ન્યૂઝ ઉપડેટસ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ છે દુનિયાની સૌથી મોંઘી સાડી, સોના-હીરા જડિત આ સાડીની કિંમત કેટલી? વજન એટલો કે પહેરતા પહેલાં સો વાર વિચારશો

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / આ છે દુનિયાની સૌથી મોંઘી સાડી, સોના-હીરા જડિત આ સાડીની કિંમત કેટલી? વજન એટલો કે પહેરતા પહેલાં સો વાર વિચારશો

Last Updated: 07:45 AM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દુનિયામાં દરરોજ અનેક નવા રેકોર્ડ બને છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે પોતાની અનોખી કારીગરીના કારણે વર્ષો સુધી ચર્ચામાં રહે છે. આવી જ એક છે કાંચીપુરમમાં તૈયાર થયેલી ‘વિવાહ પટ્ટૂ’ સાડી.

1/7

photoStories-logo

1. આ છે દુનિયાની સૌથી મોંઘી સાડી

દુનિયામાં અનેક મોંઘી અને લક્ઝરી સાડીઓ જોવા મળે છે પરંતુ એક સાડી એવી છે જે પોતાની અનોખી કારીગરીના કારણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ચૂકી છે.‘વિવાહ પટ્ટૂ’ નામની આ સાડી પર રાજા રવિ વર્માની 11 પ્રસિદ્ધ પેઇન્ટિંગ્સને વણાટ દ્વારા ઉતારવામાં આવી છે.સોના, હીરા અને અનેક કિંમતી રત્નોથી સજાયેલી આ સાડીની કિંમત લાખો રૂપિયામાં છે અને તેનું વજન પણ લગભગ 8 કિલો છે.આ સાડીને તૈયાર કરવામાં 4,760 કલાકની મહેનત લાગી હતી, જેના કારણે તે આજે પણ દુનિયાની સૌથી ખાસ સિલ્ક સાડીઓમાં ગણાય છે.પલ્લુ પર છે રાજા રવિ વર્માની ખાસ પેઇન્ટિંગ

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સાડીની ખાસિયત

‘વિવાહ પટ્ટૂ’ સાડીની સૌથી મોટી ખાસિયત તેનું અનોખું આર્ટવર્ક છે. આ સાડી પર જાણીતા ચિત્રકાર રાજા રવિ વર્માની 11 પ્રસિદ્ધ પેઇન્ટિંગ્સને ઉતારવામાં આવી છે. તેના પલ્લુ પર તેમની જાણીતી ‘ગેલેક્સી ઓફ મ્યુઝિશિયન્સ’ પેઇન્ટિંગ પણ સામેલ છે. આ પેઇન્ટિંગમાં ભારતના અલગ-અલગ વિસ્તારોની મહિલાઓ પરંપરાગત વાદ્યો વગાડતી જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ પેઇન્ટિંગ્સને સાડી પર અલગથી પ્રિન્ટ કરવામાં આવી નથી. સાડી બનાવતી વખતે જ વણાટની પ્રક્રિયામાં અલગ-અલગ રંગના દોરાની મદદથી આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. એટલે કે પેઇન્ટિંગ સાડીના કાપડનો જ એક ભાગ બની ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ડબલ રેપ વણાટથી તૈયાર કરવામાં આવી

ભારતમાં કાંચીપુરમ પોતાની શાનદાર સિલ્ક વણાટ માટે જાણીતું છે. આ ખાસ સાડીને તૈયાર કરવામાં કુલ 4,760 કલાકનો સમય લાગ્યો હતો. તેની વણાટ સામાન્ય સાડીઓ જેવી નહોતી પરંતુ તેમાં ડબલ રેપ વણાટ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટેકનિકમાં કાપડની વણાટ માટે દોરાની બે પરતોનો ઉપયોગ કરવામાં આવે છે. વણકરો અલગ-અલગ રંગના દોરાને ખૂબ જ ઝીણવટથી ગોઠવીને કાપડમાં જ તસવીરો અને ડિઝાઇન તૈયાર કરે છે. તેથી ડિઝાઇન માટે ઉપરથી પ્રિન્ટ કરવાની જરૂર પડતી નથી. આ જ ટેકનિકે સાડીને વધુ વિશિષ્ટ બનાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સોનું, હીરા અને અનેક કિંમતી રત્નોનો ઉપયોગ

‘વિવાહ પટ્ટૂ’ની સુંદરતા માત્ર રાજા રવિ વર્માની પેઇન્ટિંગ્સ સુધી મર્યાદિત નથી. આ સાડીમાં 59.7 ગ્રામ સોનું, 3.913 કેરેટ હીરા, 120 મિલિગ્રામ પ્લેટિનમ અને 5 ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રૂબી, પન્ના, નીલમ, કેટ્સ આઈ, ટોપાઝ, મોતી અને મૂંગા જેવા અનેક કિંમતી રત્નોથી પણ તેને સજાવવામાં આવી છે. આટલી બધી કિંમતી ધાતુઓ અને રત્નોના ઉપયોગને કારણે સાડી માત્ર કપડું નહીં પરંતુ એક કિંમતી આર્ટ પીસ જેવી દેખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. 36 કારીગરોએ મળીને કરી કલાકોની મહેનત

આટલી ઝીણવટભરી ડિઝાઇન એક વ્યક્તિ માટે તૈયાર કરવી સરળ નહોતી. કાંચીપુરમની ‘ધ ચેન્નઈ સિલ્ક મિલ’ના કુલ 36 કારીગરોએ મળીને આ સાડીને હાથથી તૈયાર કરી હતી. તેની ડિઝાઇન તૈયાર કરવા માટે 7,440 જેક્વાર્ડ હુક્સ અને લગભગ 66,700 ડિઝાઇન કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાડીની દરેક પેઇન્ટિંગ અને ડિઝાઇન પાછળ ખૂબ જ ટેકનિકલ વણાટ અને કલાકોની મહેનત કરવામાં આવી હતી. આ જ કારણ છે કે તેની કારીગરી આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. લગભગ 8 કિલો છે સાડીનું વજન

સોનું, હીરા અને અનેક કિંમતી રત્નોથી સજાયેલી આ સાડીનું વજન લગભગ 8 કિલો છે. આટલું વજન હોવા છતાં તેને માત્ર ડિસ્પ્લે પીસ તરીકે બનાવવામાં આવી નહોતી. તેને એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે તેને પહેરી શકાય અને ડ્રેપિંગ દરમિયાન તેનું વજન એક જ જગ્યાએ અનુભવાય નહીં. સાડી પર વણાટ અને એમ્બેલિશમેન્ટનું કામ એવી રીતે કરવામાં આવ્યું છે કે તેનું વજન સંતુલિત રહે અને પહેરનારને બેલેન્સ્ડ લુક મળે. તેની દરેક ડિટેલ દર્શાવે છે કે આ સાડી માત્ર પહેરવેશ નહીં પરંતુ કારીગરી અને કળાનું અનોખું સંયોજન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. લાખો રૂપિયામાં વેચાઈ અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ

‘વિવાહ પટ્ટૂ’એ મોસ્ટ એક્સપેન્સિવ સિલ્ક સાડી તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. આ સાડીનું પહેલું વર્ઝન 2007માં તૈયાર થયું હતું. ત્યારબાદ 5 જાન્યુઆરી 2008ના રોજ બેંગલુરુના એક બિઝનેસમેને તેને પોતાની પત્નીને લગ્નની 10મી વર્ષગાંઠ પર ભેટ આપી હતી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર 2008માં આ સાડીની કિંમત ₹39,31,627 નોંધાઈ હતી. એક વર્ષ બાદ કુવૈતના એક બિઝનેસમેને પણ તેનું એક બીજું વર્ઝન તૈયાર કરાવ્યું હતું અને તેને કથિત રીતે લગભગ ₹40 લાખમાં ખરીદ્યું હતું. આ રીતે રાજા રવિ વર્માની કળા, કાંચીપુરમની પરંપરાગત વણાટ અને સોનું-હીરા સહિતના કિંમતી રત્નોના અનોખા સંયોજનથી બનેલી ‘વિવાહ પટ્ટૂ’ આજે પણ દુનિયાની સૌથી ખાસ અને મોંઘી સિલ્ક સાડીઓમાંની એક તરીકે ઓળખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Guinness World Record Saree Vivah Pattu Saree Most Expensive Silk Saree
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ