બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / કેમ નથી થઈ રહી અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી ? ખુદ US ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કારણ

વિશ્વ / કેમ નથી થઈ રહી અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી ? ખુદ US ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કારણ

Priykant Shrimali

Last Updated: 10:47 AM, 15 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America Iran War : અમેરિકાના ઉપપ્રમુખ J.D. Vanceએ આ સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે, અમેરિકા અને ઈરાન વચ્ચે... અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

America Iran War : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં શાંતિ સ્થાપવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ સોદો થઈ શક્યો નથી. ઉલ્લેખનીય છે કે, હમણાં જ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાયેલી વાટાઘાટો નિષ્ફળ રહેતા ફરી એકવાર બંને દેશો વચ્ચેના મતભેદો સ્પષ્ટ થયા છે. જોકે આ નિષ્ફળતા વચ્ચે પણ રાજદ્વારી પ્રયાસો ચાલુ રહેવાની આશા જીવંત છે.

શું કહી રહ્યા છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ?

અમેરિકાના ઉપપ્રમુખ J.D. Vanceએ આ સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમના મતે અમેરિકા અને ઈરાન વચ્ચેનો ઊંડો અવિશ્વાસ એ સૌથી મોટો અવરોધ છે, જે શાંતિ કરાર સુધી પહોંચવામાં અડચણ ઉભી કરે છે. તેઓએ સ્પષ્ટ કહ્યું કે, આવા પ્રકારના તણાવપૂર્ણ સંબંધોને એક જ રાતમાં સુધારી શકાતા નથી અને સમય સાથે વિશ્વાસનું નિર્માણ કરવું જરૂરી છે.

વાટાઘાટો દરમિયાન બંને દેશોએ પોત-પોતાની શરતો પર જોર આપ્યું હતું, જેના કારણે કોઈ સહમતિ બની શકી નહોતી. ખાસ કરીને પરમાણુ કાર્યક્રમનો મુદ્દો સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યો હતો. અમેરિકા ઈરાન પર લાંબા ગાળાના યુરેનિયમ સંવર્ધન પર પ્રતિબંધ મૂકવા માગે છે, જ્યારે ઈરાન તેની અવધિ ઓછી રાખવા માટે આગ્રહ કરી રહ્યું છે. આ મુદ્દે કોઈ સમજૂતી ન થતાં વાટાઘાટો અધૂરી રહી ગઈ.

આ પણ વાંચો : ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર 'સર્જિકલ સ્ટ્રાઈક': IMFની ચેતવણી, મોંઘવારી વધતા ખિસ્સા પર પડશે ભાર

આ સાથે જ હોર્મુઝ જળસંધિ અને પ્રાદેશિક પ્રભાવ જેવા મુદ્દાઓ પર પણ મતભેદો સામે આવ્યા છે. બંને દેશો પોતાની સુરક્ષા અને વ્યૂહાત્મક હિતોને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની છૂટ આપવા તૈયાર દેખાતા નથી. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે સૂચન આપ્યું છે કે, ટૂંક સમયમાં ફરી વાટાઘાટો શરૂ થઈ શકે છે અને પાકિસ્તાન ફરીથી આ રાજદ્વારી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આથી સ્પષ્ટ થાય છે કે, ભલે હાલ સ્થિતિ જટિલ હોય, પરંતુ શાંતિ માટેના પ્રયાસો અટક્યા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

global politics US Iran conflict nuclear deal issue
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ