બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:36 AM, 5 June 2026
ઇન્ડિગોએ જુલાઈથી 6 ડેસ્ટિનેશન માટે ફ્લાઇટ્સને કામચલાઉ રીતે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. કમજોર માંગ અને વધતા ઓપરેટિંગ કોસ્ટના લીધે એરલાઇન્સે આ પગલું ભર્યું છે. આ નિર્ણય વર્તમાન ઉનાળાની રજાઓની મોસમ દરમિયાન લેવામાં આવ્યો છે. ઇન્ડિગોના જણાવ્યા મુજબ મલેશિયામાં લુંગકાવી, થાઇલેન્ડમાં ક્રાબી અને વિયેતનામમાં હો ચી મિન્હ સિટીની ફ્લાઇટ્સ 1 જુલાઈથી સસ્પેન્ડ એટલે કે બંધ કરવામાં આવશે.
ADVERTISEMENT
આ સિવાય ચીનમાં હોંગકોંગ અને શાંઘાઈ અને કંબોડિયામાં સીએમ રીપની ફ્લાઇટ્સ 3 જુલાઈથી બંધ કરવામાં આવશે. આ તમામ 6 રૂટ પર ફ્લાઇટ્સનું સસ્પેન્સન 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. આ રૂટ ભારતીય પ્રવાસીઓમાં ખૂબ જ પોપ્યુલર છે અને સાઉથઇસ્ટ એશિયા અને ચાઈનાના મુખ્ય પ્રવાસી અને બિઝનેસ સીટીને સીધી કનેક્ટિવિટી આપે છે.

ADVERTISEMENT
ઇન્ડિગોએ જણાવ્યું છે કે, તમામ 6 રૂટ પર ટિકિટ બુકિંગ 1 ઓક્ટોબરથી ફરી શરૂ થશે. જો માર્કેટની માંગમાં સુધારો થાય તો આ સેવાઓ નિર્ધારિત સમય કરતાં વહેલા ફરી શરૂ થઈ શકે છે. એરલાઇને આ પગલાને તેના ઇન્ટરનેશનલ નેટવર્કમાં માઇનોર અને નાના ફેરફાર તરીકેગણાવ્યું છે. આ કંપનીના જણાવ્યા અનુસાર, વર્ષનો આ ત્રિમાસિક ગાળા સામાન્ય રીતે મુસાફરી માટે કમજોર હોય છે. આ સિવાય વર્તમાનમાં ખર્ચનો માહોલ પણ પડકારજનક છે.
ADVERTISEMENT
આ કામચલાઉ ઘટાડા છતાં એરલાઇન્સે જણાવ્યું હતું કે, તે દર અઠવાડિયે 1800 થી વધુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું સંચાલન ચાલુ રાખશે. કંપની તેના વિદેશી નેટવર્કનો મોટો ભાગ પહેલાની જેમ મેન્ટેન્ટ રાખશે. જેમાં ઇન્ડિગોએ જણાવ્યું હતું કે, તે ઇન્ટરનેશનલ કામગીરી અંગે કોઈપણ વધુ નિર્ણય લેતા પહેલા માર્કેટની સ્થિતિ, વધતા સંચાલન ખર્ચ અને એરસ્પેસ પ્રતિબંધો પર નજર રાખશે.. આ નિર્ણયથી પ્રભાવિત મુસાફરોને અગાઉથી જાણ કરવામાં આવશે અને તેમને રિફંડ કે બીજા ઉપલબ્ધ વિકલ્પો આપવામાં આવશે.

ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, માત્ર બે દિવસ પહેલા ઇન્ડિગોએ જાહેરાત કરી હતી કે તે 31 ઓગસ્ટથી માન્ચેસ્ટરની તેની ફ્લાઇટ્સ સસ્પેન્ડકરશે. એરલાઇને ઇરાન યુદ્ધને કારણે ઇન્ટરનેશનલ એરસ્પેસ પર લાંબા સમયથી ચાલતા પ્રતિબંધો અને વધતા સંચાલન ખર્ચને તેના કારણો ગણાવ્યા હતા.
ADVERTISEMENT
જેમાં કંપનીએ કહ્યું કે આ કારણોસર, રૂટ કોમર્શિયલ રીતે નુકશાનકારક સાબિત થઈ રહ્યો છે. અમુક એર કોરિડોર સતત બંધ થવાથી ફ્લાઇટના સમય અને ખર્ચમાં વધારો થયો છે, જેના લીધે લાંબા અંતરની હવાઈ સેવાઓ ચાલુ રાખવી મુશ્કેલ બની છે. ઇન્ડિગો હાલમાં દિલ્હી અને મુંબઈથી માન્ચેસ્ટર, યુકે સુધી ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. આ એરલાઇનની લાંબા અંતરની ઇન્ટરનેશનલ વિસ્તાર યોજનાના ભાગ રૂપે આ રૂટ ગયા વર્ષે જુલાઈમાં શરૂ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.