બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / desi ghee night cream for skin care
Arohi
Last Updated: 03:11 PM, 5 April 2024
સમર સીઝનમાં સ્કીનનું વધારે ધ્યાન રાખવાની જરૂર હોય છે. ઉનાળામાં ગરમીના કારણે પરસેવો અને સૂરજના યૂવી કિરણોના કારણે સ્કીન ડલ અને ડેમેજ થઈ જાય છે. આ સિઝનમાં તે લોકોને વધારે મુશ્કેલી થાય છે જેમની ડ્રાય સ્કીન હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ બધી સમસ્યાથી દેશી ઘી છૂટકારો આપી શકે છે. તેનો ઉપયોગ નાઈટ ક્રીમ તરીકે પણ કરી શકાય છે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે ઘી સ્કીન પર થતા ડગ-ધબ્બા અને રિંકલ્સને ઓછા કરવામાં મદદ કરે છે. તેના ઉપરાંત તે ચહેરાના ઘા અને સોજાને પણ હીલ કરી શકે છે. આવો જાણીએ દેશી ઘીથી કેવી રીતે નાઈટ ક્રીમ તૈયાર કરી શકાય અને તેના કયા કયા ફાયદા છે.
ADVERTISEMENT
આ રીતે નાઈટ ક્રીમ કરો તૈયાર
નાઈટ ક્રીમ બનાવવા માટે સૌથી પહેલા એક ચમચી ઘી લો. હવે તેમાં થોડો બરફ નાખો. લગભગ 10થી 15 મિનિટ સુધી તેને મિક્સ કરતા રહો. જ્યારે બરફ સંપૂર્ણ રીતે ઓગળી જાય પછી બધુ પાણી કાઢી લઈને તેને એક સારી રીતે પેક કરી લો. તૈયાર છે તમારી નાઈટ ક્રીમ.
સનબર્નની મુશ્કેલી
રોજ સુતા પહેલા સ્કીન પર નાઈટક્રીન લગાવવાથી સનબર્નની મુશ્કેલી દૂર થાય છે. ત્વચાનો જે ભાગ પ્રભાવિત છે તે એરિયા પર આ ક્રીમ લગાવો. રોજ સુતા પહેલા આ ક્રીમને લગાવવી ખૂબ જ ફાયદાકારક છે.
ઈન્ફેક્શન રહે છે દૂર
ઘીથી તૈયાર નાઈટ ક્રીમ રોજ ચહેરા પર લગાવવાથી ઈન્ફેક્શન નથી થતું. ચહેરાની ડ્રાયનેસની સાથે સાથે રેડનેસ અને રેશીઝની સમસ્યા પણને પણ દૂર કરે છે. નાઈટક્રીમ ત્વચામાં આવતી ખંજવાડને પણ ઓછી કરે છે.
ડાર્ક સ્પોટ્સ
જે લોકોના ચહેરા પર કાળા ડાધ છે. તેમને રોજ નાઈટક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં હાજર ગુણ ચહેરાના ડાઘ-ધબ્બાને હટાવવામાં મદદ કરે છે. જણાવી દઈએ કે ઘીમાં તમામ પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ચહેરા પર કાળા ધબ્બાને હટાવી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.