ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વહેલી પરોઢે નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ રાજધાની એક્સપ્રેસમાં અચાનક ફાટી નીકળી આગ

મોટા સમાચાર / વહેલી પરોઢે નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ રાજધાની એક્સપ્રેસમાં અચાનક ફાટી નીકળી આગ

Published By: Priykant Shrimali

Last Updated: 08:59 AM, 17 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajdhani Express Train Fire : સવારે અંદાજે 5:30 વાગ્યે ટ્રેન લુની રિચા અને વિક્રમગઢ અલોટ સ્ટેશન વચ્ચે પસાર થઈ રહી હતી ત્યારે ગાર્ડે કોચમાંથી ધુમાડો નીકળતો જોયો અને પછી...

ADVERTISEMENT

Rajdhani Express Train Fire : રવિવારે વહેલી સવારે ત્રિવેન્દ્રમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના કોટા રેલવે ડિવિઝન હેઠળ આવેલા રતલામ જિલ્લાના અલોટ વિસ્તાર નજીક બની હતી. ટ્રેનના B1 એસી કોચમાંથી ધુમાડો નીકળતો જોવા મળતા જ રેલવે સ્ટાફ તરત જ સતર્ક બન્યો અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ આજે સવારે અંદાજે 5:30 વાગ્યે ટ્રેન લુની રિચા અને વિક્રમગઢ અલોટ સ્ટેશન વચ્ચે પસાર થઈ રહી હતી ત્યારે ગાર્ડે કોચમાંથી ધુમાડો નીકળતો જોયો. ગાર્ડે તરત જ એન્જિન ડ્રાઇવરને જાણ કરતા ટ્રેનને કટોકટીની સ્થિતિમાં રોકી દેવામાં આવી. ત્યારબાદ RPF અને ટ્રેન સ્ટાફે સંકલિત કામગીરી કરીને માત્ર થોડા જ સમયમાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે કોચમાંથી બહાર કાઢી લીધા હતા.

આ પણ વાંચો : મુન્દ્રામાં દિલ્હી NCB ત્રાટકી, 182 કરોડનું કેપ્ટાગોન ડ્રગ્સ જપ્ત, અમિત શાહે પાઠવ્યા અભિનંદન

અધિકારીઓના જણાવ્યા અનુસાર આગગ્રસ્ત B1 કોચમાં કુલ 68 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. સદનસીબે, કોઈ જાનહાનિ અથવા ગંભીર ઇજા નોંધાઈ નથી. રેલવે કર્મચારીઓની સતર્કતા અને ઝડપી નિર્ણયને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતા જ કોટા રેલવે ડિવિઝનની રાહત અને ટેકનિકલ ટીમો તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ વધુ ન ફેલાય તે માટે ટ્રેનનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો અને અસરગ્રસ્ત કોચને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યો હતો. હાલ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajdhani Express Fire Indian Railways News Ratlam train fire

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ