ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Yellow fever vaccine missing at AMC Health Center
ADVERTISEMENT
ADVERTISEMENT
અમદાવાદ જેવા મોટા શહેરોમાં કોરોના વેક્સિનનો સ્ટોક ખૂટી જતો હોય છે. તે વાતની બધાને જાણ છે. વેક્સિનનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે લોકોને પૂરતા પ્રમાણમાં વેક્સિન નથી મલી શકતી. જોકે હવે તો શહેરમાં યલો ફીવર રસીનો જથ્થો પણ ખૂટી પડ્યો છે. જેમા કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
દૂર દૂર આવતા લોકોને ધક્કા ખાવાનો વારો
ADVERTISEMENT
યેલો ફિવર રસીના રસીકરણ કેન્દ્ર પર એવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે રસી ખુટી પડી છે. જેથી જે લોકો દૂર દૂરથી રસી લેવા માટે આવી રહ્યા છે. તેઓ વીલા મોઢે પરત ફરી રહ્યા છે અને તેમને ધક્કાઓ ખાવાનો વારો આવ્યો છે. પરિણામે જે લોકો પરત જઈ રહ્યા છે તેમનામાં ક્યાંકને ક્યાંક રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
આફ્રિકા જવું હોય તો લેવી પડે છે યલો ફિવર રસી
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે જે પણ લોકોને આફ્રિકા જવું હોય છે. તેમને યલો ફિવર સર્ટી લેવું પડે છે. પરંતુ મનપાનો પાસે યલો ફીવર વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો છે. જેથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લેવા માટે તેઓ મજબૂર બન્યા છે.
2750 રૂપિયામાં ખાનગી હોસ્પિટલોમાં રસી મળે છે
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે મનપા આરોગ્ય કેન્દ્રમાં કોરોના વેક્સિન 500 રૂપિયામાં મળે છે. પરંતુ ત્યા સ્ટોક ખૂટી ગયો છે. જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં લોકો વેક્સિન લેવા જાય છે જ્યા તેમને 2750 રૂપિયા ચૂકવવા પડે છે. ખાનગી હોસ્પિટલોમાં ભાવ 5 ગણો વધારે હોવાને કારણે લોકો મનપા આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન લેવા જતો હોય છે. પરંતુ ત્યા વેક્સિન સ્ટોક ખૂટી ગયો છે. જેથી દૂર દૂરથી આવતા લોકો ધક્કા ખાઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ