બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / World's second largest liquor company sold for just 90 rupees, 2600 crore business

ભારે કરી / માત્ર 90 રૂપિયામાં વેચાઈ ગઈ દારૂ બનાવતી દુનિયાની બીજા નંબરની સૌથી મોટી કંપની, 2600 કરોડનો હતો કારોબાર

Megha

Last Updated: 01:26 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heineken sells Russian business: વિશ્વની બીજા નંબરની સૌથી મોટી દારૂ બનાવતી કંપની હેનકેને રશિયામાં તેનો બિઝનેસ સમેટી લેવાની તૈયારીમાં છે. કંપનીએ 2600 કરોડનો બિઝનેસ માત્ર 90 રૂપિયામાં વહેંચવાનો નિર્ણય લીધો

  • બીજી સૌથી મોટી લિકર મેન્યુફેક્ચરિંગ કંપનીએ રશિયામાં બિઝનેસ સમેટી લીધો 
  • હેનકેનએ 2600 કરોડનો બિઝનેસ માત્ર 90 રૂપિયામાં વેચવાનો નિર્ણય કર્યો 
  • કંપનીને લગભગ 300 મિલિયન ડોલરનું નુકસાન થયું છે

Heineken Sells Its Business in Russia for 1 Euro: સમગ્ર વિશ્વમાં દારૂ પીનારા લોકોની સંખ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં દુનિયાની બીજી સૌથી મોટી લિકર મેન્યુફેક્ચરિંગ કંપનીએ રશિયામાં પોતાનો બિઝનેસ સમેટી લેવાની તૈયારી કરી લીધી છે. નેધરલેન્ડની શરાબ બનાવતી કંપની હેનકેન એ તેનો રશિયાનો બિઝનેસ માત્ર 90 રૂપિયામાં વેચ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત બિલકુલ સાચી છે. 

 2600 કરોડનો બિઝનેસ માત્ર 90 રૂપિયામાં વેચવાનો નિર્ણય
કંપનીએ તેનો રશિયન બિઝનેસ અર્ન્સ્ટ ગ્રુપને માત્ર એક યુરો એટલે કે રૂ. 90માં વેચવાનો સોદો કર્યો છે. યુક્રેન પર રશિયન આક્રમણ બાદ વિશ્વની બીજી સૌથી મોટી લિકર કંપની હેનકેને રશિયામાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. હેનકેને રશિયામાં તેનો 2600 કરોડનો બિઝનેસ માત્ર 90 રૂપિયામાં વેચવાનો નિર્ણય કર્યો છે. કંપનીના આ નિર્ણયને કારણે તેને લગભગ 300 મિલિયન ડોલરનું નુકસાન થયું છે. ભારતીય ચલણમાં તે લગભગ 26 અબજ 80 કરોડ રૂપિયા બરાબર છે. બ્રેવર હેઈનકેને જણાવ્યું હતું કે તેણે રશિયાના અર્ન્સ્ટ ગ્રૂપને પ્રતીકાત્મક એક યુરોમાં તેનો વ્યવસાય વેચીને રશિયામાંથી બહાર નીકળવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

આ કંપનીને વેચવા પાછળનું કારણ છે
હવે સવાલ એ થાય છે કે દુનિયાની સૌથી મોટી લિકર કંપનીએ માત્ર 90 રૂપિયામાં પોતાનો બિઝનેસ કેમ વેચ્યો? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેન પર રશિયાના સતત હુમલાઓને કારણે હેઈનકેને રશિયા છોડવાનો નિર્ણય લીધો છે.હેનકેનના આ નિર્ણયને કારણે કંપનીને ભારે નુકસાન થઈ રહ્યું છે. કંપનીના સીઈઓ ડોલ્ફ વાન ડેન બ્રિકે જણાવ્યું કે, હેઈનકેનના 1800 કર્મચારીઓ રશિયામાં બિઝનેસ કરે છે. જોકે, કંપની વેચવાથી કર્મચારીઓ પર કોઈ અસર નહીં થાય. કંપનીએ તેમને આગામી 3 વર્ષ માટે રોજગારની ખાતરી આપી છે.

રશિયામાં વ્યવસાય સમાપ્ત કરતી કંપનીઓ
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે રશિયા આ દિવસોમાં ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. હેનકેનની જેમ રશિયામાં ઘણી કંપનીઓ દેશ છોડી રહી છે. યુદ્ધના કારણે પશ્ચિમી દેશોએ રશિયા પર ઘણા નિયંત્રણો લાદી દીધા છે જેના કારણે લોકો માટે રશિયામાં વેપાર કરવો મુશ્કેલ બની રહ્યો છે. ઘણી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ રશિયા છોડી ગઈ છે, હેનકેન પણ તેમાંથી એક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ