ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિશ્વ / હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારત માટે રાહતના સમાચાર, પેટ્રોલ-ડીઝલની નહીં રહે કોઈ અછત

વિશ્વ / હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારત માટે રાહતના સમાચાર, પેટ્રોલ-ડીઝલની નહીં રહે કોઈ અછત

Published By: Priykant Shrimali

Last Updated: 09:27 AM, 17 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Strait of Hormuz : વર્તમાન સમયમાં જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ પર ભૂરાજકીય તણાવ વધતો જાય છે, ત્યારે આ ટેન્કરની સફળ યાત્રા ભારત માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે

ADVERTISEMENT

Strait of Hormuz : હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઉભી થયેલી વૈશ્વિક ચિંતાઓ વચ્ચે ભારત માટે એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા માર્ગોમાંથી એક ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાંથી ક્રૂડ ઓઇલ લઈને એક વિશાળ ટેન્કર સફળતાપૂર્વક પસાર થઈ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ ઘટનાને કારણે ભારત માટે પેટ્રોલ અને ડીઝલના પુરવઠાને લઈને થોડી સ્થિરતા જોવા મળી રહી છે.

શું છે સમગ્ર મામલો ?

વાસ્તવમાં “કાર્લોસ” નામનું સુએઝમેક્સ ટેન્કર ઇરાકના બસરા ટર્મિનલ પરથી ક્રૂડ ઓઇલ ભર્યા બાદ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને અરબી સમુદ્ર મારફતે ભારત તરફ આગળ વધી રહ્યું છે. વર્તમાન સમયમાં જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ પર ભૂરાજકીય તણાવ વધતો જાય છે, ત્યારે આ ટેન્કરની સફળ યાત્રા ભારત માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

વૈશ્વિક શિપ ટ્રેકિંગ ડેટા મુજબ કેટલાક દિવસો દરમિયાન ખૂબ જ ઓછી સંખ્યામાં જહાજો આ માર્ગ પરથી પસાર થયા હતા. પર્સિયન ગલ્ફ વિસ્તારમાં ચાલતા સંઘર્ષ અને ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટને લઈને અપનાવવામાં આવેલી કડક નીતિઓના કારણે દરિયાઈ વેપાર પર અસર પડી રહી છે.

આ પણ વાંચો : વહેલી પરોઢે નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ રાજધાની એક્સપ્રેસમાં અચાનક ફાટી નીકળી આગ

આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે ઈરાને પોતાની કેટલીક શરતો સામે મૂકી છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટ પર તેના પ્રભાવને માન્યતા આપવાની માંગ પણ સામેલ છે. આ જળમાર્ગ વિશ્વના મોટા ભાગના તેલ વેપાર માટે અત્યંત મહત્વનો હોવાથી વિશ્વભરના દેશોની નજર હાલમાં આ વિસ્તાર પર કેન્દ્રિત છે.

બીજી તરફ કેટલાક તેલ ટેન્કરો હજુ પણ ઓમાનના અખાત વિસ્તારમાં અટવાયેલા છે, જ્યારે કેટલાક જહાજોએ સુરક્ષિત માર્ગ અપનાવી આગળ વધવાનો પ્રયાસ કર્યો છે. દરિયાઈ ટ્રેકિંગ સિસ્ટમમાં દખલગીરી અને ઘણા જહાજો દ્વારા ટ્રેકિંગ સિગ્નલ બંધ કરી દેવાના કારણે વાસ્તવિક સ્થિતિ જાણી શકવી મુશ્કેલ બની રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Energy Supply Hormuz Strait News Crude Oil Tanker

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ