બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Yamini Rangan America's top tech CEOs India America struggled achieve position

સક્સેસ સ્ટોરી / સલામ છે આ મહિલાને, એક સમયે હોટલમાં વેઈટરનું કામ કરતી આજે ચલાવી રહી છે રૂ.2 લાખ કરોડની કંપની

Pravin Joshi

Last Updated: 10:23 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યામિની રંગનનું નામ ટેક્નોલોજી સેક્ટરમાં આદરણીય સીઈઓ તરીકે લેવામાં આવે છે. યામિની યુએસમાં 25.66 બિલિયન ડોલર એટલે કે 2 લાખ કરોડથી વધુની નેટવર્થ સાથે કંપનીનું નેતૃત્વ કરી રહી છે.

  • યામિની રંગન અમેરિકન સોફ્ટવેર ફર્મ હબસ્પોટની સીઈઓ છે
  • કોઈમ્બતુરમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક થયા
  • 2019 માં સૌથી પ્રભાવશાળી મહિલા સહિત અનેક પુરસ્કારો જીત્યા 

સુંદર પિચાઈ, સત્ય નડેલા, પરાગ અગ્રવાલ, થોમસ કુરિયન સહિત ઘણા ટોચના CEO અને ભારતથી લઈને અમેરિકા સુધીના ટેક સેક્ટરમાં અન્ય ઘણા ટોચના CEO એ સમગ્ર વિશ્વમાં તેમની પ્રતિભા સાબિત કરી છે. જો કે, આ નામો ખૂબ ફેમસ છે અને સમાચારોમાં રહ્યા છે, પરંતુ કેટલાક નામ એવા છે જે વધારે હેડલાઈન્સ તો નથી બનાવી શક્યા પરંતુ ટેલેન્ટના મામલે પણ આગળ રહ્યા છે. યામિની રંગન આ યાદીમાં સામેલ છે, દેશની આ દીકરીએ ભારતના નાના શહેરમાંથી અમેરિકા પહોંચીને મોટું નામ કમાવ્યું છે.

Topic | VTV Gujarati

યામિની રંગનનું નામ ટેક્નોલોજી સેક્ટરમાં આદરણીય સીઈઓ તરીકે લેવામાં આવે છે. યામિની યુએસમાં 25.66 બિલિયન ડોલર એટલે કે 2 લાખ કરોડથી વધુની નેટવર્થ સાથે કંપનીનું નેતૃત્વ કરી રહી છે. તે ભારતમાં સ્થિત ડેવલપર અને સોફ્ટવેર ફર્મ HubSpotની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) છે. આવો જાણીએ માત્ર 21 વર્ષની ઉંમરમાં અમેરિકા પહોંચેલી યામિનીએ સફળતાની આ સફર કેવી રીતે નક્કી કરી.

પ્રથમ નોકરીમાં હોટેલમાં ભોજન પીરસ્યું

21 વર્ષની ઉંમરે યામિની મોટા સપના સાકાર કરવા માટે ભારતના એક નાના શહેરમાંથી અમેરિકા આવી હતી. જોકે, સફળતાની આ સફર એટલી સરળ નહોતી. યામિની રંગને તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. એક મહિના માટે અમેરિકામાં રહેવાનો પ્રયાસ કરતી યામિનીનું ભાડું ચૂકવ્યા પછી તેના ખિસ્સામાં માત્ર $150 બચ્યા હતા. આવી સ્થિતિમાં તેને કોઈપણ સંજોગોમાં કામની જરૂર હતી. એક રિપોર્ટ અનુસાર યામિનીએ તેની પ્રથમ નોકરી એટલાન્ટાના ફૂટબોલ સ્ટેડિયમમાં લીધી, જ્યાં તેણે રેસ્ટોરન્ટમાં ભોજન પીરસ્યું. યામિનીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે હંમેશા સ્વતંત્ર રહેવા માંગતી હતી અને ઘરે પરત જવા માંગતી ન હતી અને તેના માતા-પિતા પાસેથી પૈસા માંગતી નહોતી.

ભારતમાં અભ્યાસ કર્યો અને અમેરિકાની અગ્રણી કંપનીઓ સાથે કામ કર્યું

યામિની રંગને ભરથિયાર યુનિવર્સિટી, કોઈમ્બતુરમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા પહેલા બર્કલેથી એમબીએ કર્યું. તેમની લાંબી અને સફળ કારકિર્દીમાં તેમણે SAP, Lucent, Workday અને Dropbox જેવા IT જાયન્ટ્સ માટે કામ કર્યું. 2020 માં તેઓ HubSpot માં ચીફ કસ્ટમર એક્ઝિક્યુટિવ તરીકે જોડાયા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ