ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / xiaomi-exchange-offer-everything-you-need-to-know

NULL / Xiaomi ની એક્સચેન્જ ઑફર જૂના સ્માર્ટફોન બદલીને ખરીદો નવો!

Published By: vtvAdmin

Last Updated: 06:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ચીની કંપની Xiaomiના સ્માર્ટફોન્સ ભારતમાં ઝડપથી પૉપ્યુલર થઇ રહ્યા છે અને દિવસેને દિવસે  વેચાણ થઇ રહ્યું છે. કંપનીએ ગત વર્ષે સ્માર્ટફોન એક્સચેન્જ કરવાની સર્વિસ શરૂ કરી હતી. હવે કંપની ફરી એકવાર આ ઑફર લઇને આવી છે.

કંપનીની ઑફિશ્યલ  વેબસાઇટ mi.com પરથી તમે આ ઑફરનો લાભ લઇ શકો છો. તેના કસ્ટમર્સને ઇન્સ્ટન્ટ એક્સચેન્જ કૂપન આપવામાં આવી રહી છે. જેના દ્વારા ગ્રાહકો જૂના હેન્ડસેટને એક્સચેન્જ કરીને નવો ખરીદી શકે છે. તેના માટે કંપનીની વેબસાઇટ પર એક ખાસ પેજ બનાવવામાં આવ્યું છે.

આ ઑફરને માટે Xiaomiએ કેશફાઇની સાથે પાર્ટનરશિપ કરી છે અને આ Mi Home સ્ટોર પર વેલિડ છે. Xiaomi અનુસાર હેન્ડસેટની કન્ડિશનને દેખતા કંપનીએ માર્કેટ પ્રાઇસ અનુસાર બેસ્ટ વેલ્યૂ આપવાનો દાવો કરે છે. તેના માટે તમારે તમારા સ્માર્ટફોનનો IMEI નંબર રજીસ્ટર કરાવવાનો રહેશે. તેના માટે તમારા MI એકાઉન્ટ વેલ્યૂની કૂપન પણ જોડાઇ જશે.

સૌથી પહેલા MI એક્સચેન્જ પેજ પર જઇ તમારે એકાઉન્ટનું લૉગઇન કરવાનું રહેશે. આ સપોર્ટેડ ડિવાઇસની લિસ્ટ મળશે જ્યાં તમે જૂના સ્માર્ટફોન એક્સચેન્જ કરી શકો છો. અહી તમને 15 બ્રાન્ડનો ઑપ્શન આપવામાં આવી રહ્યો છે. જે પણ કંપનીનો જૂનો સ્માર્ટફોન તમે એક્સચેન્જ કરવા માંગતા હોય તેને તમે અહી સિલેક્ટ કરી શકો છો.

સિલેક્ટ કર્યા બાદ તમને તેની વેલ્યૂ દર્શાવવામાં આવશે. તે પછી તમારે તમારા જૂના સ્માર્ટફોનનો IMEI નંબર રજીસ્ટર કરાવવાનો રહેશે. તે પછી એક્સચેન્જ કૂપન આપવામાં આવશે જે એકાઉન્ટમાં જ મળશે. અહી તમે સ્માર્ટફોન ખરીદી શકો છો. ઑર્ડર પ્લેસ કર્યા બાદ તમારી પાસે જૂનો સ્માર્ટફોન કલેક્ટ કરવા માટે કંપની તરફથી કોઇ વ્યક્તિ મોકલવામાં આવશે. તે જ વખતે તમને નવો સ્માર્ટફોન મળી જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ