ચેતેશ્વર પૂજારા હાલ શાનદાર ફોર્મમાં છે. તેણે ઈંગ્લેન્ડમાં ત્રણ સદી ફટકારી છે, જેમાં બે બેવડી સદી પણ સામેલ છે. હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પૂજારાનો દીકરી સાથેનો વીડિયો વાઇરલ
2022ના આઇપીએલમાં નથી રમી રહ્યો ચેતેશ્વર પૂજારા
પૂજારાએ ઇંગ્લેન્ડમાં 3 સદી ફટકારી
આઇપીએલ થી દૂર ચેતેશ્વર પૂજારા
સમગ્ર વિશ્વ હાલ આઇપીએલના ભરડામાં છે, પરંતુ ભારતનો ડેશિંગ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા આઇપીએલથી દૂર ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યો છે. પુજારા ઈંગ્લેન્ડમાં રન બનાવી રહ્યો છે, જ્યાં તે અત્યાર સુધી માત્ર ત્રણ જ મેચ રમ્યો છે અને બે બેવડી સદી બાદ ફરી સદી પણ ફટકારી ચૂક્યો છે.
આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ચેતેશ્વર પૂજારા હંમેશા પોતાની ક્લાસિક બેટિંગ માટે ફેમસ રહ્યો છે. તેની પત્ની પૂજા પૂજારા અને પુત્રી અદિતિ પણ પૂજારાની મેચ જોવા ઇંગ્લેન્ડ ગયા છે. મેચ બાદ પૂજારા અને તેની દીકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પુજારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો હતો અને તેણે લખ્યું હતું કે મેદાન પર સારા દિવસ બાદ અદિતિના હાઈ-ફાઈવથી વધુ સારું કંઈ નથી.
ઇંગ્લેન્ડમાં ત્રણ સદી
ચેતેશ્વર પૂજારાએ ઇંગ્લેન્ડમાં પાંચ ઇનિંગ્સમાં 3 સદી ફટકારી છે. પૂજારાએ આ દરમિયાન સસેક્સ સાથે ડેબ્યૂ મેચમાં 6 અને અણનમ 201 રન બનાવ્યા હતા, જેના કારણે ડર્બીશાયર સામે ફોલોઓન થયા બાદ ટીમે મેચ ડ્રો કરી હતી. આ પછી પુજારાએ વાસ્ટરશાયર સામે 109 અને 12 રનની ઈનિંગ રમી હતી. જોકે આ મેચમાં તેની ટીમ 34 રનથી હારી ગઈ હતી. શનિવારે ડરહામ સામે કાઉન્ટી ચેમ્પિયનશિપના સેકન્ડ ડિવિઝનની આ ચાર દિવસીય મેચમાં પુજારા 334 બોલમાં 203 રન બનાવીને આઉટ થયો હતો.
ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શકે છે
ચેતેશ્વર પૂજારાને શ્રીલંકા સામેની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે તેનું બેટ ઉગ્રતાથી બોલી રહ્યું છે. એવામાં ઇંગ્લેન્ડ પ્રવાસની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ માટે ટીમમાં વાપસી કરી શકે છે.પૂજારાએ પોતાના દમ પર ટીમ ઇન્ડિયા માટે ઘણી મેચ જીતી છે.