બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / worlds half population will be victim of mental disorder shocking revelation

રિસર્ચ / વિશ્વની અડધોઅડધ વસ્તી આટલી ઉંમરે થઇ જશે 'માનસિક વિકૃતિ'નો શિકાર, સામે આવ્યો ચોંકાવનારો સ્ટડી

Bijal Vyas

Last Updated: 11:24 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ યુનિવર્સિટી ઓફ હોવર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, વિશ્વની અડધી વસ્તી 75 વર્ષની ઉંમર સુધીમાં માનસિક વિકારનો શિકાર બની જશે.

  • દુનિયાની અડધી વસ્તી માનસિક સમસ્યાઓથી પીડિત છે
  • પુરુષોમાં આલ્કોહોલનું સેવન, ડિપ્રેશન અને ફોબિયા જેવી સમસ્યાઓ જોવા મળી
  • દરરોજ શારીરિક પ્રવૃત્તિ કરો, વ્યાયામ માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે

Alarming Mental Health Trends: શરીરને ફિટ રહેવાની સાથે સાથે મનનું પણ ફિટ હોવું ખૂબ જ જરૂરી છે. માનસિક સ્વાસ્થ્યને ક્યારેય હળવાશથી ન લેવું જોઈએ. ઘણા લોકો માનસિક સમસ્યાઓને રોગ પણ નથી માનતા. પરંતુ હકીકત એ છે કે અડધી વસ્તી માનસિક સમસ્યાઓથી પીડિત છે. ત્યારે આ અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અભ્યાસ મુજબ, વિશ્વની અડધી વસ્તી 75 વર્ષની ઉંમર સુધીમાં માનસિક વિકારનો શિકાર બની જશે. આવો તેના વિશે વિગતવાર જાણીએ...

શું કહે છે સ્ટડી?
યુનિવર્સિટી ઓફ હોવર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એક લાખ 50 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2021 અને 2022માં 29 દેશોના લોકોએ ભાગ લીધો હતો. આ સ્ટડી અનુસાર, વિશ્વની અડધી વસ્તી 75 વર્ષની ઉંમર સુધીમાં માનસિક વિકારનો શિકાર બની જશે.

આજે International Yoga Day: કેમ 21 જૂને જ મનાવવામાં આવે છે યોગ દિવસ, જાણો  ઇતિહાસથી લઇને મહત્વ international yoga day 2023 date history

ઉલ્લેખનીય છે કે, સંશોધનમાં સામેલ પુરુષો અને મહિલાઓમાં ત્રણ માનસિક વિકૃતિઓ સામાન્ય હતી. તેમના મતે, લોકોમાં હતાશા અને ચિંતા એકદમ સામાન્ય છે. પુરુષોમાં આલ્કોહોલનું સેવન, ડિપ્રેશન અને ફોબિયા જેવી સમસ્યાઓ જોવા હતી. સાથે જ મહિલાઓમાં ડિપ્રેશન, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ તેમજ ફોબિયા જેવી સમસ્યાઓ પણ જોવા મળી હતી.

મેન્ટલ હેલ્થ ખરાબ થવાના લક્ષણ

  • મેન્ટલ હેલ્થ બગડવાની સૌથી મોટી નિશાની એ છે કે આમાં વ્યક્તિ સામાજિક પ્રવૃત્તિ છોડી દે છે અને કોઈપણ પ્રકારનું કનેક્શન જાળવી શકતી નથી.
  • વ્યક્તિ વધુ પડતી ચિંતા કરવા લાગે છે. ચિંતા એટલી વધી જાય છે કે દરેક નાની-નાની વાત પર ડર લાગવા લાગે છે.
  • ખુશ થવું કે બિલકુલ ખુશ ન લાગવું એ પણ નબળા માનસિક સ્વાસ્થ્યના લક્ષણો છે.આ સિવાય કામમાં રસ ન હોવો.
  • ઊંઘની આદતો પણ બદલાય છે. જેમ કે રાત્રે ઊંઘ ન આવવી, દિવસ દરમિયાન સૂવું, રાત્રે વારંવાર જાગવું કે સવારે મોડે સુધી સૂવું. આ બધા નબળા માનસિક સ્વાસ્થ્યના સંકેતો છે.

પૂરતી ઊંઘ ન મળે તો ઇમ્યુનિટી નબળી પડે છેઃ જાણો અજાણી વાતો | Immunity is  weakened if you do not get enough sleep

મેન્ટલ હેલ્થને યોગ્ય કેવી રીતે રાખવી

  • મેન્ટલ હેલ્થને યોગ્ય રાખવા માટે, વ્યક્તિએ પ્રકૃતિ સાથે થોડો સમય પસાર કરવો જોઈએ.
  • 7 થી 8 કલાકની યોગ્ય ઊંઘ લેવી પણ જરૂરી છે.
  • સંતુલિત આહાર લેવાથી તમારા મૂડ અને એનર્જી લેવલમાં સુધારો થઈ શકે છે.
  • ધૂમ્રપાન, આલ્કોહોલ અને અન્ય પ્રકારની દવાઓથી દૂર રહો.
  • દરરોજ શારીરિક પ્રવૃત્તિ કરો, વ્યાયામ માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ