ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:35 AM, 5 June 2026
ADVERTISEMENT
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ PM મોદીની પ્રશંસા કરી છે. ટ્રમ્પે મોદીને પોતાના "સૌથી સારા દોસ્ત" ગણાવતા ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મહત્વપૂર્ણ ટ્રેડ ડીલ થવાની આશા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું, "મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ ગમે છે. તેઓ મારા સારા મિત્ર છે અને ભારત સાથે અમારા સંબંધો ખૂબ મજબૂત છે. મને વિશ્વાસ છે કે બંને દેશો વચ્ચે જલ્દી જ એક મોટી વેપાર સંધિ થશે." ટ્રમ્પે જોકે ભારતની ટેરિફ નીતિ અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું કે વર્ષોથી ભારત અમેરિકન કંપનીઓ પર ઊંચા આયાત શુલ્ક લગાવતું રહ્યું છે, જ્યારે અમેરિકા તરફથી ભારત માટે એવી કડક નીતિ અપનાવવામાં આવી નહોતી. તેમ છતાં, બંને દેશો વચ્ચેના સંબંધો સતત મજબૂત બની રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું.
ADVERTISEMENT
ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ ચાલી રહી છે. આ અઠવાડિયે અમેરિકાનું એક પ્રતિનિધિમંડળ ભારત આવ્યું હતું, જ્યાં બંને દેશોના અધિકારીઓ વચ્ચે ચાર દિવસ સુધી વેપાર સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.ભારતના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું કે ચર્ચાઓ સકારાત્મક અને રચનાત્મક વાતાવરણમાં થઈ હતી. બંને દેશો એવો કરાર કરવા ઇચ્છે છે જેનાથી ભારત અને અમેરિકા બંનેને સમાન લાભ મળે અને આર્થિક સહયોગ વધુ મજબૂત બને.
ADVERTISEMENT
ટ્રમ્પના નિવેદનના એક દિવસ અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પણ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. પુતિને જણાવ્યું હતું કે ભારત પર કોઈપણ પ્રકારનું આંતરરાષ્ટ્રીય દબાણ લાદવું યોગ્ય નથી અને વિશ્વ હવે સમજી ગયું છે કે ભારત જેવી મહાસત્તા અને તેના નેતૃત્વ પર દબાણ કરવાથી વૈશ્વિક સંબંધોને નુકસાન થઈ શકે છે. પુતિને ભારતને વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાંની એક ગણાવતાં કહ્યું કે દેશ સતત ઝડપી આર્થિક વિકાસ નોંધાવી રહ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી વર્ષોમાં ભારત-રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 100 અબજ ડોલર સુધી પહોંચી શકે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ PM મોદી આજે દ. ગુજરાતમાં: આપશે રૂ.18,778 કરોડના પ્રકલ્પોની ભેટ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
વિશ્વના બે શક્તિશાળી નેતા ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમિર પુતિન દ્વારા સતત મળતા પ્રશંસાના શબ્દો વડાપ્રધાન મોદી અને ભારતની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠાને દર્શાવે છે. સાથે જ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ખુશખબરી આગામી સમયમાં બંને દેશોના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT