બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / Yash Soni and Tarjani Bhadla starrer Gujarati Film Danny Jigar Review

ફિલ્મ સમીક્ષા / Danny Jigar Review: મગજ બાજુએ મૂકો તો હાસ્યના ધમધોકાર ડોઝની ગેરેન્ટી!

Megha

Last Updated: 03:40 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તો અમે ડેની જીગર ફિલ્મ જોઈ લીધી છે. કેડી અને યશ સોનીની જોડીને કારણે આ ફિલ્મને લઈ તમે બધા જ ઉત્સાહિત છો, એનો અમને ખ્યાલ છે. એટલે અમે તમારા માટે ફિલ્મનો રિવ્યુ લઈને આવી ગયા છીએ.

  • યશ સોની સ્ટારર ફિલ્મ 'ડેની જીગર' આજે રીલીઝ થઈ ગઈ છે. 
  • જો મગજ બાજુએ મૂકીને માત્ર હસવું ગમે છે તો આ ફિલ્મ તમારા માટે છે

જો તમને મગજ બાજુએ મૂકીને માત્ર હસવું ગમે છે, જો તમે ફિલ્મમાં લોજિક નથી શોધતા, જો તમે બોડી શેમિંગ જેવી વાતોથી ઓફેન્ડ નથી થતા, બેઝિકલી તમે ફિલ્મ જો માત્ર ખડખડાટ હસવા માટે જુઓ છો, તો ડેની જીગર ફિલ્મ તમારા માટે છે. ક્યારેક અહીં તમને 90sના બોલીવુડની ઝલક દેખાય, તો ક્યારેક 70sના ડાન્સ સ્ટેપ્સ દેખાય. ક્યારેક લાગે કે આ ફિલ્મ બોલીવૂડને ટ્રિબ્યુટ છે કે પછી બોલીવૂડ પર સટાયર છે? 

ફિલ્મમાં કેડી અને યશ સોનીની જોડી હોવાને કારણે ઉત્સુક્તા વધારે હતી. પણ સાથે જ તર્જની ભાડલા, ચેતન દૈયા, રાહુલ રાવલ, જીતેન્દ્ર ઠક્કર, ઓમ ભટ્ટ અને પ્રેમ ગઢવી જેવા કલાકારોનું કામ જોવા પણ અમે એક્સાઈટેડ હતા. ખાનગી વાત જો તમને કહી દઈએ તો બધા જ કલાકારોએ ફિલ્મમાં મજા કરાવી છે. એક્ટિંગ લાઉડ જરૂર છે, પરંતુ ફિલ્મની થીમ જ આ છે. 

કઇંક આવી છે ફિલ્મની કહાની 
ગુજરાતી દર્શકોને નાટક હોય કે ફિલ્મ, કોમેડી વધારે જ ગમે છે. 'ડેની જીગર' પણ આવી જ એક કોમેડી ફિલ્મ છે જેમાં બૉલીવુડ અને સાઉથના હિરોનું કોમ્બિનેશન જોવા મળે છે. અને જો ફિલ્મની વાર્તાની વાત કરીએ તો 'દેશ વિદેશ સમિટ માટે એક 600 વર્ષ જૂની મૂર્તિ આપણાં નેતા વિદેશના નેતાને ભેટ આપવા છે, પણ તેના એક મહિના પહેલા આ મૂર્તિ ચોરાઇ જાય છે અને તેને શોધવાની જવાબદારી ઇન્સ્પેકટર ડેની જીગરને મળે છે. હવે આ મૂર્તિ કોણે ચોરી, શા માટે ચોરી અને ડેની જીગર ચોરને કેવી રીતે પકડી પાડે છે અને આ દરમિયાન કેવી રીતે એક જાડી છોકરીના પ્રેમમાં પડે છે.. આ છે કહાની.' પણ મજા અહીં રજૂઆતની છે. ડિરેક્ટર કેડીએ અહીં ઘણા એવા સીન્સ શૂટ કર્યા છે, જે તમે ક્યારેય કોઈ ફિલ્મમાં વિચાર્યા પણ નહીં હોય.

આ બે કલાકની ફિલ્મમાં ઘણા સીન એવા પણ આવશે કે તમે કહેશો કે 'બસ બસ.. આ ઘણું વધી ગયું.' પણ આગળ કહ્યું તેમ જો તમે મગજ બાજુએ મૂકીને જોશો તો ખુરશી પકડીને હસશો. પણ, ક્યારેક ક્યારે કોઈ સીનમાં એવું થશે કે સાવ આવું તો ના જ હોય. હવે વધારે થઈ રહ્યું છે, હસવું નથી આવતું. પરંતુ, તેના બીજા કે ત્રીજા જ સીનમાં તમે હસશો એ ચોક્કસ છે. ક્યાંક ચીતરી પણ ચડે તેવા રિયલ લાઈફ ઈન્સીડન્ટને ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યા છે. 

વધુ વાંચો: 2024માં આ ગુજરાતી ફિલ્મો કરશે તમારું મનોરંજન, જુઓ મચ અવેઈટેડ ફિલ્મોનું લિસ્ટ

દર્શકોને કોઈ પણ રીતે બે કલાક સસુધી હસાવવાંના ચક્કરમાં થોડો વર્ગ ઓફેન્ડ થઈ જશે એવા પણ ઘણા સીન ફિલ્મમાં જોવા મળ્યા છે. જેમાં ખાસ કરીને પૂજા એટલે કે તર્જની ભાડલાના પાત્રને જે રીતે દર્શાવવામાં આવ્યું છે એ કોમેડી ઓછું અને ફેમિનિસ્ટના લાગણી દુભાવવાવાળું વધુ લાગ્યું. 2 કલાકની ફિલ્મમાં એક પણ ઇમોશનલ સીન નથી અને લવ સીનમાં પણ પ્રેમ નથી.. બસ કોમેડી કોમેડી અને કોમેડી... જો કે ડિરેક્ટર ક્રિષ્નદેવ યાજ્ઞિકનું કામ વખાણવાલાયક છે. સાથે જ ફિલ્મમાં થોડા વન ટેક સીન લેવામાં આવ્યા છે જેમાં કલાકારોની મહેનત દેખાઈ રહી હતી. 

ટિપ: ફિલ્મમાં ડિરેક્ટર ક્રિષ્નદેવ યાજ્ઞિકનો નાનકડો કેમિયો પણ છે, જો તમને દેખાઈ જાય તો અમને કમેન્ટ્માં જરૂર જણાવજો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Danny Jigar Review Krishnadev Yagnik film review yash soni ક્રિષ્નદેવ યાજ્ઞિક ફિલ્મ ડેની જીગર યશ સોની Danny Jigar Review
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ