બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Yogi Sarkar's Cabinet Minister's tweet after Atiq-Ashraf's murder

નિવેદન / 'પાપ-પુણ્ય કા હિસાબ....' અતીક-અશરફની હત્યા બાદ યોગી સરકારના કેબિનેટ મંત્રીનું ટ્વિટ

Priyakant

Last Updated: 10:54 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Atiq Murder Case: માફિયા અતીક અહેમદ અને અશરફને પોલીસ પ્રયાગરાજ મેડિકલ કોલેજમાં મેડિકલ તપાસ માટે લઈ જઈ રહી હતી ત્યારે રસ્તામાં ત્રણ લોકોએ અંધાધૂંધ ગોળીબાર કરી બંનેની હત્યા કરી

  • અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ નેતાઓના નિવેદનો 
  • યુપી સરકારમાં કેબિનેટ મંત્રીએ કહ્યું, પાપ અને પુણ્યનો હિસાબ આ જન્મમાં છે 
  • ઉત્તર પ્રદેશમાં અપરાધ ચરમસીમાએ પહોંચી ગયો: અખિલેશ યાદવ 

પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મીડિયાની સામે ત્રણ લોકોએ બંને પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરનાર ત્રણેય યુવકોની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, પોલીસ માફિયા અતીક અહેમદ અને અશરફને પ્રયાગરાજ મેડિકલ કોલેજમાં મેડિકલ તપાસ માટે લઈ જઈ રહી હતી. પરંતુ ત્યારબાદ રસ્તામાં ત્રણ લોકોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં અતીક અને અશરફ માર્યા ગયા હતા. એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો છે.

શું કહ્યું  યુપી સરકારમાં કેબિનેટ મંત્રીએ ? 
અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરી દેવાયા બાદ હવે રાજનેતાઓનાં નિવેદનો સામે આવી રહ્યા છે. અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ યુપી સરકારમાં કેબિનેટ મંત્રી સ્વતંત્ર દેવ સિંહે પોતાની પ્રતિક્રિયા આપી છે. સ્વતંત્ર દેવ સિંહે કહ્યું- આ જન્મમાં પાપ અને પુણ્યનો હિસાબ છે. જોકે બાદમાં તેઓ તેમનુ આ ટ્વિટ પોતાની આઈડી ઉપરથી હટાવી દીધું હતું. 

શું કહ્યું અખિલેશ યાદવે ? 
પૂર્વ મુખ્યમંત્રી અને સપાના વડા અખિલેશ યાદવે અતિક અહેમદ અને અશરફની હત્યા પર કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં અપરાધ ચરમસીમાએ પહોંચી ગયો છે અને ગુનેગારોનું મનોબળ ઉંચુ છે. જ્યારે સુરક્ષાના ઘેરા વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર કરીને કોઈની હત્યા કરી શકાય છે. પોલીસ તો સામાન્ય જનતાની સલામતીનું શું ?  આનાથી લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, એવું લાગે છે કે, કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે.

યુપી STFએ અતીકના પુત્રનું એન્કાઉન્ટર કર્યું હતું
મહત્વનું છે કે,  યુપી એસટીએફની ટીમે ગુરુવારે ઝાંસીમાં અસદ અને તેના સાથી ગુલામની હત્યા કરી હતી જ્યારે તેઓ મોટરસાઈકલ પર ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે પીછો કરતાં બંનેએ ટીમ પર ગોળીબાર કર્યો હતો. જે બાદ STF ટીમે તેમની સામે જવાબી કાર્યવાહી કરી હતી. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીઓ પાસેથી આધુનિક વિદેશી હથિયારો મળી આવ્યા હતા. જેમાં બ્રિટિશ બુલડોગ રિવોલ્વર અને જર્મન વોલ્થર પિસ્તોલનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ