બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / You can make driving license at home, know how to apply

તમારા કામનું / ઘરે બેઠા બનાવી શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સ, જાણો કેવી રીતે કરવું અપ્લાઇ

Megha

Last Updated: 06:35 PM, 26 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે એક પ્રક્રિયા ફોલો કરવી પડશે અને એ પછી ઘરે બેઠા તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છો.

  • ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ઘરે બેઠા અરજી કરી શકો છો 
  • પહેલા લર્નિંગ લાઇસન્સ બનાવવાનું પડે છે
  • લર્નિંગ લાઇસન્સ માટે કેવી રીતે અપ્લાઇ કરવું ચાલો જાણીએ 

આજકાલ બધુ ઓનલાઈન થઈ ગયું છે એ પછી પૈસાની ચુકવણી હોય કે કોઈ સરકારી કે બિન સરકારી કામ. એવામાં હવે મોટાભાગના દસ્તાવેજો બનાવવા માટે પણ ઓનલાઈન અરજી કરી શકાય છે. પાન કાર્ડ કે આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો નવું મેળવવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવે છે. સાથે જ જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું હોય તો તે પણ ઘરે બેઠા બેઠા ઓનલાઈન બનાવી શકાય છે. ઓનલાઈન ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે એક પ્રક્રિયા ફોલો કરવી પડશે અને એ પછી ઘરે બેઠા તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છો. તો ચાલો જાણીએ શું છે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની પ્રક્રિયા-

તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાઇસન્સ સીધું નથી બનતું પણ એ બનાવ્યા પહેલા લર્નિંગ લાઇસન્સ બનાવવાનું રહે છે. લર્નિંગ લાઇસન્સને પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું પહેલું પગલું ગણવામાં આવે છે. તો લર્નિંગ લાઇસન્સ માટે કેવી રીતે અપ્લાઇ કરવું ચાલો જાણીએ 

 કેવી રીતે કરવું અપ્લાઇ 
- સૌ પ્રથમ તમારે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do પર જવું પડશે. 
- સાઇટ પર જઈને અને તમારું રાજ્ય પસંદ કરો અને એ પછી ઑનલાઇન અપ્લાઇ કરવાનો વિકલ્પ પસંદ કરો. તે પછી ન્યૂ ડ્રાઇવિંગ લાઇસન્સનો વિકલ્પ પસંદ કરો. 
- ગાઈડલાઇન વાંચ્યા પછી કન્ટીન્યુ બટન પર ક્લિક કરો.
- આ પછી લર્નિંગ લાઇસન્સનો વિકલ્પ પસંદ કરો અને માહિતી ભરીને ઓકે પર ક્લિક કરો. 
- એ પછી આવેદન કરનાર વ્યક્તિની પર્સનલ માહિતી અને દસ્તાવેજો જેવા કે ઓળખ પત્ર વગેરેની માહિતી ભરો. 
-એ પછી  પેમેન્ટ કરવાનું રહેશે અને પછી જ સફળતાપૂર્વક લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સની અરજી સબમિટ થઈ હશે. 
-ઓનલાઈન ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આગળ વધતા પહેલા 10 મિનિટનો ડ્રાઈવિંગ નિર્દેશનો વીડિયો જોવો જરૂરી હોય છે. 
-એ પછી ટેસ્ટ માટેનો OTP અને પાસવર્ડ તમારા મોબાઈલ નંબર પર આવશે. 

ટેસ્ટમાં 10 માંથી 6 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે. ટેસ્ટ ક્લિયર કર્યા પછી, લાઇસન્સ લિંક રજિસ્ટર્ડ ફોન નંબર પર મોકલવામાં આવશે. જો ટેસ્ટ ક્લીયર ન થાય તો ફરીથી ટેસ્ટ માટે 50 રૂપિયાની ચૂકવવા પડે છે. લર્નિંગ લાઇસન્સનું સબમિશન કર્યા પછી એક વેબ એપ્લિકેન્ટ નંબર જનરેટ થશે જેની મદદથી તમારા એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકાય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ