Wow, if there is a collector, he informed the villagers that the government grant
ખરા અર્થમાં સેવા /
VIDEO : વાહ કલેક્ટર હોય તો આવા, ગ્રામજનોને સામેથી જાણ કરી કે સરકારની ગ્રાન્ટ આવી ગઈ છે
Team VTV09:31 PM, 16 Mar 22
| Updated: 09:31 PM, 16 Mar 22
મહીસાગર કલેક્ટર ડોક્ટર મનિષ બંસલનો વીડિયો વાયરલ થયો છે જેમાં ગામના વિકાસ માટે ગ્રાન્ટ આવી ગઈ હોવાની સામેથી માહિતી આપી હતી અને લાભ લેવા જણાવ્યું હતું
કામ થાય આમ, હૈયે પ્રજાહિત
મહીસાગર કલેક્ટરની કામગીરી
અન્ય અધિકારીઓ માટે પ્રેરણા સ્ત્રોત
મહીસાગર કલેક્ટર ડોક્ટર મનિષ બંસલનો વીડિયો વાયરલ થયો છે જેમાં ગામના વિકાસ માટે ગ્રાન્ટ આવી ગઈ હોવાની સામેથી માહિતી આપી હતી અને લાભ લેવા જણાવ્યું હતું. જરૂરી કામને પ્રાથમિકતા આપવાની કલેક્ટરે આપી બાહેંધરી હતી. કલેક્ટરે ગ્રાન્ટ અંગે સામેથી જાણ કરી હોવાનો પ્રથમ કિસ્સો બન્યો તેમ કહી શકાય.
મહિસાગરના કલેક્ટરે શું કહ્યું ?
ડૉ.મનિષ બંસલે કહ્યું ત્રણ તાલુકા, સંતરામપુર, કડાણા અને ખાનપુરમાં બે- બે કરોડની રાજ્ય સરકારની ગ્રાન્ટ આવે છે. એ ગ્રાન્ટ આવી ગઇ છે. જે ગામડામાં કામની ખરેખર જરૂરીયાત છે, તમે તમારા ગામના કામની યાદી સરપંચ કે ધારાસભ્ય મારફતે મોકલી શકો છો. એક વીકમાં તમે મોકલી દો, જેથી વિકાસના કામમાં મોકલી શકાય. અને બીજુ કે જિલ્લા કલેક્ટર માટે 50 લાખની ગ્રાન્ટ હોય છે. જે આખા જિલ્લા માટે હોય છે. જિલ્લાના તમામ લોકો કામ મોકલી શકે જેથી હું વિકાસના કામમાં મોકલી શકું.