બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / You can know the symptoms of heart disease at home without any test

હાર્ટ અટેક / કોઈ ટેસ્ટ કરાવ્યા વગર ઘર પર જ તમે જાણી શકશો હ્રદયરોગની બીમારીના લક્ષણો

Dinesh

Last Updated: 07:08 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

health tips: હ્રદયરોગની બીમારી વધી રહી છે. એક્સરસાઈઝ કે ગરબા રમતા પણ હાર્ટ અટેક આવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જેથી તેના સંકેતો વિશે જાણવું જરૂરી છે.

હાર્ટ એટેક કે કાર્ડીયાક અરેસ્ટ આવતા પહેલા પેશન્ટને તેના લક્ષણો દેખાતા હોય છે. પરંતુ કેટલાક લોકો તે લક્ષણોને અવોઈ કરી નાખે છે જે તેમના માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આજે અમને તમને બોડીના એવા સંકેતો વિશે જણાવશું જેમા તમારે કોઈ મશીનની જરૂર પણ નહીં પડે અને તમને ખબર પડી જશે કે તમને હાર્ટ અટેક કે કાર્ડિયાક અરેસ્ટ આવવાનો છે કે કેમ?

નથી કોઈ લક્ષણો કે નથી હોતી કોઈ સમસ્યા, તો અચાનક કેમ આવે છે હાર્ટ એટેક ?  સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો / atherosclerosis Meaning what is  atherosclerosis ...

છાતીમાં દુખાવો 

હાર્ટ અટેક કે કાર્ડિયાક અરેસ્ટનું મુખ્ય લક્ષણ છાતીમાં થતો દુખાવો છે.જો તમને છાતીમાં જોરદાર દુખાવો થાય છે તો તમારે તેને નજરઅંદાજ ન કરવો જોઈયે. આ દુખાવો તમને ખભે,ગર્દન અને ઝડબા સુધી ફેલાઈ શકે છે. આ પ્રકારનો દુખાવો હાર્ટ અટેક આવ્યો હોવાનું લક્ષણ હોઈ શકે છે.

હાર્ટ એટેક આવતા પહેલાં શરીર આપે છે આ સંકેત, ભૂલથી પણ તેની અવગણના ન કરતાં |  Early Signs of a Heart Attack

ઘબકારા વધી જવા

હાર્ટ અટેક વખતે વ્યક્તિના હ્રદયના ઘબકારા અચાનક વધી જતા હોય છે. જો તમારા ધબકારા અચાનક વધી જાય તો તેને અવોઈડ ન કરવું તે હાર્ટ અટેકનું લક્ષણ હોઈ શકે છે.

શ્વાસ લેવામાં તકલીફ

તમને કોઈ કામ કર્યા વગર શ્વાસ ફુલવા લાગે અને શ્વાસ લેવામાં તરલીફ પડે તો તેેને હાર્ટ અટેકનું લક્ષણ માનવામાં આવે છે. જો તમને બેઠા બેઠા થાક લાગે તો તે હાર્ટ અટેકનું શરૂઆતનું લક્ષણ હોઈ શકે છે.

ચક્કર આવવા

જો તમને અચાનક ચક્કર આવે તો તમારે ચેતી જવુ જોઈયે. કેમ કે આ હાર્ટ અટેક આવવા પહેલાનું શરૂઆતનું લક્ષણ હોઈ શકે છે.

પગમાં સોજો આવવો

પગમાં વધારે સોજો આવવો પણ હાર્ટ અટેક આવવાનો સંકેત હોઈ શકે છે.

વધુ વાંચોઃ તમારી સ્કીન પરના કાળા ડાઘ અને ઈન્ફેક્શનને દૂર કરશે દેશી ઘી! જાણો કેવી રીતે ઉપયોગ કરવો

હ્રદયરોગથી બચવાના કેટલાક ઉપાયો

દરરોજ ઓછામાં ઓછી 25થી 30 મિનિટ સુધી કસરત કરો
ફળો, શાકભાજી વધુ અને ચરબીવાળો ખોરાક ઓછો ખાઓ
જો તમારૂ વજન ખૂબ વધારે હોય તો તેને ઘટાડો
 ધૂમ્રપાન બંદ કરો
 સ્ટ્રેસ ન લો

Disclaimer: અહીંયા રજૂ કરેલી વિગતો વિવિધ મીડિયા રિપોર્ટ અને ઘરેલુ નુસ્ખા મુજબની છે. જેથી તમારે આ માહિતીનું અનુકરણ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cardiac Arrest Disease Heart attack health tips હ્રદયરોગ હ્રદયરોગની બીમારી HEART ATTACK NEWS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ