બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Yatra Dham Aithor Omens, Rainfall, Know How The Year Will Go

મહેસાણા / વર્ષ 10 આની, ચોમાસુ વહેલું, યાત્રાધામ ઐઠોરના શુકનમેળામાં વરસાદનો વરતારો, જાણો કેવું જશે વર્ષ

Dinesh

Last Updated: 03:31 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahesana news: આ ગણપતિ મંદિરમાં દર વર્ષે ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમનો ભવ્ય શુકન મેળો યોજાય છે. જેમાં ફૂલ અને અનાજ ઉપરથી શુકન જોઈને સમગ્ર વર્ષનો વરતારો લગાવવામાં આવે છે.

સુપ્રસિદ્ધ ગણપતિધામ એવા મહેસાણાના ઐઠોર ગામે આવેલું છે. આ ગણપતિ મંદિરમાં દર વર્ષે ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમનો ભવ્ય શુકન મેળો યોજાય છે. જેમાં ફૂલ અને અનાજ ઉપરથી શુકન જોઈને સમગ્ર વર્ષનો વરતારો લગાવવામાં આવે છે. ત્રણ દિવસ યોજાતા આ શુકન મેળા દરમિયાન ઐઠોર ગામમાં ખેતી,વેપાર - ધંધો, રોજગાર ગ્રામજનો દ્વારા સદંતર બંધ રાખવામાં આવે છે.

વરતારાનું વર્ષો જૂનો ઈતિહાસ
ઉલ્લેખનીય છે કે, આશરે 1200 વર્ષ કરતા વધારે પ્રાચીન ઐઠોરનું ગણપતિ ધામ છે. 800 વર્ષથી શુકનનો મેળો યોજાય છે. જેમાં તલાટી તરીકે ઓળખાતા પરીવારના સભ્યો શુકન લખે છે. જેમાં ઐઠોર ગામના વડીલો અને નાયક ભાઈઓ દ્વારા ફૂલો અને અનાજના શુકન જોવામાં આવે છે. શુકન પ્રમાણે મંદિરના તલાટી શુકન લખતા જાય છે. શુકન દરમ્યાન નાયક ભાઈઓ ત્રણ દિવસ સુધી ભવાઈનો વેશ કાઢે છે. જે ભવાઈ દરમિયાન ભજવાતા પાત્રોના મુખેથી નીકળેલા શબ્દોનું અર્થઘટન કરી આખા વર્ષનું વર્ષ ફળ એટલે કે વરતારો નીકાળવામાં આવે છે.

ફૂલો અને અનાજથી જોવાય છે શુકન
પહેલા મુખવાણીથી વરતારો જોવામાં આવતું હતું પરંતુ અમુક સમય બોલાયેલા શબ્દોનું અર્થઘટ બદલાતા હવે ફૂલો અને અનાજના શુકન જોવામાં આવે છે.ત્યારે આ વખતે ઐઠોર ગણપતિ દાદા મંદિર ખાતે આગામી વર્ષ ફળ વરતારો નીકળ્યો છે.

શું છે આગમી વર્ષનો વરતારો ?
વરસાદ સારો રહેશે
ચોમાસાનું આગમન વહેલું થશે
વર્ષ એકંદરે 10 આની રહેશે 
રવિપાક સારો રહેશે 
વર્ષ એકંદરે શાંતિમય રહેશે 
રાજકીય પરિસ્થિતિ મજબૂત રહેશે

વધુ વાંચો : કોંગ્રેસે વિધાનસભાની પેટાચૂંટણી માટે 5 નામો કર્યા જાહેર, મોઢવાડિયા સામે ઓડેદરાનો જંગ, જુઓ લિસ્ટ

દર વર્ષે અહીં હજારો અને લાખોની સંખ્યામાં દૂર દૂરથી ભક્તો ગણપતિ દાદાના દર્શન કરવા આવે છે. અહીં આવતા અનેક ભક્તો ગણપતિ દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. અહીં શ્રદ્ધાળુ માટે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ