બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:05 PM, 17 May 2026
Petrol Diesel Price : વૈશ્વિક ઉર્જા બજારમાં ફરી એકવાર અનિશ્ચિતતા વધી રહી છે. વાસ્તવમાં હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ અને અમેરિકા દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણય બાદ વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઇંધણના ભાવ પર પડી શકે છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર આપવામાં આવેલી કામચલાઉ છૂટને આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પછી વૈશ્વિક બજારમાં ફરીથી સપ્લાયને લઈને ચિંતાઓ વધી ગઈ છે. ખાસ કરીને એવા સમયમાં જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં પહેલેથી જ ભૂરાજકીય તણાવ યથાવત છે.
ADVERTISEMENT

ટ્રમ્પે રશિયન ઓઈલ ખરીદવાની છૂટ ન આપી
ADVERTISEMENT
રશિયા વિશ્વના મોટા ક્રૂડ ઓઇલ નિકાસકાર દેશોમાં સામેલ છે. અમેરિકા અને યુરોપિયન દેશોએ રશિયા પર અગાઉથી અનેક પ્રતિબંધો લાદ્યા છે, પરંતુ વૈશ્વિક સપ્લાય જાળવવા માટે અમુક સમય માટે છૂટ આપવામાં આવી હતી. હવે આ છૂટ સમાપ્ત થતા ફરી એકવાર બજારમાં અસ્થિરતા વધી શકે છે. ભારત માટે આ સ્થિતિ ખાસ મહત્વપૂર્ણ બની શકે છે કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. મધ્ય પૂર્વમાં ઊભા થયેલા સંકટ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે ભારતે વિકલ્પરૂપે રશિયન તેલ પર વધુ નિર્ભરતા વધારી હતી.
આ પણ વાંચો : હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારત માટે રાહતના સમાચાર, પેટ્રોલ-ડીઝલની નહીં રહે કોઈ અછત
ADVERTISEMENT
માર્ચ 2026 થી એપ્રિલ 2026 દરમિયાન યુરોપમાંથી ભારતની તેલ આયાત વધુ રહી છે. અહેવાલો અનુસાર પશ્ચિમ એશિયા કટોકટી અને હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધ્યા પછી માર્ચ 2026 થી ભારતે રશિયન તેલ આયાતમાં નોંધપાત્ર વધારો જોયો છે. માર્ચ 2026માં, ભારતે દરરોજ આશરે 4.5 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, જે આમાંથી આશરે 50% જેટલી હતી, જ્યારે મધ્ય પૂર્વમાંથી પુરવઠો 61% ઘટ્યો હતો. નોંધપાત્ર રીતે એપ્રિલ 2026માં રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર રહ્યો. ભારતની ક્રૂડ ઓઇલ આયાત ફેબ્રુઆરીના સ્તરના આશરે 85% રહી. એપ્રિલમાં રશિયન ક્રૂડ ઓઇલની આયાત કુલ 1.57 મિલિયન બેરલ પ્રતિ દિવસ હતી, જે માર્ચની તુલનામાં આશરે 20% ઓછી છે. થોડા દિવસ પહેલા જ ભારતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3 નો વધારો કર્યો હતો. CNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. જોકે, નિષ્ણાતો કહે છે કે જો તેલના ભાવ ઊંચા રહેશે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.