કડાકો, જાણો કારણ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.