બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:39 PM, 5 June 2026
રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં આયોજિત ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમના હાઈ-પ્રોફાઈલ સત્રમાં વૈશ્વિક અર્થતંત્રના ભવિષ્યને લઈને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મહત્વના આંકડાઓ રજૂ કર્યા છે. આ ખાસ સત્રનું સંચાલન ઇન્ડિયા ટુડે ગ્રુપની ગ્રુપ એડિટર ગીતા મોહન દ્વારા કરવામાં આવ્યું હતું. મંચ પરથી બોલતા પુતિને સ્પષ્ટ કર્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હવે બદલાઈ રહ્યું છે અને સત્તાનું સંતુલન પશ્ચિમી દેશોના હાથમાંથી નીકળીને વિકાસશીલ દેશોના હાથમાં આવી રહ્યું છે. પુતિને ગ્લોબલ સાઉથના દેશોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બદલાતા વર્લ્ડ ઓર્ડરમાં આ ક્ષેત્ર સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ભારત, રશિયા, ચીન જેવા દેશોના બ્રિક્સ સંગઠન વિશે વાત કરતા રશિયન રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે, "વિકાસની દ્રષ્ટિએ બ્રિક્સે જી-7 ને ક્યારનુંય પાછળ છોડી દીધું છે.
ADVERTISEMENT

રાષ્ટ્રપતિ પુતિને વિવિધ વૈશ્વિક આર્થિક અનુમાનો અને આંકડાઓનો હવાલો આપતા બંને સંગઠનો વચ્ચેનો મોટો તફાવત સમજાવ્યો હતો:
ADVERTISEMENT
આર્થિક વૃદ્ધિ દર (Growth Rate): આગામી સમયમાં G7 દેશોની અર્થવ્યવસ્થાઓનો વિકાસ દર આશરે 1.1 ટકાની આસપાસ રહેવાનો અંદાજ છે. તેની સરખામણીમાં બ્રિક્સ (BRICS) દેશોનો વાર્ષિક વૃદ્ધિ દર 4 ટકાની આસપાસ રહેવાની પ્રબળ સંભાવના છે.
પરસ્પર વ્યાપાર (Annual Trade): બ્રિક્સ સંગઠનના સભ્ય દેશો વચ્ચેનો પરસ્પર વાર્ષિક વેપાર હવે વધીને 1 ખરબ ડોલર (1 Trillion Dollars) થી પણ વધુના આંકડાને પાર કરી ચૂક્યો છે.
ADVERTISEMENT

પુતિને ભારપૂર્વક જણાવ્યું કે બ્રિક્સ બ્લોકની અર્થવ્યવસ્થાઓ વધવાની ઝડપ આગળ પણ પશ્ચિમી દેશો કરતા ઘણી તેજ રહેશે, જે ગ્લોબલ ઇકોનોમીમાં તેના પ્રભુત્વને સાબિત કરે છે.
ADVERTISEMENT
બ્રિક્સ પ્લસ માટે પુતિનનું આ મજબૂત નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ બ્લોકની સતત ટીકા કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં બ્રિક્સમાં માત્ર બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ હતા. પરંતુ તાજેતરમાં જ ઇજિપ્ત (મિસ્ર), ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ આ સંગઠનના કાયમી સભ્યો બન્યા છે.
ADVERTISEMENT
ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સને અમેરિકન ડોલર (US Dollar) ની સર્વોપરિતા માટે મોટો ખતરો ગણાવ્યો હતો અને જો બ્રિક્સ દેશો પોતાની વૈકલ્પિક કરન્સી લાવશે તો તેમના પર 100 ટકા ટૅરિફ (આયાત ડ્યુટી) લગાવવાની ખુલ્લી ધમકી પણ આપી હતી. પુતિનનો આ આર્થિક રિપોર્ટ ટ્રમ્પની આ જ નીતિઓ સામે બ્રિક્સની મજબૂતી દર્શાવે છે.

ADVERTISEMENT
ફોરમ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને વૈશ્વિક ભૌગોલિક-રાજનીતિ (Geo-politics) અને આંતરરાષ્ટ્રીય સહયોગ પર પણ ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે હાલમાં ગ્લોબલ ઓર્ડરનું માળખું મોટા બદલાવના દૌરમાંથી પસાર થઈ રહ્યું છે અને નવી ગ્લોબલ ઇકોનોમી હવે વધુ સંતુલિત અને નિષ્પક્ષ બની રહી છે.
આ પણ વાંચોઃ નેશનલ / Rajesh Exports: સ્ટેપ બાય સ્ટેપ સમજો, કેવી રીતે કંપનીએ આચર્યું આખું કૌભાંડ, કેવી રીતે કરી નાખ્યો ખેલ?
પશ્ચિમી દેશો અને યુરોપીયન યુનિયનની ટીકા કરતા વ્લાદિમીર પુતિને કહ્યું કે, "યુરોપીયન એલિટ્સએ આખી દુનિયામાં અવ્યવસ્થા અને અસ્થિરતા પેદા કરી છે. યુરોપીયન નોકરશાહી એવી આર્થિક નીતિઓ અપનાવી રહી છે જે લાંબા ગાળાની કે દૂરની વિચારસરણી વગરની છે. સતત આક્રમક થઈ રહેલી પશ્ચિમી દેશોની બયાનબાજી વૈશ્વિક અર્થતંત્રમાં યુરોપની પોતાની સ્થિતિ નબળી પાડી રહી છે, સાથે જ તે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે પણ મોટો ખતરો છે." તેમણે ઉમેર્યું કે બદલાતી દુનિયાના હિસાબે જે દેશો પોતાની જાતને ઢાળવા તૈયાર છે, તેમના માટે આ નવો વર્લ્ડ ઓર્ડર મોટી તકો લઈને આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.